By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાન હચમચ્યુ : બે બોમ્બ વિસ્ફોટ, ૭ લોકોનાં મોત
    1 day ago
    કોરોનાને જાણીજોઈને આટલો ખતરનાક બનાવ્યો, વુહાન લેબને અમેરિકી વૈજ્ઞાનિકે જ આપ્યું હતું લાખો ડોલરનું ફંડિંગ
    1 day ago
    હોર્મુઝમાં ત્રણ મહિનાથી ફસાયેલું જહાજ દિશા આજે ગુજરાત પહોંચ્યું
    2 days ago
    હોર્મુઝ-સ્ટ્રેટ 60 દિવસ માટે ફ્રી, ઈરાનને ₹28 લાખ કરોડનું વળતર
    3 days ago
    અમરિકા-ઇરાન શાંતિ કરાર : ઇઝરાયલ હજુ લડી લેવાના મૂડમાં
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    અયોધ્યામાંથી શ્રીરામનો હાર, ચરણ પાદુકા, ચાંદીની ઈંટો ગુમ!
    1 day ago
    ઓડિશામાં ધો.1થી 8નાં પુસ્તકોમાં 1678 બ્લન્ડર
    2 days ago
    ચોમાસું અટક્યું : 4 જૂનથી 18 જૂન વચ્ચે દેશમાં 41% ઓછો વરસાદ
    2 days ago
    રોકાણકારો ભોળા નથી, લાલચું છે : ઊંચા વળતરની લાલચે રોકાણ કરે અને પછી પોલીસને ધંધે લગાડે
    3 days ago
    રામ મંદિરમાં કાશીની જેમ CEOની નિમણૂક થઈ શકે
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    3 days ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    4 days ago
    મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક
    4 days ago
    T20 વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 64 રને હરાવ્યું
    6 days ago
    આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 days ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    1 week ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    1 week ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    3 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 week ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 week ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટમાં પણ વ્યાપ્ત છે વાઇફ સ્વૅપિંગનું મહાદૂષણ
    1 day ago
    રાજકોટ ગ્રામ્ય પોલીસની પ્રેરણાદાયી પહેલ : પ્રેરણા નવા જીવનની એસપી કચેરી ખાતે પ્રારંભ
    4 days ago
    ‘સાંઢિયા પુલ’ના લોકાર્પણ પૂર્વે રાત્રે ‘હેપ્પી સ્ટ્રીટ’ના આયોજનમાં રાજકોટવાસીઓ ઝૂમ્યા
    1 week ago
    મેયર ડૉ. નેહલ શુક્લ અઠવાડિયામાં ૩ દિવસ લોકોની ફરિયાદો સાંભળશે
    1 week ago
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જગતનાં ત્રીસથી ય વધુ દેશમાં ઉજવાતો, વિશ્વ ચકલી દિવસ, દુનિયાને ભારતની દેન છે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Hemadri Acharya Dave > જગતનાં ત્રીસથી ય વધુ દેશમાં ઉજવાતો, વિશ્વ ચકલી દિવસ, દુનિયાને ભારતની દેન છે
Hemadri Acharya Dave

જગતનાં ત્રીસથી ય વધુ દેશમાં ઉજવાતો, વિશ્વ ચકલી દિવસ, દુનિયાને ભારતની દેન છે

Khaskhabar Editor
Last updated: 2024/03/20 at 3:59 PM
Khaskhabar Editor 2 years ago
Share
11 Min Read
SHARE

મોહમ્મદ દિલાવર… જેના ચકલી બચાવો અભિયાનથી ચકલીના અસ્તિત્વ સંદર્ભે વૈશ્વિક સજાગતા આવી

