By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    બોર્ડર પર હલચલ વધી! પોતાના જ ઘૂસણખોરોને જોઈને બાંગ્લાદેશ ધૂઆંપૂઆં, ભારત પર લગાવ્યો મોટો આરોપ
    32 minutes ago
    બ્રહ્મોસનો ખૌફ? પાકિસ્તાનના ખાસ મિત્ર તૂર્કિયેના સૂર બદલાયા, કહ્યું- અમને એક ચાન્સ આપો!
    1 day ago
    નેતન્યાહૂએ ટ્રમ્પને બતાવ્યો ઠેંગો! સીઝફાયરના આદેશ છતાં લેબેનોન પર એક જ દિવસમાં 30 હુમલા
    2 days ago
    મૃત્યુના 3 મહિના બાદ આયતુલ્લા અલી ખામેનેઈની દફનવિધિની તૈયારી, ઈરાનમાં 2 કરોડ લોકો ભેગા થશે
    2 days ago
    છોકરીઓ પાંજરામાં કેદ, 700 લોકોએ દુષ્કર્મ કર્યું… બ્રિટનના સાંસદે કર્યા ચોંકાવનારા ખુલાસા
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    અન્નામલાઈના રાજીનામા બાદ દક્ષિણ ભારતના રાજકારણમાં ઉથલપાથલ, ચંદ્રબાબુ નાયડુને ફાયદો
    56 minutes ago
    ભાજપ સાથે મારા વિચારો મેળ નથી ખાતા, નવી પાર્ટી બનાવી આગામી ચૂંટણી લડીશું : અન્નામલાઈ
    59 minutes ago
    દિલ્હી હોટલ પછી બિહારની હોસ્પિટલમાં આગ, 5નાં મોત: 20થી વધુ દાઝ્યા
    22 hours ago
    TCS પછી વિપ્રોમાં ધર્માંતરણનો આરોપ
    22 hours ago
    ટ્રમ્પને સૌથી મોટો ઝટકો: ઈરાન યુદ્ધ રોકવાનો પ્રસ્તાવ US હાઉસમાં પાસ
    22 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતીય ટી20 ટીમનો કેપ્ટન બદલાયો, શ્રેયસ અય્યર લેશે સૂર્યકુમાર યાદવનું સ્થાન
    44 minutes ago
    સૂર્યકુમાર પાસેથી T-20ની કેપ્ટનશીપ છીનવાઈ શકે: ટીમમાં સ્થાન મેળવવું પણ મુશ્કેલ
    22 hours ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, અફઘાનિસ્તાન સામેની સીરિઝ પહેલા વિરાટ કોહલી ટીમમાંથી બહાર
    1 day ago
    ક્રિકેટ ફેન્સ માટે ગુડ ન્યૂઝ! ભારત-ન્યૂઝીલેન્ડની અત્યાર સુધીની સૌથી મોટી સીરિઝનું શેડ્યૂલ જાહેર
    2 days ago
    આ દેશના ડેપ્યુટી PM પણ છે વિરાટ કોહલીના ફેન! આઈપીએલ 2026ની જીત પર આપ્યું મોટું નિવેદન
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    2 days ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    3 days ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    1 week ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    2 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 days ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 days ago
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    7 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શહેરની વિવિધ સબ-રજિસ્ટ્રાર કચેરીમાં ફાયર સેફટી અને પાર્કિગમાં સિક્યુરિટી ગાર્ડની સુવિધા નથી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > શહેરની વિવિધ સબ-રજિસ્ટ્રાર કચેરીમાં ફાયર સેફટી અને પાર્કિગમાં સિક્યુરિટી ગાર્ડની સુવિધા નથી
રાજકોટ

શહેરની વિવિધ સબ-રજિસ્ટ્રાર કચેરીમાં ફાયર સેફટી અને પાર્કિગમાં સિક્યુરિટી ગાર્ડની સુવિધા નથી

Khaskhabar Editor
Last updated: 2025/07/23 at 11:33 AM
Khaskhabar Editor 11 months ago
Share
4 Min Read
SHARE

રિયલ એસ્ટેટ એજન્ટ્સ એસોસિએશન ઓફ રાજકોટ દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત

સ્વચ્છતા, પીવાના પાણી અને બેસવાની વ્યવસ્થાનો અભાવ, શૈચાલય અને ફિલ્ટર પાસે ગંદકી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

