યુવાનના મૃતદેહને રાજકોટ પીએમ અર્થે ખસેડાયો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.5
ધ્રાંગધ્રા તાલુકાના બાવળી ગામ નજીક કેનાલમાં ગુરુવારે સવારે યુવાનનો મૃતદેહ નજરે પડતાં રાહદારીઓ દ્વારા તાત્કાલિક સ્થાનિક પોલીસને જાણ કરી હતી જેને લઇ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી યુવાનના મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી. સ્થાનિક તરવૈયાઓની મદદથી યુવાનનો મૃતદેહ કેનાલમાંથી બહાર કાઢી સ્થાનિક સરકારી હોસ્પીટલ ખાતે ખસેડી યુવાનના પરિવારજનોની શોધખોળ આદરી હતી જેમાં મૃતક યુવાન રતનપરનો 20 વર્ષીય લલિતભાઈ ઘનશ્યામભાઈ કાણઝરિયા હોવાનું માલિક મળતા મૃતકના પરિવારનો સંપર્ક કરી યુવાનની લાશને પીએમ અર્થે રાજકોટ ખસેડાઇ છે. આ તરફ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ગુન્હો નોંધી યુવાનની મોત પાછળનું કારણ શોધવાની તજવીજ હાથ ધરી છે.