સોશિયલ મીડિયાના આજના યુગમાં દરેક દિનવિશેષ સંદર્ભે અસંખ્ય પોસ્ટ મુકાતી હોય છે. પ્રકૃતિ બચાવો-પક્ષી બચાવો-પાણી બચાવો… આ ઠાલા નારાઓ વચ્ચે ઘણા એવા લોકો હોય છે ધરતીના કોઈ ખૂણે રહીને પ્રકૃતિ પ્રત્યેના તેમના પ્રેમને કારણે, મા પ્રકૃતિની મૂકસેવા કરતા હોય છે. એમાંના ઘણાના કામની નોંધ જાહેરમાં ક્યારેય પણ લેવાતી નથી કે નથી જાહેરમાં ઓળખ મળતી. પરંતુ શુદ્ધરૂપે પ્રકૃતિપ્રેમી એવા આ વીરલાઓને તેમના કામની કે નામની નોંધ લેવાય કે ન લેવાય તેનાથી ઝાઝો ફરક પડતો નથી. તો ક્યારેક ખૂબ જ નાનાપાયે અને વ્યક્તિગત રીતે શરુ કરેલા કોઈ સારા કામને એટલી બધી ઓળખ અને માન્યતા મળી જાય છે કે તે વિશ્ર્વસ્તરે અભિયાનરુપે પ્રસ્થાપિત થઈ જાય છે. ઉપર કહ્યું તેમ, વ્યક્તિના સારા કામોની નોંધ જગત લે છે અને તેનો અમલ પણ કરે છે. તેનું આદર્શ દષ્ટાંત એટલે દરેક વર્ષની 20 માર્ચે ઉજવાતો ‘વિશ્ર્વ ચકલી દિવસ’ આપણે બધા આજે જોરશોરથી ઉત્સાહપૂર્વક ચકલી દિવસ ઉજવી રહ્યા છીએ પણ આપણામાંથી મોટાભાગનાને એ બાબતનો કદાચ ખ્યાલ નહીં હોય કે વિશ્વના 30થી વધુ દેશોમાં જે દિવસ ઉજવાઈ રહ્યો છે તેની શરૂઆત, આ બાબતના અભિયાનને આપણા જ દેશના નાગરિક મોહમ્મદ દીલાવરના પ્રયત્નોને કારણે વૈશ્વિક સ્વીકૃતિ મળી છે. 1980માં જન્મેલાં મોહમ્મદ દિલાવર, ઇકોલોજી/એન્વાયરમેન્ટલ સ્ટડીમા માસ્ટર ડિગ્રી ધરાવે છે.

- Advertisement -

પર્યાવરણીય સર્વેક્ષણો અને લુપ્ત થતી જતી પ્રજાતિઓના સંરક્ષણ વિશે જાગૃતિ ફેલાવવના અભિયાનમા પાયાના સ્તરે સ્વયંસેવક તરીકે શરૂઆત કરીને તેમણે એક વર્ષ માટે નાસિકની કોલેજમાં લેક્ચરર અને વિભાગના વડા તરીકે કામ કર્યું. 2006માં ‘રોયલ સોસાયટીફોર ધ પ્રોટેક્શન ઓફ બર્ડ્સ’માં (છજઙઇ)જોડાઈને 2010 સુધી સક્રિય રહ્યા . તેઓ ‘ઈન્ટરનેશનલ વર્કિંગ ગ્રુપ ઓન અર્બન સ્પેરોસ’ના સભ્ય રહ્યા જ્યાં તેમણે આફ્રો- એશિયન રીજનનું પ્રતિનિધીત્વ કર્યું. 2009માં તેમણે નેચર ફોરેવર નામની સંસ્થા બનાવી.જેના તેઓ પ્રેસિડેન્ટ બન્યા. આ સંસ્થાના બેનર નીચે પર્યાવરણલક્ષી અનેક અભિયાનો હાથ ધરવામાં આવે છે. વ્યવસાયે એન્વાયરમેન્ટલ સ્ટડીના લેક્ચર રહી ચૂકેલા મોહમ્મદ દિલાવરને ‘સેવ ટાઇગર’ અભિયાનમાં જોડાવાની ઓફર થઈ હતી પણ તેમને લાગ્યું કે ટાઈગર જેવા ગ્લેમરસ પ્રાણીઓને બચાવવાના અભિયાનમાં જોડાનારા ઘણા જ મળી રહેશે. પણ નાનકડી ચકલીની ચિંતા કોઈ કરતું નથી . એટલે તેમણે પોતાના ખર્ચે અને વ્યક્તિગત સ્તરે ચકલી બચાવો અભિયાનની શરૂઆત કરી. તેમના ચકલી વિષયક અભિયાનની પરિકલ્પના અને શરૂઆત વિશે તેઓ કહે છે કે, 2005માં, એક વખત કંઈક વાંચતા-વાંચતા તેમના ધ્યાનમાં એક આર્ટીકલ આવ્યો, જેમાં બ્રિટનમાં ઘટતી જતી ચકલીની સંખ્યા, તેના કારણે પર્યાવરણીય અસમતુલા વિશે વાત કરવામાં આવી હતી.

