કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવ અંતર્ગત સીએમની વર્ચ્યુઅલ મિટિંગ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.25
જૂનાગઢ જિલ્લામાં કાલથી તા.26, 27, 28 જુનના ત્રિ દિવસીય શાળા પ્રવેશોત્સવની ઉજવણીને અનુલક્ષી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે મળેલી મીટીંગ અંતર્ગત અન્ય જિલ્લાઓની જેમ જૂનાગઢ જિલ્લાના અધિકારીઓ વર્ચુઅલી જોડાયા હતા.
- Advertisement -
જિલ્લા કલેક્ટક કચેરી ખાતે વર્ચ્યુલ મિટીંગનું આયોજન કરાયું હતું. તમામ અધિકારીઓને શાળા પ્રવેશોત્સવ માર્ગદર્શન આપ્યું હતું. તેમજ વધારેમાં વધારે બાળકો-વાલીઓ જોડાય તેવોઅનુરોધ કર્યો હતો. તેમજ તમામ અધિકારીઓ તેમજ શિક્ષકોની મહેમતને કારણે બાળકોનો ડ્રોપ આઉટ રેશીયો ઘટ્યો છે, અને ભાર વિનાનાં ભણતરને કારણે બાળકો શિક્ષણ પ્રત્યે વધારે જાગૃત થયા છે તેમ જણાવ્યું હતું.આ મીટીંગ બાદ જિલ્લામાં શાળા પ્રવેશોની સફળતાપૂર્વક ઉજવણી થાય અને એક પણ બાળક જે પ્રવેશપાત્ર હોય તે પ્રવેશથી વંચિત ન રહી જાય અને સો ટકા નામાંકન થાય તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ શાળા પ્રવોશોત્સવ સંલગ્ન અધિકારીઓને શાળાની સાફ-સફાઇ, પીવાના પાણીની વ્યવસ્થા, પ્રવેશ પાત્ર બાળકોની યાદી તૈયાર કરવી, વૃક્ષા રોપણ કાર્યક્રમ તેમજ વાલીઓના ફિડબેક લેવા અંગે અવગત કર્યા હતાં આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઇ ઠુંમર, અધિક નિવાસી કલેક્ટર એન.એફ.ચૌધરી, પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા, જિલ્લા વિકાસ અધિકારી નિતીન સાંગવાન, મ્યું.કમિશ્નર ઓમ પ્રકાશ સહિતની અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.