By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    જિનપિંગ 11 વર્ષે અમેરિકા પહોંચ્યા : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોટોકોલ તોડી લેવા ગયા
    4 days ago
    ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું
    5 days ago
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    7 days ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    1 week ago
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઉજજૈનમાં શાહી મસ્જિદ વિવાદમાં પથ્થરમારો-લાઠીચાર્જ : 10 સામે FIR, પાંચની ધરપકડ
    21 minutes ago
    UNમાં પાકિસ્તાનને ધોબીપછાડ : શાહબાઝ શરીફ અને પાકિસ્તાની પત્રકાર બન્નેને જડબાતોડ જવાબ
    2 days ago
    રામ મંદિર દાન ચોરી મામલે ચંપત રાય અને અનિલ મિશ્રાને ક્લિનચીટ
    2 days ago
    અમદાવાદમાં બોગસ રાજકીય પક્ષનું કૌભાંડ : 519 કરોડના બોગસ ડોનેશન લઈ 155 કરોડની કરચોરી
    2 days ago
    Gen-Zમાં વહેલી શરૂઆતનો ટ્રેન્ડ : 40 શહેરના 70% લોકો વહેલા નિવૃત્ત થવા ઇચ્છે છે
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    એશિયન ગેમ્સ : ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનને 37-34થી હરાવ્યું
    2 days ago
    રાજકોટમાં ભારતનો દબદબો : ઓસ્ટ્રેલિયા સામે અંડર-19 સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ
    4 days ago
    28 વર્ષનો ઇંતજાર ખતમ : એશિયન ગેમ્સમાં મીરાબાઇએ ભારતને સિલ્વર અપાવ્યો
    5 days ago
    T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું
    6 days ago
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    1 week ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: થાકેલો હર્ક્યુલસ અને આરામ પ્રિય દેવો !!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > થાકેલો હર્ક્યુલસ અને આરામ પ્રિય દેવો !!
Author

થાકેલો હર્ક્યુલસ અને આરામ પ્રિય દેવો !!

Khaskhabar Editor
Last updated: 2025/03/29 at 3:56 PM
Khaskhabar Editor 2 years ago
Share
7 Min Read
SHARE

કાર્તિક મહેતા

વધુ પડતું સ્નાયુબદ્ધ શરીર, હરકયુલસના ઉદાહરણ પરથી ‘દંડ’-સજા કે અત્યાધિક શ્રમનું પરિણામ કહેવાય