આર્ટીકલ વાંચતા-વાંચતા તેમને વિચાર આવ્યો કે, ભારતમાં પણ કંઈક આવી જ હાલત હશે કારણ કે, ચકલીનાં અસ્તિત્વ પર ઝળુંબી રહેલા ખતરાનું મુખ્ય કારણ શહેરી વિકાસ, આધુનીક ટેકનોલોજી અને જીવનશૈલી…આ બધું કે જે, ભારતમાં પણ હરણફાળે આગળ વધી રહ્યું છે. તેમને આવેલા આ વિચારનું સમાધાન કરવા તેમણે ઘણી શોધખોળ કરી. આ વિષય પર વધુ અધ્યયન કરતા તેમને ખબર પડી કે મુઠીમાં સમાય એવી નાનકડી સૂક્ષ્મ ચકલીના અસ્તિત્વ સામે મોટો ખતરો તોળાઇ રહ્યો છે!

વિશ્વભરના વિવિધ દેશોમાં ચકલીની સંખ્યા વિશે, ચકલીના અસ્તિત્વ પરના ખતરાને કારણે પર્યાવરણમાં, સંભવિત અને વાસ્તવિક અસંતુલન વિશે તેમણે ખુબ વાંચ્યું. પણ, ભારતમાં ચકલીની સંખ્યા વિશેની/તેમના અસ્તિત્વ પર આવી પડેલી વિપરીત અસરો વિશેની કોઈપણ માહિતી તેમને ઉપલબ્ધ થતી નહોતી. ઘણીબધી શોધખોળ બાદ, ઇન્ડિયન કાઉન્સિલિંગ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચનો, એકમાત્ર રિપોર્ટ તેમના હાથમાં આવ્યો. જેમાં દર્શાવવામાં આવ્યું હતું કે દક્ષિણ ભારતમાં ચકલીની સંખ્યામાં ખૂબ જ નોંધપાત્ર રીતે ઘટાડો થઈ રહ્યો છે.

- Advertisement -

ભારતના અન્ય પ્રદેશોમાં ચકલીની સ્થિતિ વિશેની કોઈ પણ માહિતી તેમને કોઈપણ વિશ્વસનીય સૂત્રો તરફથી મળતી નહોતી. અંતે તેમણે નક્કી કર્યું કે તેઓ પોતે જ, ચકલીની પ્રજાતિ સામે તોળાતા ખતરા વિશે રાષ્ટ્રીયસ્તરે સર્વે કરશે. અને શરૂઆત થઈ એક એવા મહત્વકાંક્ષી પ્રોજેક્ટની કે જેને પૂર્ણ કરવામાં વર્ષોની મહેનત લાગવાની હતી.

ચકલી દિવસની ઉજવણીના દિવસે વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ અને કાર્યક્રમો, કલા સ્પર્ધાઓ, જાગૃતિ ઝુંબેશ અને ચકલી બચાવ વિષયક પ્રવૃત્તિઓ પ્રક્રિયાઓ દ્વારા કરવામાં આવે છે

લગભગ 2006 પછી, દેશના વિવિધ રાજ્યો, પ્રદેશોમાં મહમ્મદ દિલાવર જોરશોરથી આ અભિયાન પર કામ કરી રહ્યા હતા. એકતરફ સર્વે તો ચાલુ થઈ ગયો હતો. પણ એ દરમ્યાન મોહમ્મદ દિલાવરને ચકલીની પરિસ્થિતિ વિશે ચિંતા સતત સતાવતી રહેતી. સતત વધતા જતા શહેરીકરણમાં યોગ્ય ખોરાક અને રહેઠાણ ગુમાવતી જતી આ પ્રજાતીની પરિસ્થિતિ વિશે વિચારતાં તેમનું હૃદય ભરાઈ આવતુ. તેઓ ચકલીની પ્રજાતિ સામે તોળાતા ખતરાના કારણો વિશે સતત વિચારતા રહેતા. જેમાં એક કરતાં વધુ, અનેક કારણો તેમની સામે આવ્યા. જેમકે ચકલી જેમાં માળા બાંધે છે તેવા છત અને દિવાલમા પોલાણ વાળા મકાનોની જગ્યા સિમેન્ટ કોંક્રિટના મકાનોને લીધી, બાગબગીચા ઓછા થતા જવા તેમજ ઘટતી જતી વનરાજી, ખેતરોમાં પેસ્ટિસાઈડ્ઝના ઉપયોગથી સૂક્ષ્મ જીવ જંતુનાશ નાશ પામે છે જે ચકલી અને તેના બચ્ચાનો મુખ્ય ખોરાક છે. વળી, મોટા શહેરોમાં ઘર આંગણે કે ફળિયે આવતા પક્ષીઓ તરફ લોકોનો દુર્ભાવ, મોબાઇલ ટાવર રેડિએશન, વધતા જતા ટ્રાફિકના ઘોંઘાટ અને પ્રદૂષણ… આ બધા ધીમા ઝેર જેવા કારણો કે જેનો કોઈ જ તાત્કાલિક ઊકેલ મોહમ્મદ દિલાવરને સૂઝતો નહોતો.