- Advertisement -

રાજકોટ શહેરની વિવિધ સબ-રજીસ્ટ્રાર કચેરીઓમાં રોજ આશરે એક હજારથી પણ વધુ નાગરીકો દસ્તાવેજી કામગીરી માટે મુલાકાત લેતા હોય છે. ખુબ જ મહત્વની સરકારી કચેરીઓમાં આજે પણ પ્રાથમિક સુવિધાઓ જેવી કે, સ્વચ્છ શૌચાલય, પિવાનું શુધ્ધ પાણી, સીનીયર સીટીઝનો તેમજ મહિલાઓ માટે વેઇટીંગ એરિયા અને મુલાકાતે આવતા અરજદારો તેમજ નાગરીકો માટે યોગ્ય પાર્કિંગ વ્યવસ્થાની ખુબ જ અછત છે. ત્યારે આ મુદ્દે તાત્કાલિક અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે. રિયલ એસ્ટેટ એજન્ટ્સ એસોસિએશન ઓફ રાજકોટ દ્વારા જિલ્લા કલેક્ટરને શહેરની વિવિધ સબ-રજીસ્ટ્રાર કચેરીઓમાં અરજદારો, નાગરીકો અને રિયલ એસ્ટેટ એજન્ટોને અનેક સુવિધાના અભાવે મુશ્કેલી થઇ રહી હોવાની લેખીતમાં રજૂઆત કરી હતી. જેમાં મહિલાઓ માટે અલગ અને સ્વચ્છ શૌચાલયની અછત, પીવાના પાણીની સુવિધાનો અભાવ, પાણીના ફિલ્ટર જ્યાં મૂક્યા છે ત્યાં યોગ્ય સફાઇના અભાવે ગંદકી જોવા મળી રહે છે, સ્વચ્છ વેઇટીંગ એરીયા, નાગરીકો માટે બેસવાની યોગ્ય વ્યવસ્થા પણ નથી. આ ઉપરાંત પાર્કિગ એરીયામાં એકપણ સિક્યુરીટી ગાર્ડ નથી જેના કારણે પાર્કિંગ એરીયામાંથી વારંવાર નાની મોટી ચોરી થવાના બનાવો બને છે. સૌથી મહત્વનું કે અગ્નિ સુરક્ષા માટે ફાયર સેફટીના સાધનો પણ કચેરીમાં ઉપલ્બધ નથી. આ ગંભીર સમસ્યાઓથી સામાન્ય નાગરીક અને એજન્ટોને રોજ હેરાનગતિ ભોગવવી પડે છે. ત્યારે સબ-રજીસ્ટ્રાર જેવી મહત્વની સરકારી સેવાઓ માટે યોગ્ય સુવિધા પૂરી પાડવા રજૂઆત કરાઇ છે. રિયલ એસ્ટેટ એજન્ટ્સ એસોસિએશન ઓફ રાજકોટના પ્રમુખ અતુલ રાચ્છ, સેક્રેટરી પરેશ રૂપારેલીયા, ઉપપ્રમુખ અમીત વાગડીયા અને જોઇન્ટ સેક્રેટરી પરાગ ચગ સહિતના સભ્યોએ રાજકોટના જિલ્લા કલેકટર સમક્ષ રજૂઆત કરી યોગ્ય કાર્યવાની માગ કરી છે.

સુવિધાની અછત અંગે તાત્કાલીક પગલાં લેવા રજૂઆત
1. શૌચાલયની અછત અને ગંદકી : રાજકોટ શહેરની સબ-રજીસ્ટ્રાર કચેરીઓમાં શૌચાલયની સુવિધા ઉપલબ્ધ કરવી ખાસ કરીને મહિલાઓ માટે સ્વચ્છ અને અલગ શૌચાલયની સુવિધા હોવી અત્યંત જરૂરી છે. હાલ ઉપલબ્ધ નથી તેમજ જે કચેરીઓમાં વર્ષો જુના શૌચાલય છે તે ખુબ જ જર્જરીત હાલત તેમજ સુવિધાઓ વગરના છે, અને ત્યાં એટલી ગંદકી છે કે તેનો ઉપયોગ કરી શકાય તેમ નથી. ઝોન-2 અને ઝોન-8ના શૌચાલય નવા છે પરંતુ ખુબ જ ગંદકી જોવા મળે છે. તેનો ઉપયોગ કરવો અશકય છે.
2. પિવાનું પાણી : સબ-રજીસ્ટ્રાર કચેરીઓમાં શુધ્ધ પીવાના પાણીની કોઇ ચોકકસ વ્યવસ્થા જ નથી અને છે ત્યાં મેઇન્ટેનન્સનો અભાવ તેમજ ગંદકી જોવા મળે છે.
3.વેઇટીંગ એરિયા તેમજ બેઠક વ્યવસ્થા : સબ-રજીસ્ટ્રાર કચેરીઓમાં રોજ અસંખ્ય લોકો દસ્તાવેજી કામકાજ માટે આવતા હોય છે ત્યારે તેમાં વડિલ નાગરિકો તેમજ મહિલાઓ પણ હોય છે. જે લાંબા સમય સુધી ઉભા રહી શકતા નથી. તેથી બેસવાની વ્યવસ્થા અને વેઇટીંગ એરિયાની સુવિધાઓ કરવામાં આવે. તેમજ જયા વર્ષો જુની બેઠક વ્યવસ્થા છે તેમાં નવીનીકરણ કરી યોગ્ય કરવામાં આવે તે જરૂરી છે.
4.પાર્કિંગ તેમજ સિકયુરીટી ગાર્ડ : સબ-રજીસ્ટ્રાર કચેરીઓમાં પાર્કિંગ માટે જગ્યાની અનિયમીતતા અને સિકયોરીટી ગાર્ડ ન હોવાથી વાહન અવ્યવસ્થિત હોય છે. આ સુવિધાથી તે યોગ્ય કરવામાં આવે તે ખૂબ જ આવશ્યક છે.
5. ફાયર સેફટી : સબ-રજીસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજો અને રેકોર્ડસ ખૂબ મોટી સંખ્યામાં રાખવામાં આવે છે. આ બધા દસ્તાવેજો અત્યંત મહત્વપુર્ણ અને કાયદેસર ઉપયોગમાં આવતા હોય છે. તેથી દરેક સબ-રજીસ્ટ્રાર કચેરીઓમાં ફાયર સેફટીના સાધનો, ફાયર એલાર્મ અને ઇમરજન્સી એકઝીટની વ્યવસ્થા હોવી અનિવાર્ય છે.
રાજકોટ એરપોર્ટને વિજયભાઇ રૂપાણી એરપોર્ટ તરીકે નામકરણ કરવા માગ
શહેરના ઇન્ફ્રાસ્ટ્રકચરને સર્વાગી વિકાસ માટે અનન્ય યોગદાન આપનાર સ્વ.વિજયભાઇ રૂપાણીના નામે હિરાસર ગામે આવેલા રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટને નામાંકિત કરવામાં આવે તેવી રિયલ એસ્ટેટ એજન્ટ્સ એસોસિએશન ઓફ રાજકોટ દ્વારા માગ કરવામાં આવી છે. સ્વ.વિજયભાઇ રૂપાણીના નામે વિમાનમથકને નામાંકિત કરવું એ સમગ્ર રાજકોટ શહેર માટે ગૌરવની વાત થશે.

