ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેર પોલીસ દ્વારા ડીજીપી કપ હોકી સ્પર્ધાનું મેજર ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડ ખાતે આયોજન કરાયું હતું. આ ટુર્નામેન્ટમાં પુરુષોની 9 અને મહિલાઓની 4 સહીત કુલ 13 ટીમોએ ભાગ લીધો હતો. આજે ફાઈનલમાં પુરુષમાં રાજકોટ સીટીની ટીમ અને મહિલાઓમાં રાજકોટ રેન્જની ટીમએ જીત હાંસલ કરી છે. રાજકોટમાં યોજાયેલ ડીજીપી કપ હોકી સ્પર્ધાનો આજે ફાઈનલ મેચ યોજાયો હતો પુરુષની ટીમમાં રાજકોટ શહેર પોલીસ અને વડોદરા શહેર ટીમ વચ્ચે ખેલાયો હતો જેમાં રાજકોટ સીટી પોલીસની ટીમ 4-1થી વિજેતા બની હતી વડોદરા સીટી ટીમ રનર્સ અપ અને હથિયારી એકમ તૃતીય સ્થાન પર રહી હતી
- Advertisement -
પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો ખિતાબ રાજકોટ શહેરના ભગીરથસિહ ખેરને પ્રાપ્ત થયો હતો જયારે મહિલાઓની ટીમમાં રાજકોટ રેંજની ટીમનો ભાવનગર રેંજ સામે વિજય થયો હતો મહિલાઓમાં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો ખિતાબ રાજકોટ રેંજના બિંદીશાબેન ગોંડલીયાને મળ્યો હતો આ તકે પોલીસ કમિશ્નર બ્રજેસ ઝા, મનપા કમિશ્નર ડી પી દેસાઈ, એડિશનલ સીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી જગદીશ બાંગરવા, ડીસીપી સજ્જનસિહ પરમાર, ડીસીપી પૂજા યાદવ, એસીપી પઠાણ સહતિના અધિકારીઓ હાજર રહ્યા હતા અને પોલીસ કર્મચારીઓને ખેલદિલીથી જીત હાંસલ કરવા બદલ શુભકામના પાઠવી હતી.