એક દિવસ ટેલિફોનના થાંભલાના બોક્સમાં ચકલીને માળા બાંધતા જોઈને તેમને વિચાર આવ્યો કે, ચકલીને ખતરારૂપ ઉપરોક્ત પરિબળોનું તો તાત્કાલિક નિરાકરણ ન લાવી શકાય પરંતુ ચકલીને રહેવા માટે રહેઠાણ અને ખાવા માટે અન્ના દાણા પૂરા પાડી શકીએ, એ જોગવાઈ આપણે કરીએ તો ચકલીના અસ્તિત્વ સામેનો ખતરો ઘણો હળવો થઈ જાય. અને તેમણે ચકલીને આ નાનકડી સહાય પૂરી પાડવા માટેનું મોટું અભિયાન શરૂ કર્યું. લાકડાના ચકલીના માળા આકારના બોક્સ બનાવ્યા સાથે જ ચકલીને પીવા માટે પાણી અને દાણા માટેના ફીડર(પાત્ર) બનાવીને લોકોમાં વેચવાનું શરૂ કર્યું. ‘ન નફો, ન નુકશાન’ના ધોરણે તેમણે ત્રણ વર્ષમાં હજારોની સંખ્યામાં આવા માળા અને અન્નપાત્ર લોકોને પહોંચતા કર્યા. સાથોસાથ ‘ચકલી બચાવો’ શા માટે જરૂરી,લોકોમાં તેનો પ્રચાર અને શિક્ષણનો પ્રસાર તો ખરો જ. મોહમ્મદ દિલાવરના ઉપરોક્ત અભિયાનને કારણે ચકલી બચાવો’ અભિયાનમાં લોકો વ્યક્તિગત રીતે સક્રિયપણે જોડાવાથી લોકોનો રસ વધ્યો એ વિશે તેઓ કહે છે કે, આ મેં જે ઘરમાં માળા આપ્યા હોય, તે ઘરના બાળકોને ચકલીને અનાજ અને પાણી પૂરું પાડતા જોઈ અને ચકલી તેના બચ્ચાને દાણા ખવડાવતી હોય એ જોઇને આનંદ પામતા બાળકોને જોઈને હું ખુબ ગદગદિત થઇ જાઊ છું. મોહમ્મદ દિલાવર ચકલી વિષયક અભિયાનના સંદર્ભે દેશ-વિદેશમાં ફરતા રહ્યા તેમના આ અભિયાન, તેમજ ચકલી પ્રત્યેની તેમની ચિંતાના કારણે, આ બાબતે વૈશ્વિક સજાગતા આવી. વિશ્ર્વના અનેક દેશોમાં તેમણે ચકલીની પ્રજાતિ વિશેના, ચકલીની ઘટતી જતી સંખ્યા સાથે પર્યાવરણીય અસંતુલનની સંભવિતત્તાના તેમના અધ્યયનના રિસર્ચ પેપર રજૂ કર્યા, તેમજ તેના નિરાકરણ વિશેના ઉપાયો પણ સુચવ્યા. તેમની સંસ્થા નેચર ફોરએવર સોસાયટી’ની ઓફિસમાં એક અનૌપચારિક ચર્ચા દરમિયાન, મહમ્મદ દિલાવરને વિશ્વ ચકલી દિવસ’ મનાવવાનો વિચાર આવ્યો.

જેનો હેતુ આંગણાની ચકલી અને અન્ય સામાન્ય પક્ષીઓના સંરક્ષણનો સંદેશ આપવા માટે એક દિવસ નિર્ધારિત કરવાનો અને પ્રકૃતિના જૈવિય વૈવિધ્યના સૌંદર્યને આવકારીને તેનો ઉત્સવ કરવાના અવસર રુપે નિશ્ચિત દિવસ ચિહ્નિત કરવાનો હતો, કે જેને સામાન્ય રીતે અવગણવામાં આવે છે. મહમ્મદ દિલાવરના પ્રયાસોના પરિણામે, 2010માં પ્રથમ વિશ્ર્વ ચકલી દિવસ વિશ્ર્વના વિવિધ ભાગોમાં ઉજવવામાં આવ્યો. જે હવે દરવર્ષે ઉજવાય છે. આ દિવસની ઉજવણી વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ અને કાર્યક્રમો જેમ કે કલા સ્પર્ધાઓ, જાગૃતિ ઝુંબેશ અને ચકલી બચાવ વિષયક પ્રવૃત્તિઓ પ્રક્રિયાઓ દ્વારા કરવામાં આવે છે.

