વિશાળ રેલી કાઢી સેવકોએ નોંધાવ્યો વિરોધ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.13
જુનાગઢ ગિરનાર પર્વત પર આવેલા ગોરખનાથ મંદિરમાં મૂર્તિ ખંડિત અને મંદિરમાં તોડફોડ કરવાના હીન કૃત્યના વિરોધમાં મહારાષ્ટ્રમાં તીવ્ર પ્રત્યાઘાતો પડ્યા છે.
ગિરનાર ગુરુ દત્ત મહારાજના સેવક ભક્ત ભાવિક જનોએ મહારાષ્ટ્રમાં આ કૃત્યના વિરોધમાં એક વિશાળ રેલી કાઢીને પોતાનો આક્રોશ પ્રદર્શિત કર્યો હતો. દર પૂનમે ગુરુ શિખર ગુરુદત્ત મહારાજના દર્શન કરવા માટે પધારતા મહારાષ્ટ્રના ભાવિકોની લાગણી દુભાઈ હતી. તેઓએ પોતાના વતનમાં વિશાળ રેલી પદયાત્રા કાઢીને આ ઘટનાનો સખત વિરોધ નોંધાવ્યો હતો. આ સેવકોએ ગુજરાત સરકાર સમક્ષ વહેલામાં વહેલી તકે આ હીન કૃત્ય કરનારાઓને પકડી પાડીને આકરો દંડ કરે તેવી ત્યાની ગુજરાત સરકાર પાસે માંગણી કરી હતી. આ રેલીમાં નાથ સંપ્રદાયના અનુયાયીઓ અને ગિરનાર પ્રત્યે પોતાની અડગ શ્રદ્ધા સાથે વિશાલ સંખ્યમાં જોડાયા હતા.
- Advertisement -



