ખનિજ વિભાગએ ઝડપી પાડેલા ટ્રકને ખનિજ માફીયાઓ ધરાહાર લઇ ગયા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.5
સુરેન્દ્રનગર જિલ્લા ચાલતા ગેરકાયદેસર ખનીજના વહીવટીયા ખેલને લઈને હવે ખનિજ માફિયાઓની દાદાગીરી આભને આંબે તેવી થયો ચૂકી છે જેમાં ખનિજ માફિયાઓની દાદાગીરી એટલા હદે વણસી ચૂકી છે કે ખનિજ વિભાગે ઝડપી પાડેલા ટ્રકને દાદાગીરી કરી છોડાવી જાય છે. આ પ્રકારનો વધુ એક કિસ્સો મૂળી ખાતે સામે આવ્યો છે જેમાં મૂળી પંથકમાં થતાં કોલસાના ગેરકાયદે ખનન અને બસમાં આ ગેરકાયદે કોલસો ટ્રકોમાં ભરી વાહન થતો હોય જે અંગે ખનિજ વિભાગના કર્મચારીઓ દ્વારા ગત મંગળવારે મોડી રાત્રે મૂળી તાલુકાના કુકડા ગામ નજીક હાઇવે પર વોચ ગોઠવી કોલસા ભરેલો ટ્રક ઝડપી લીધો હતો જે બાદ ખનિજ માફિયાઓને આ બાબતની જાણ થતાં જ સ્થળ પર જઈ દાદાગીરી કરી ખનિજ વિભાગે ઝડપી પાડેલા ટ્રકને છોડાવી કુકડા નજીક હાઇવે પર ટ્રકમાં ભરેલો ગેરકાયદે કોલસો રોડ પર ખલી કરી ટ્રક લઇ નાશી ગયા હતા આ તરફ ખનિજ વિભાગના મુખ્ય કર્મચારી શાહિલ પટેલ આ વખતે હાજર નહિ હોવાના લીધે તેઓને તાત્કાલિક સંપર્ક કરી ઘટના સ્થળે હાજર કર્યા હતા જે બાદ મૂળી પોલીસ મથકે ખનિજ માફીયાઓ વિરૂદ્ધ ગુન્હો પણ નોંધવાની તજવીજ હાથ ધરી હોવાનું સામે આવ્યું છે પરંતુ આ આખાય પ્રકરણમાં ખનિજ વિભાગનો કોઈ જવાબદાર અધિકારી હાજર નહિ હોવાની પણ ચર્ચા હતી જેમાં ઘટના પૂર્વે કોલસા ભરેલા એકાદ બે ટ્રક તો જવા દીધા હોવાની પણ ચર્ચાએ જોર પકડ્યું છે.