- Advertisement -

સુરતના વિસ્પી ખરાડી નામનાં યુવાને હરક્યુલસ પીલર્સ તરીકે ઓળખાતા બે લગભગ 170 કિલોના બે થાંભલાને બે મિનિટ કરતા વધુ સમય સુધી પકડીને વિશ્વ વિક્રમ સર્જ્યો. હમણાં બીસીસીઆઇ તરફથી ભારતનું પ્રતિનિધિત્વ કરતી ક્રિકેટ ટીમે ચેમ્પિયન્સ ટ્રોફી પણ જીતી. રમત ગમત અને ફિટનેસ બાબતે લોકોનું રુચિ વધી રહી છે. ઉનાળુ વેકેશનમાં લોકો પોતાના બાળકો માટે રમત ગમતના કોચિંગ ક્લાસિસ શોધી રહ્યા છે. લોકો હળવે હળવે જીવનમાં રમત ગમત , વ્યાયામ અને ફિટનેસ નું મહત્વ સમજી રહ્યા છે. ઘણાં તો વળી કોઈ ગ્રીક પૌરાણિક મૂર્તિ જેવું બોડી બનાવવા પ્રયત્નશીલ હોય છે. જીમ્નાસ્ટીકસ નામના એક ગ્રીક ગ્રંથની રચના ફિલોસ્ત્રેટસ નામનાં એક ગ્રીક વિદ્વાને છેક ઇઝ પૂર્વેની ત્રીજી સદીમાં કરી હતી. આ ગ્રીક ગ્રંથમાં ઉલ્ટી વાત કરેલી છે. ફિલોસ્ત્રેટસ લખે છે કે માણસના સ્નાયુઓ સમ હોવા જોઈએ. મોટા, જાડા, દળદાર સ્નાયુઓ ની જરૂર નથી હોતી. આવા બલ્કિ (વિશાળ) સ્નાયુઓ અતિ પરિશ્રમ દર્શાવે છે. ફિલોસ્ત્રેટસ પોતાના ગ્રંથમાં એક “કાયરોસ” નામનો એક શબ્દ વાપરે છે. એનો અર્થ આમ તો સમય થાય પણ વાસ્તવમાં એનો અર્થ “યોગ્ય સમય” થાય છે. ફિલોસ્ત્રેટસ કહે છે કે “યોગ્ય સમયે” કરેલ વ્યાયામ માણસને ફળે છે. આમ, ફિલોસ્ત્રેટસની વાત ક્યાંક યોગાસનો સાથે જોડાયેલી દેખાય છે. યોગાસનો પણ શરીરના સ્નાયુઓ ને મોટા, ગઠોડા બદ્ધ બનાવતા નથી. પણ તે શરીરને સુડોળ બનાવે છે, દીર્ઘાયુ અને સ્વસ્થ બનાવે છે. યોગાસનો શરીરના સ્નાયુઓ અને કરોડરજ્જુ ને શાસ્ત્રીય રીતે મરડવાની ક્રિયાઓ તો છે !! આજે યોગાસનો અબજો રૂપિયાનો વેપલો છે પરંતુ એનો ખરો અર્થ સમજવા વાળા બહુ ઓછાં છે. શરીરના સ્નાયુઓ નું પોતાનું એક અલાયદું તંત્ર હોય છે. આ તંત્ર એટલું જટિલ અને એટલું મહત્વનું હોય છે કે તબીબી શાસ્ત્રમાં ફિઝિયોથેરાપી નામની વિદ્યાશાખા અલગ રીતે ડેવલપ થયેલી છે જે માત્ર સ્નાયુઓને શાસ્ત્રીય રીતે મરડવા, ખેંચવા ઉપર જ ખૂબ ભાર આપે છે. શરીરમાં ત્રીસ ટકા વજન સ્નાયુઓનું હોય છે. ખોરાકથી મળતી ગ્લુકોઝને પચાવવા માટે સહુથી વધુ જવાબદાર હોય તો આ સ્નાયુઓ હોય છે. શરીરમાં સહુથી વધુ પ્રોટીન આ સ્નાયુઓમાં સંગ્રહાયેલું હોય છે.આ પ્રોટીન જ આપણને સતત યુવાન રાખે છે. સ્નાયુઓ આવા અમૃત સમાન પ્રોટીનની બેંક હોય છે. મજબૂત સ્નાયુઓ ને કારણે હાડકા પણ મજબૂત બને છે. એક લોકમાન્યતા અનેક લોકોના મનમાં બહુ ઊંડે ઘર કરી ગઈ છે કે વિદ્વાન /બુદ્ધિમાન વ્યકિતના સ્નાયુઓ મજબૂત હોય નહિ. આથી, ઘણીવાર શારીરિક રીતે મજબૂત લોકોને સામાન્યથી નીચી બુદ્ધિ વાળા ધારી લેવામાં આવે છે. પરંતુ આ માન્યતા કેટલી સાચી છે તે તપાસવું રહ્યું. આ માન્યતા ત્યારે સાચી હતી જ્યારે લોકોને ભાગે ખૂબ ફીઝીક્લ લેબર આવતું.મોટાભાગના લોકો પાસે મગજ ચલાવવા માટે સમય નહોતો. મશીનો પણ નહિવત હતા. આજે લોકો પાસે પૂરતું પોષણ છે, લોકો પાસે મશીનોને કારણે સમય પણ છે એટલે લોકો મગજને જહેમત આપી શકે છે. જે ભાગને જહેમત આપો તે વિકાસ પામે એવો શરીરનો નિયમ છે. આથી જો શરીરને અને મગજને પૂરતું પોષણ આપીને જહેમત આપવામાં આવે તો બેયનો સમાન વિકાસ શક્ય છે. મેડિકલ સાયન્સ તો એમ કહે છે કે

