2 વર્ષની પ્રતીક્ષાનો અંતઃ લોકોને ટ્રાફિક જામની સમસ્યામાંથી મળશે મુક્તિ
આજે સાંઢીયા પુલની મેયર, મ્યુનિ.કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓએ પુલની કામગીરીની સમીક્ષા કરી હતી
- Advertisement -
ખાસ ખબર
ન્યૂઝ | રાજકોટ
રાજકોટ શહેર અને જામનગર તરફ અવરજવર કરતા હજારો વાહનચાલકો માટે લાંબા સમયની પ્રતીક્ષાનો આખરે અંત આવ્યો છે. નવનિર્મિત સાંઢીયા પુલનું 13 જૂનને શનિવારે સવારે Dy.CM હર્ષ સંઘવી લોકાર્પણ કરશે. આ બ્રિજ ખુલ્લો મુકાતા જ જામનગર રોડ અને તેની આસપાસના વિસ્તારોમાં પીક-અવર્સ દરમિયાન થતા ટ્રાફિક જામમાંથી લોકોને કાયમી મુક્તિ મળશે. છેલ્લા બે વર્ષથી જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી, તે નવનિર્મિત ફોરલેન સાંઢિયા પુલની તમામ ક્ષતિઓ દૂર કરી દેવામાં આવી છે. આ પુલ ખુલ્લો મુકાતાની સાથે જ શહેરની વર્ષો જૂની ટ્રાફિક સમસ્યાનો કાયમી ઉકેલ આવશે. આજે મેયર સહિતના પદાધિકારીઓ દ્વારા બ્રિજની આખરી મુલાકાત લીધા બાદ આજે લોકાર્પણની તારીખ જાહેર કરવામાં આવી છે.
સાંઢિયા પુલની કામગીરી પૂર્ણતાના આરે હોવાથી આજે રાજકોટના મેયર, અન્ય પદાધિકારીઓ અને મ્યુનિસિપલ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે સમીક્ષા માટે પહોંચ્યો હતો. સમગ્ર બ્રિજની બારીકાઈથી ચકાસણી કર્યા બાદ મેયરે સંતોષ વ્યક્ત કર્યો હતો અને જાહેર કર્યું હતું કે બ્રિજનું કામ હવે સંપૂર્ણ રીતે પૂરું થઈ ચૂક્યું છે. ઉલ્લેખનીય છે કે, ગત ૨૯ મેના રોજ જ્યારે મેયર અને પદાધિકારીઓએ સાંઢિયા પુલની સરપ્રાઈઝ મુલાકાત લીધી હતી,