વિશ્ર્વના અનેક પ્રદેશોમાં ચકલીની સંખ્યામાં 40થી 45 ઘટાડો નોંધાયો છે જે પર્યાવરણીય સમતુલા માટે ખુબ જ જોખમકારક છે

આજે વિશ્વના ત્રીસથી વધુ દેશોમાં 20 માર્ચને ચકલી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ચકલી બચાવ અભિયાન અંતર્ગત મહમ્મદ દિલાવરની સેવા અને પ્રયત્નો માટે તેમને વર્ષ 2008 માટે ટાઈમ મેગેઝીનનુંહીરોઝ ઓફ એન્વાયરમેન્ટ”નું ટાઇટલ આપવામાં આવ્યું છે. ’ટાઇમ્સ નાઉ’એ તેમને ’અમેઝિંગ ઇન્ડિયન’નું બિરુદ આપ્યું છે. લિમકા બુક ઓફ રેકોર્ડ તેમજ ગિનીઝ બુક ઓફ રેકોર્ડમાં તેમને નામે ચકલીના સૌથી વધુ માળાઓ વિતરણ કરવાનો રેકોર્ડ છે.આ ઉપરાંત તેઓ અનેક પુરસ્કારો સન્માનના હક્કદાર બન્યા છે. તેઓ હાલમાં કોમન બર્ડ મોનિટરિંગ ઓફ ઈન્ડિયા’ પ્રોગ્રામ પર કામ કરી રહ્યા છે, જે ભારતમાં જોવા મળતાં, આંગણના, અઢાર જેટલાં સામાન્ય પક્ષીઓની પ્રજાતિઓના મોનિટરિંગમાં મદદ કરશે. એક સમયે ચકલી સમગ્ર ભારતમાં સર્વત્ર જોવા મળતી, સર્વવ્યાપી હતી એ બાબતનો ખ્યાલ આપણને, લોકકથાઓ અને લોકગીતોમાં ચકલીના ઊલ્લેખ જોતાં આવે છે. લોકજીવન સાથે વણાઈ ગયેલી ચકલી બાળમાનસમાં વિસ્મયથી લઈને દીકરી પરના વાત્સલ્ય સુધી વણાયેલી હતી.એટલે જ તો દીકરીને આંગણની ચકલી કહેવાય છે.

દાદી-નાનીની વાર્તામાં,એક હતો ચકો ને એક હતી ચકી…’ ભીની પાટીને સુકાવતાં સુકાવતાં ’ચકી ચકી પાણી પી જા… બે પૈસાનો બરફ દઈ જા’ અને રમતાં રમતાં, ચકીબેન ચકીબેન મારી સાથે રમવા આવશો કે નહીં….આવશો કે નહીં…. બાળકો માટે તો રોજ ચકલી દિવસ….પરી બાળકના ભાવવિશ્વની કલ્પનામય તો ચકલી બાળક માટે જીવતીજાગતી અજાયબી છે. નાનકડા ચકાભાઈ ને ચકીબેન બાલમાનસને પોતાના જેવું જ હર્યુંભર્યું , કલબલાટ કરતું રાખે છે. જયારે ચકલીને બાળકની નજરથી જોઉં ત્યારે ચકલી મને નાનકડી નજીકની સખી જેવી લાગે છે. આટલુ વિરાટ  વિશ્વ, પ્રકૃતિની અનેકોનેક જટિલ, સુંદર, બેનમૂન રચનાઓ. અને એ સૌ વચ્ચે નાની એવી ચકલીનું અસ્તિત્વ! નાનકડી, મીઠડી…અલબત્ત, અનેક પ્રજાતિની જેમ, આવી નાનકડી, નટખટ, નિર્દોષ, વ્હાલી ચકલીનું અસ્તિત્વ આપણી સ્વકેન્દ્રી સ્વાર્થી વૃત્તિ-પ્રવૃત્તિને કારણે આજે જોખમમાં છે. બહુ જૂની વાત નથી, હજુ થોડા વર્ષો પહેલા સુધી લગભગ દરેક ઘરમાં ચકલીઓનો કિલકિલાટ સંભળાતો રહેતો. ઉડતી ઊડતી, મોઢામાં તણખલા અને દાણા લઈ આવીને પંખા, બારીઓ, છાજલી પર બેસીને ચીં ચીં કરી મુક્તી ચકલી, તેની હાજરીથી આખા ઘરને કિલ્લોલ અને સકારાત્મક ઉર્જાથી ભરી દેતી.