જે લોકો શારીરિક રીતે પૂષ્ટ છે તે જ બૌદ્ધિક રીતે પેઢીઓ સુધી પુષ્ટ રહી શકે છે. હરકયુલસ નામના ગ્રીક દેવની વાર્તા બહુ જાણીતી છે. હર્ક્યુલસ ઝિયસ નામનાં દેવતા અને એક માનવ માતાનું સંતાન હતો. પણ ઝીયસ ની પત્ની હેરાને હરક્યુલસ માટે દ્વેષ હતો. કેમકે હરક્યુલસ છેવટે તો ઝિયસ ની રખાતનો પુત્ર હતો. સમય જતાં હેરાને હરક્યુલ્સ માટે સહાનુભૂતિ જાગે છે પણ હરક્યુલસ ના પાપ ધોવા માટે હેરા એને બાર પડકાર પાર કરવાનું આહ્વાન કરે છે. એમાં સિંહને મારવો, સાંઢને નાથવા જેવી અનેક કસોટીઓ શામેલ હતી. હરકયુલ્સ આ દરેક કસોટીમાં ઉતીર્ણ થાય છે અને છેવટે દેવોના સમૂહમાં શામેલ થઇ જાય છે અને એક દેવ તરીકે ખુબ સુખરૂપ જીવન વિતાવે છે. હરક્યુલસની એક મૂર્તિ બહુ પ્રખ્યાત છે જે લગભગ ચોવીસસો વર્ષ જૂની ગણાય છે. આ મૂર્તિમાં હરકયુલસ એક જગ્યાએ હાથ ટેકવીને થાકેલો, થાક ખાવા ઊભેલો જણાય છે. ગ્રીક ગ્રંથ જીમ્નાસ્ટીકસ માં ફિલોસ્ત્રેટસ કહે છે કે દરેક વ્યાયામવીરે આરામ લેવો અત્યંત જરૂરી છે. વધુ પડતું સ્નાયુબદ્ધ શરીર , હરકયુલસના ઉદ્ધરણ પરથી “દંડ” અથવા સજા નું કે અત્યાધિક શ્રમનું પરિણામ કહેવાય છે.જ્યારે સુડોળ શરીર સારી અને સ્વતંત્ર જીવનશૈલી દર્શાવે છે. આ ગ્રંથમાં જરેનોસ નામના એક વ્યક્તિની વાત કરતા ફિલોસ્ત્રેટસ લખે છે કે આ જારેનોસ પિયક્કડ હતો અને નશાની હાલતમાં એના વ્યાયામ ગુરુ પાસે આવ્યો. એના ગુરુ એના ઉપર ક્રોધિત થઈ ગયા. એણે જરેનોસ્ પાસે નિયમ અનુસાર ભારે કસરત કરાવી અને તેનું મૃત્યુ થઈ ગયું. આમ, ફિલોસ્ત્રેટસ કહે છે કે અતિ નિયમ બદ્ધ, ભારે વ્યાયામ જોખમી હોય છે. અન્ય એક ઉદ્ધારણ આપતા ફિલોસ્ત્રેટસ જણાવે છે કે એક ઓલંપિયા નામના સ્થળે જે રીતે વ્યાયામ કરાવવામાં આવે છે એમ વ્યાયામ કરવો જોઈએ. ઓલમ્પિયામાં કડક નિયમોને આધારે નહિ પણ “યોગ્ય” રીતે (ગ્રીક ભાષામાં “કાયરો” અનુસાર) કસરત કરાવાય છે. આ કાયરો નો કોન્સેપ્ટ આપણી યોગ પરમ્પરા સાથે બરાબર મેચ થાય છે. આ ઓલમપિયમાં યોજાતી રમત સ્પર્ધાઓ આજે ઓલિમ્પિક નામે રમાય છે. આપણાં અમદાવાદે આવતી ઓલિમ્પિક યોજવાનું બીડું ઝડપ્યું છે ખરું. મસલ લોસ એટલે કે સ્નાયુ દુર્બળતા નામની સમસ્યાથી પીડાતા લોકો માટે હેલ્થ કેર સંબંધી ખર્ચ નોર્મલ વ્યક્તિ કરતા પાંચ ગણો હોય છે એવું જર્મની અને ઓસ્ટ્રેલિયા માં થયેલા સંશોધનો દર્શાવે છે. વેઇટ લિફ્ટિંગ, વોકીંગ, રનિંગ, યોગાસન જેવા વ્યાયામ શરીરને ઘરડું થતા અટકાવે છે, જો યોગ્ય રીતે કરવામાં આવે તો !! એક એથલેટિક્સ પેરાડોકસ કહેવાતો કોયડો છે કે કસરતને કારણે શરીરને ઘસારો પહોંચે છે પણ એ જ કસરત માણસને યુવાન રાખવામાં સહુથી વધારે મદદ કરે છે. તો કેટલી માત્રામાં કસરત કરવી કે જે નુકસાનને બદલે લાભ કરે?? વેલ, એનો જવાબ સંશોધકોને આપવાની વાર છે પણ આપણા યોગ ગ્રંથોમાં આ વાતનો જવાબ બહુ પહેલા અપાઈ ગયો છે. રમત, ફિઝિયોથેરાપી, કસરત અને યોગાસનો પૈકી જે ફાવે તે કરવું જોઈએ. શરીરને પ્રતિકૂળ થાય નહિ ત્યાં સુધી કરવું જોઈએ. મહાવીર સ્વામી કહી ગયા કે દેવોને કદી પરસેવો વળતો નથી અને એમના પગ જમીન ઉપર પડતા નથી. આમ, દેવોના શરીર સુડોળ હોય છે, તેઓ આનંદ પૂર્વક રહે છે. ગ્રીક વિદ્વાન ફિલોસ્ત્રેટસ પણ માપસર કસરત કરવાનું સૂચન કરે છે. વ્યાયામ અવશ્ય કરવો પણ એ હરક્યુલસની જેમ સજા લાગે ત્યાં સુધી નહિ.

