સાબરકાંઠા જિલ્લામાં દિવસેને દિવસે કોરોના સંક્રમણ વધી રહ્યું છે જેને અટકાવવા માટે સ્થાનિક સંસ્થાઓ અને વેપારીઓ દ્વારા સ્વંયભુ બજારો બંધ રાખવાનો નિર્ણય લઈ રહ્યા છે.ખેડબ્રહ્મા, વડાલી,પોશીના જેવા તાલુકા મથક સ્વયંભૂ બજાર બંધ કરવામાં આવ્યા છે ત્યારે સાબરકાંઠા જિલ્લાનું સ્માર્ટ વિલેજ પુંસરી ગામમાં રેપીડ ટેસ્ટ કરતા 8 કેસ પોઝીટીવ આવતા પુંસરી ગામેં સજ્જડ બંધ પાળ્યું છે.પુંસરી ગામ સપ્તાહ માટે સ્વંયભુ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

જગદીશ સોલંકી સાબરકાંઠા