ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.24
જૂનાગઢના ગિરનારી ગ્રુપના સમીર દત્તાણી તથા સંજય બુહેચાની સંયુક્ત અખબારી યાદીમાં જણાવવામાં આવે છે કે, જૂનાગઢના ભારતી આશ્રમના લઘુ મહંત શ્રી મહાદેવ ભારતી બાપુ પ્રયાગરાજ ખાતે ચાલી રહેલ મહાકુંભ મેળામાં ભાગ લેવા જઈ રહ્યા છે. ત્યારે એમને જુનાગઢના ગિરનારી ગ્રુપ દ્વારા પૂ. બાપુને હારતોરા કરી તમામ સેવક ગણોનું યાત્રા દરમિયાન સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે અને નિર્વિઘ્ન શુભ યાત્રા પૂર્ણ થાય એવી શુભેચ્છાઓ પાઠવી ગિરનારી મહારાજનો જયકારા કરી પ્રાર્થના કરી તેમના રથ ને પ્રસ્થાન કરાવવામાં આવેલ હતું. આ તકે સમીરભાઈ દવે, સમીરભાઈ ઉનડકટ, સુધીરભાઈ રાજા, અલ્પેશભાઈ મહેતા, કેતનભાઇ રૂપાપરા, સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. તેમ યાદીના અંતે જણાવેલ હતું.
મહાકુંભની યાત્રાએ જતા જૂનાગઢ ભારતી આશ્રમના લઘુમહંત મહાદેવ ભારતીબાપુના રથને પ્રસ્થાન કરાવ્યું