 

- Advertisement -

You Might Also Like

AIના ભરોસે લેખક-પત્રકાર! : લેખક-પત્રકાર દ્વારા AIના વધતા ઉપયોગથી સાહિત્ય-પત્રકારત્વનું બદલાતું ચિત્ર

પ્રથમ લગ્ન ચાલુ હોવા છતાં કરેલા બીજા લગ્ન કાનૂની રીતે શૂન્ય

ફ્લોપ મેડિકલ પ્રેક્ટિસમાંથી જન્મ્યો વિશ્વનો સૌથી લોકપ્રિય જાસૂસ : શેરલોક હોમ્સ

શેમરોક  : આયર્લેન્ડના હૃદયમાં વસેલું ત્રણ પર્ણોનું લીલુંછમ રહસ્ય

“સુંદરતા યુવાનીમાં નહીં, અનુભવમાં વસે છે.”

TAGGED: Tired Hercules
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કાયદેસર પ્રવેશો અને કાયદેસર રહો
Next Article મધ્યગીર કનકાઈ મંદિરથી ગિરનારની ટોચે ચૈત્રી નવરાત્રીની ઉજવણી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

રાજકોટના નાગેશ્વરમાં યુવક અને સુભાષનગરમાં વૃદ્ધાએ જીવનલીલા સંકેલી લીધી

Khaskhabar Editor Khaskhabar Editor 6 minutes ago
Gen-Zને ધર્મ તરફ વાળવા જયા કિશોરીની રાજકોટમાં સનાતન યુવાકથા
ઉજજૈનમાં શાહી મસ્જિદ વિવાદમાં પથ્થરમારો-લાઠીચાર્જ : 10 સામે FIR, પાંચની ધરપકડ
સુત્રાપાડામાં લાકડાં ભરેલો શંકાસ્પદ ટ્રક ઝડપાયો: કોડીનારથી રાજકોટ જતા લાકડાં સિઝ, 20 હજારનો દંડ
એક જ સપ્તાહમાં શરદી-તાવના 1500થી વધુ કેસ, ડેન્ગ્યુના 4 કેસ
યોગ મનને મંદિર અને તનને ઉર્જાવાન બનાવે છેઃ શીશપાલજી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

AuthorBhavy Raval

AIના ભરોસે લેખક-પત્રકાર! : લેખક-પત્રકાર દ્વારા AIના વધતા ઉપયોગથી સાહિત્ય-પત્રકારત્વનું બદલાતું ચિત્ર

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Author

પ્રથમ લગ્ન ચાલુ હોવા છતાં કરેલા બીજા લગ્ન કાનૂની રીતે શૂન્ય

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Author

ફ્લોપ મેડિકલ પ્રેક્ટિસમાંથી જન્મ્યો વિશ્વનો સૌથી લોકપ્રિય જાસૂસ : શેરલોક હોમ્સ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?