આજે એ ચકલી પોતાના અસ્તિત્વ માટે લડી રહી છે. વિશ્ર્વના અનેક પ્રદેશોમાં તેની સંખ્યામાં પાછલાં અમુક વર્ષોમાં, ચાલીસથી પિસ્તાલીસ ટકાનો ઘટાડો નોંધાયો છે.જે પર્યાવરણીય સમતુલા માટે પણ ખૂબ જ જોખમકારક છે. હજુ પણ જો આજ હાલત રહી તો આપણે નવી પેઢીને પુસ્તકોના પાના પર જ ચકલી બતાવી શકીશું. હવે, આપણે શું કરી શકીએ?’ એ સવાલનો જવાબ ત્યારે જ મળે જ્યારે પ્રકૃતિની એક એક રચના, એક-એક જીવ આપણને પોતીકા સ્વજન જેવો લાગે. લીઓ તોલ્સટોય કહે છે કે,સુખની પ્રથમ શરતમાંની એક એ છે કે માણસ અને કુદરત વચ્ચેનો સંબંધ ક્યારેય ન તૂટવો જોઈએ.” તો આપણે છેવટે આપણાં સુખ માટે ય, લૂપ્ત થતી પ્રજાતીઓને બચાવીએ…

You Might Also Like

વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ, એક દુર્ઘટના, અનેક પ્રશ્ર્નો

અહંકાર વિરુદ્ધ આત્મસન્માન: ટીવી પત્રકારત્વના પતન સામે શિક્ષકોનો બુલંદ અવાજ

‘કૃષ્ણાવતારમ પાર્ટ 1’: ભવ્ય વિઝ્યુઅલ્સ વચ્ચે ખૂટતી સંશોધન પ્રામાણિકતા અને ઐતિહાસિક સચોટતા

શિવકુમાર: કોંગ્રેસના સંકટમોચનનો નવો ઉદય

મમતાના ગઢમાં ગાબડું, ભાજપનો ઐતિહાસિક ઉદય

TAGGED: VishwaChakliDiwas, worldCelebrated
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article UPSC પ્રીલીમની તૈયારી કરતાં ઉમેદવારો માટે મહત્વના સમાચાર: લોકસભાની ચૂંટણીને કારણે પરીક્ષા મોકુફ
Next Article ડ્રીમલેન્ડ પાર્ટી પ્લોટ ગ્રુપ દ્વારા પિતાવિહોણી 51 દીકરીઓના સમૂહલગ્નનું આયોજન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

પડધરી પોલીસનું નાક વાઢી નાખતી સ્ટેટ મોનીટરીંગ સેલ : કટિંગ ટાણે જ દરોડો

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટમાં પણ વ્યાપ્ત છે વાઇફ સ્વૅપિંગનું મહાદૂષણ
અયોધ્યામાંથી શ્રીરામનો હાર, ચરણ પાદુકા, ચાંદીની ઈંટો ગુમ!
શાપરમાં વૃધ્ધ રાજવીને બંધક બનાવી 2.47 કરોડની રોકડ, સોનું અને રાયફલની લૂંટ
ઓશોના સામ્રાજ્યની સેકન્ડ-ઇન-કમાન્ડમા આનંદ શીલાની ડાયરી : તેને ન મારશો
અમીરોને કરોડોના હેરકટ અને મધ્યમ વર્ગ પર સરફેસી એક્ટનો કોરડો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Hemadri Acharya Dave

વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ, એક દુર્ઘટના, અનેક પ્રશ્ર્નો

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
Hemadri Acharya Dave

અહંકાર વિરુદ્ધ આત્મસન્માન: ટીવી પત્રકારત્વના પતન સામે શિક્ષકોનો બુલંદ અવાજ

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
Hemadri Acharya Dave

‘કૃષ્ણાવતારમ પાર્ટ 1’: ભવ્ય વિઝ્યુઅલ્સ વચ્ચે ખૂટતી સંશોધન પ્રામાણિકતા અને ઐતિહાસિક સચોટતા

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?