 

- Advertisement -

 

You Might Also Like

ઉદ્યોગકારો માટે વૈશ્ર્વિક તકોના નવા દ્વાર ખુલ્યા: સૌરાષ્ટ્ર કચ્છ ચેમ્બર અને એશિયન આફ્રિકન ચેમ્બર વચ્ચે MoU

આજે કળશ યાત્રા, કાલથી રાજકોટમાં સનાતન સેતુ હનુમંત કથાનો પ્રારંભ

રાજકોટ પોલીસના ચોપડે નોંધાયેલા હત્યાના 3 અનડિટેકટ બનાવ હજુ પણ પડકારરૂપ

પ્રજ્ઞાચક્ષુને માર મારનાર મહિલા PSI 4 દિવસ બાદ સસ્પેન્ડ

રાજકોટના હૃદયસમા સોરઠીયાવાડી ગાર્ડનનું આધુનિક સુવિધાઓ સાથે નવીનીકરણ કરાશે

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રોંગ સાઈડ ડ્રાઈવિંગ કરનાર 30 વાહનચાલકને 48,500નો દંડ, 3 વાહન ડિટેઇન કરાયા
Next Article યમનને ઈઝરાયલની ચેતવણી: હૂથીઓએ શસ્ત્રો ન મૂક્યા તો ખતરનાક પરિણામો ભોગવવા પડશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

બોર્ડર પર હલચલ વધી! પોતાના જ ઘૂસણખોરોને જોઈને બાંગ્લાદેશ ધૂઆંપૂઆં, ભારત પર લગાવ્યો મોટો આરોપ

Khaskhabar Editor Khaskhabar Editor 32 minutes ago
કર્ક રાશિમાં લક્ષ્મી નારાયણ યોગ, બુધ-શુક્રને કારણે જાણો કઈ રાશિના જાતકોને થશે લાભ
ભારતીય ટી20 ટીમનો કેપ્ટન બદલાયો, શ્રેયસ અય્યર લેશે સૂર્યકુમાર યાદવનું સ્થાન
રેપો રેટ ભલે ના બદલાયો, પણ મોંઘવારી મિડલ ક્લાસને રડાવશે! યુદ્ધ અને અલ નીનોના કારણે RBIની ચેતવણી
અન્નામલાઈના રાજીનામા બાદ દક્ષિણ ભારતના રાજકારણમાં ઉથલપાથલ, ચંદ્રબાબુ નાયડુને ફાયદો
ભાજપ સાથે મારા વિચારો મેળ નથી ખાતા, નવી પાર્ટી બનાવી આગામી ચૂંટણી લડીશું : અન્નામલાઈ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

ઉદ્યોગકારો માટે વૈશ્ર્વિક તકોના નવા દ્વાર ખુલ્યા: સૌરાષ્ટ્ર કચ્છ ચેમ્બર અને એશિયન આફ્રિકન ચેમ્બર વચ્ચે MoU

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
રાજકોટ

આજે કળશ યાત્રા, કાલથી રાજકોટમાં સનાતન સેતુ હનુમંત કથાનો પ્રારંભ

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
રાજકોટ

રાજકોટ પોલીસના ચોપડે નોંધાયેલા હત્યાના 3 અનડિટેકટ બનાવ હજુ પણ પડકારરૂપ

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?