નવમાં નોરતે ગરબા કિંગ અને પાશ્ર્વગાયક દીપક જોશીએ રમઝટ બોલાવી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
નવલી નવરાત્રીનો તહેવાર પૂરો થઈ ગયો છે અને આજે 150 ફૂટ રીંગ રોડ ઉપર અયોધ્યા ચોકડી પાસે જૈન વિઝન અને વિશ્વ વણિક સામાજિક સંગઠન આયોજિત સોનમ-નવનાત રાસોત્સવનો મેગા ફાઈનલ રમાશે. આજે પોતાનું કૌવત દેખાડવા માટે ખેલૈયાઓ થનગની રહ્યા છે. આજે મેગા ફાઈનલમાં વિજેતા થનારા ખેલૈયા ઉપર લાખેણા ઇનામોનો વરસાદ થશે.
આજનું સૌથી મોટું આકર્ષણ અભિનેતા રાહુલ રોય છે. આશિકી ફિલ્મ ફેઈમ રાહુલ રોય ખેલૈયાઓનો ઉત્સાહ વધારવા મહેમાન બનવાનાં છે. આજે ખેલૈયાઓને સ્કૂટર, બાઈક, સાઇકલ, ગોલ્ડ જ્વેલરી, ટીવી, એસી, વોશિંગ મશીન, મોબાઇલ અને ચાંદીના સિક્કા જેવા લાખેણા ઇનામો આપવામાં આવશે.
નવમા નોરતે આ રાસોત્સવને માણવા માટે ઇફકોના ચેરમને સહકારી અગ્રણી દિલીપભાઈ સંઘાણી શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા,ઉંખઉં ગ્રુપના જાણીતા બિલ્ડર અને સેવાભાવી આગેવાન મયુરર્ધ્વજસિંહ જાડેજા, બિલ્ડર જેનીશ અજમેરા, પ્રદેશ ભાજપ કારોબારી દિનેશભાઈ અમૃતિયા,જિલ્લા ભાજપ મંત્રી મનોજભાઈ રાઠોડ, શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમ પૂજારા, પોલીસ ઇન્સ્પેકટર નકુમ, જૈન અગ્રણી મનીષ ઘેલાણી, વિસામણ ગ્રુપના ના રોહિતભાઈ ડોડીયા, મહિલા અગ્રણી સંગીતાબેન શાહ, પૂર્વ કોર્પોરેટર નીતાબેન વઘાશિયા , પ્રમુખ સૌરાષ્ટ્ર કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ નલિન ઝવેરી , જૈન અગ્રણી સંજય લાઠીયા , લોધીકા તાલુકા ભાજપ કોષાધ્યક્ષ નિતીન ભૂવા , ડો. મોહિલ રાઠોડ, રઘુવંશી અગ્રણી અશોક કુંડલિયા, યુસુફભાઈ જોહર કાર્ડ, કોર્પોરેટર નેહલ શુક્લ , ભાજપ મહિલા અગ્રણી અરુણાબેન આડેસરા , સોની સમાજ અગ્રણી નિશાબેન રાણપરા તથા નિતાબેન સોની, વણિક બોર્ડિંગના અતુલભાઈ કોઠારી,ભુપતભાઈ ભુપતાણી, માલવિયા વાડીના પ્રમુખ જયેશભાઇ ધ્રુવ, ભરતસિંહ ઝાલા, દિવ્યરાજસિંહ ગોહિલ, હોટલ વ્રજના સાગરભાઈ મેર સહિતના મહાનુભાવોસહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને ખેલૈયાઓને બિરદાવ્યા હતા.
નવ દિવસના આયોજનની સફળતા માટે સૌએ એકી અવાજે વિશ્વ વણિક સામાજિક સંગઠનનાં પ્રોજેક્ટ ચેરમેન ચંદ્રકાન્તભાઈ શેઠ અને પ્રોજેક્ટ ઇન્ચાર્જ જૈન વિઝનનાં અજીત જૈન અને પદ્માવતીબેન જૈન નું સન્માન પણ કરવામાં આવ્યુ હતું.
નવમાં નોરતે રાસગરબાની રમઝટ બોલાવવા માટે જાણીતા પાશ્વ ગાયક અને ગરબા કિંગ દીપક જોશી સોનમ-નવનાતના આંગણે આવ્યા હતા અને રાસ ગરબાની રમઝટ બોલાવી હતી.
- Advertisement -
આ ગરબાને સફળ બનાવવા માટે ટીમ જૈન વિઝનનાં સંયોજક મિલન કોઠારી અને વિશ્વ વણિક સામાજિક સંગઠનનાં પ્રોજેક્ટ ચેરમેન સી.એમ.શેઠ જયેશ શાહ, સુનીલ શાહ, ભરત દોશી, અજીત જૈન, ગીરીશ મહેતા, મિતુલ વસા, સુનીલ કોઠારી, અખિલ શાહ, હેમલ મહેતા, નીલ મહેતા, રાજીવ ઘેલાણી, તુષાર પતીરા, નીતિન મહેતા, યોગેન દોશી, પરેશ દફતરી, નરેશ મહેતા, ધ્રુમીલ પારેખ, દીપક કોઠારી, પ્રતિક શાહ, કેતન દોશી, નીરવ મહેતા, હિમાંશુ પારેખ, જસ્મીન ધોળકિયા, હિતેશ દેસાઈ, આશિષ શાહ, આશિષ દોશી, નીલેશ તુરખીયા, યોગેશ શાહ, અમિત કોરડીયા, નિર્મલ શાહ, ધવલ મહેતા, મહેશ મણીયાર, ડો. દેવેન કોઠારી, પરાગ મહેતા, સંજય મહેતા, કેતન વખારિયા, જતીન કોઠારી, જય મહેતા, સુધીર પટેલ, દેવાંગ ખજુરીયા, મેહુલ કામદાર, ભરત વખારિયા, મુકેશ ધોળકિયા, ભાગ્યેશ વોરા, સુનીલ વોરા, અતુલભાઈ કોઠારી, જયેશભાઈ ધ્રુવ, અરવિંદભાઈ પાટડીયા,ભાયાભાઈ સાહોલીયા, અશ્વિનભાઈ પટેલ, લલિતભાઈ કુરાણી, કેતન મેસ્વાણી, નીતિનભાઈ માંડલિયા, વિશ્વાસભાઈ મહેતા, રોહન ધ્રુવ, અરવિંદભાઈ શેઠ, દીપકભાઈ કરચલીયા, રાજુ લોઢીયા, હસમુખભાઈ ધંધુકિયા, રસિકભાઈ પાનસુરીયા, કિશોરભાઈ વસાણી વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે
જૈન વિઝન અને વિશ્વ વણિક સામાજિક સંગઠન આયોજિત ગરબાનું થશે સમાપન