સાબરકાંઠા જિલ્લામાં સોમવારે આવેલા રીપોર્ટ મુજબ નવા ૧૦ કોરોનાના કેસ સામે આવ્યા. જેમાં હિંમતનગરમાં ચિસ્તીયાનગર ખાતે ૪૬ વર્ષિય પુરૂષ, કૈલાદેવી પાર્ક સોસાયટીમાં ૬૪ વર્ષિય મહિલા, ઇડરમાં આનંદનગર ૨૮ વર્ષીય મહિલા, ઇડરના વિરપુર ગામમાં ૪૮ વર્ષીય પુરૂષ, , મસાલ ગામમાં ૩૫ વર્ષીય પુરૂષ, લાલોડા ગામમાં ૫૦ વર્ષીય પુરૂષ, નેત્રામલી ગામમાં ૪૪ વર્ષીય મહિલા, ગોધમજી ગામમાં ૪૩ વર્ષીય પુરૂષ, ખેડબ્રહ્મામાં ખાડીયા ચાર રસ્તા પાસે ૬૨ વર્ષીય પુરૂષ, વડાલીમાં ભાંડવલ ગામમાં ૩૫ વર્ષીય પુરૂષનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા સારવાર અર્થે હોસ્પિટલમા ખસેડવામા આવ્યા હતા.
આમ જિલ્લામાં કોરોનાના ૮૫૬ કેસ નોંધાયા જેમાં અત્યાર સુધીમાં જિલ્લામાં ૭૫૦ દર્દી કોરોના મુક્ત થયા છે.જ્યારે ૯ દર્દીઓના દુ:ખદ અવસાન થયા છે. ૯૭ દર્દી સારવાર હેઠળ છે.
જગદીશ સોલંકી સાબરકાંઠા