રાજકોટમાં 41.7, અમદાવાદમાં 41.6, ગાંધીનગરમાં 41.4 ડિગ્રી તાપમાન
ગુજરાત રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ શરૂ થયો છે. જેમાં મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ઉંચકાયો છે. રાજ્યના 6 શહેરોમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર ગયો છે. સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરમાં 42 ડિગ્રી નોંધાયું છે. તેમજ અમદાવાદમાં 41.6, ગાંધીનગરમાં 41.4 ડિગ્રી તાપમાન રહ્યું છે.
કંડલા એરપોર્ટમાં 41.2, રાજકોટમાં 41.7 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. ડીસા અમે વલ્લભવિદ્યાનગરમાં 40.5 ડિગ્રી તાપમાન રહ્યું છે. તેમજ આગામી દિવસોમાં હજૂ પણ ગરમીનો પ્રકોપ વધવાની આગાહી છે. જેમાં આજે અમદાવાદ શહેરમાં ગરમીનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આવતીકાલે અમદાવાદમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તાપમાનનો આંકડા જોઇએ તો અમદાવાદ 41.6, ડીસા 40.5 તેમજ ગાંધીનગર 41.4 તાપમાન રહ્યું છે.
જયારે સોમવારે તો સુરજ ઉગે તે પહેલા જ વાતાવરણમાં બાફ અને ગરમી જોવા મળતી હતી. સવારના સમયે સ્નાન કરીને બાથરૂમમાંથી નીકળતા લોકો પણ પરસેવે રેબઝેબ થઈ જતા હતા. જયારે સવારે 11 વાગતા તો જાણે આકાશમાંથી અગનગોળા વરસતા હોય તેમ ગરમી પડી રહી હતી. રવીવારે રજાના દિવસે તાપમાનનો પારો 41.8 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો.