By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પુતિને દુનિયાનું ટેન્શન વધાર્યું, યુદ્ધ ખતમ કરવા શાંતિ મંત્રણાનો પ્રસ્તાવ ફગાવ્યો, કહ્યું- ઝેલેન્સ્કી ઈમાનદાર ન લાગ્યા
    4 hours ago
    AI નો સતત વધતો ઉપયોગ આપણા માટે પર્યાવરણીય આફત બનશે, UNના ચોંકાવનારા આંકડા
    4 hours ago
    બોર્ડર પર હલચલ વધી! પોતાના જ ઘૂસણખોરોને જોઈને બાંગ્લાદેશ ધૂઆંપૂઆં, ભારત પર લગાવ્યો મોટો આરોપ
    1 day ago
    બ્રહ્મોસનો ખૌફ? પાકિસ્તાનના ખાસ મિત્ર તૂર્કિયેના સૂર બદલાયા, કહ્યું- અમને એક ચાન્સ આપો!
    2 days ago
    નેતન્યાહૂએ ટ્રમ્પને બતાવ્યો ઠેંગો! સીઝફાયરના આદેશ છતાં લેબેનોન પર એક જ દિવસમાં 30 હુમલા
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કાનૂની હકો નહીં, બાળકની સુખાકારી જ કસ્ટડીનો અંતિમ આધાર…
    2 hours ago
    અખબારમાં ભોજન પીરસવામાં આવશે તો થશે કડક કાર્યવાહી
    2 hours ago
    દિલ્હીમાં ‘વંદા’ ઉમટી પડ્યાં
    2 hours ago
    દેશમાં પેટ્રોલ કરતાં ₹20 સસ્તું મળશે ‘E85’ બળતણ
    2 hours ago
    ફાયરિંગ કેસમાં ખાન સર આત્મસમર્પણ કરશે નહીં
    3 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    T20 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત: શ્રેયસ અય્યર કૅપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, સૂર્યકુમાર યાદવ આઉટ
    4 hours ago
    ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ
    1 day ago
    ભારતીય ટી20 ટીમનો કેપ્ટન બદલાયો, શ્રેયસ અય્યર લેશે સૂર્યકુમાર યાદવનું સ્થાન
    1 day ago
    સૂર્યકુમાર પાસેથી T-20ની કેપ્ટનશીપ છીનવાઈ શકે: ટીમમાં સ્થાન મેળવવું પણ મુશ્કેલ
    2 days ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, અફઘાનિસ્તાન સામેની સીરિઝ પહેલા વિરાટ કોહલી ટીમમાંથી બહાર
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    3 days ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    4 days ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    1 week ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    2 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 days ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ડમ્પર સાથે કારની ભયાનક ટક્કર, 5 યુવાનનાં મોત
    3 hours ago
    રીબડાનાં ચકચારી અમિત ખૂંટ આપઘાત કેસમાં સંડોવાયેલ પૂજા રાજગોરનું અકસ્માતમાં મોત
    4 hours ago
    ભક્તનું કામ ભગવાન સુધી પહોંચવાનું છે, જ્યારે ભગવાનનું કામ ભક્તનું રક્ષણ અને ઉદ્ધાર કરવાનું છે : ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રી
    4 hours ago
    રાજકોટના અમીન માર્ગ પર RMCનું ડ્રેનેજ ટ્રક ખાડામાં ફસાયું
    5 hours ago
    ‘મોંઘવારીની જેલ’ અને ‘પેપર લીક રથ’થી સરકારને ઘેરવાનો પ્રયાસ
    1 day ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સ્વચ્છ ભારત અભિયાનને 10 વર્ષ પૂર્ણ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > સ્વચ્છ ભારત અભિયાનને 10 વર્ષ પૂર્ણ
રાષ્ટ્રીય

સ્વચ્છ ભારત અભિયાનને 10 વર્ષ પૂર્ણ

Khaskhabar Editor
Last updated: 2024/10/02 at 5:55 PM
Khaskhabar Editor 2 years ago
Share
5 Min Read
SHARE

સ્વચ્છ ભારત મિશન જેટલું સફળ થશે તેટલો જ આપણો દેશ ચમકશે, સૌ સાથે મળીને સ્વચ્છ ભારત બનાવીએ: PM મોદી

ખાસ-ખબર ન્યૂઝ  નવી દિલ્હી

- Advertisement -

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ગાંધી જયંતિ પર, સ્વચ્છ ભારત મિશનની શરૂઆતના 10 વર્ષ પૂરા થવાના અવસર પર રાજધાની દિલ્હીના વિજ્ઞાન ભવનમાં સ્વચ્છ ભારત દિવસ 2024 કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ 9600 કરોડ રૂપિયાથી વધુની સ્વચ્છતા સંબંધિત અનેક પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. આ દરમિયાન મોદીએ કહ્યું કે વિકસિત ભારતની યાત્રામાં અમારા દરેક પ્રયાસો ‘સ્વચ્છતાથી સમૃદ્ધિ’ના મંત્રને મજબૂત કરશે. માત્ર ગંદકી પ્રત્યેની નફરત જ આપણને સ્વચ્છતા તરફ જવા મજબૂર કરી શકે છે અને મજબૂત પણ બનાવશે. મોદીએ કહ્યું- આજે દેશમાં સ્વચ્છતાના કાર્યક્રમો થઈ રહ્યા છે. લોકોએ સ્વચ્છતા અભિયાનને અપનાવ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે ગાંધી જયંતિ નિમિત્તે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે સ્વચ્છ ભારત દિવસ 2024 કાર્યક્રમમાં ભાગ લીધો છે. જે સ્વચ્છતા માટેના સૌથી મહત્વપૂર્ણ જન ચળવળમાંના એક – સ્વચ્છ ભારત મિશનની શરૂઆતના 10 વર્ષ પુરા થવાનું પ્રતિક છે. મોદીએ વધુમાં કહ્યું, હું તમને બધાને વિનંતી કરું છું કે તમે આજે તમારા આસપાસના વિસ્તારમાં સ્વચ્છતા સંબંધિત અભિયાનનો ભાગ બનો. તમારી આ પહેલ ‘સ્વચ્છ ભારત’ની ભાવનાને વધુ મજબૂત કરશે.

‘સ્વચ્છ ભારત’ વિશ્ર્વનું સૌથી મોટું જન આંદોલન: PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 10 વર્ષ પહેલા 2 ઓક્ટોબરે ગાંધી જયંતિના ખાસ અવસરે સ્વચ્છ ભારત મિશનની શરૂઆત કરી હતી અને આજે આ મિશનને 10 વર્ષ પૂર્ણ થયા છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ખૂબ જ ભાવુક થઈ ગયા હતા. તેમણે કહ્યું કે સ્વચ્છ ભારત મિશન લોકોને એકસાથે લાવ્યા છે.આ મિશન હેઠળ લાખો લોકો સ્વચ્છતા અભિયાનમાં જોડાવા લાગ્યા. કોઈએ શૌચાલય બનાવવા માટે પોતાની બકરીઓ વેચી અને કોઈ સૈનિકે સ્વચ્છતા મિશન માટે પોતાનું પેન્શન દાન કર્યું.

- Advertisement -

આજે દેશભરમાં સ્વચ્છતા સંબંધિત કાર્યક્રમો થઈ રહ્યા છે. લોકો તેમના ગામડાઓ, વિસ્તારો, શહેરો, ચાલીઓ, ફ્લેટ અને સોસાયટીઓમાં ભારે ઉત્સાહથી સફાઈ કરી રહ્યા છે. મંત્રીઓ અને અન્ય જનપ્રતિનિધિઓ પણ આ કાર્યક્રમનો ભાગ બની રહ્યા છે. સેવા પખવાડીયાના 15 દિવસમાં દેશભરમાં 27 લાખથી વધુ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સતત પ્રયત્નોથી જ આપણે આપણા ભારતને સ્વચ્છ બનાવી શકીશું.
2જી ઓક્ટોબરે, હું ફરજની ભાવનાથી ભરેલો છું અને એટલો જ ભાવુક છું. આજે સ્વચ્છ ભારત મિશનની યાત્રાએ 10 વર્ષનો માઈલસ્ટોન પારો કર્યો છે. સ્વચ્છ ભારત મિશનની યાત્રા કરોડો ભારતીયોની પ્રતિબદ્ધતાનું પ્રતિક છે. કરોડો ભારતીયોએ તેને પોતાના જીવનનો હિસ્સો બનાવ્યો છે.
આજે, આ મહત્વપૂર્ણ સીમાચિહ્ન પર, સ્વચ્છતા સંબંધિત 10,000 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા છે. મિશન અમૃત અંતર્ગત વોટર અને સીવરેજ પ્લાન્ટ બનાવવામાં આવશે. નમામી ગંગે સાથે જોડાયેલ અથવા કચરામાંથી ગોબર ગેસ બનાવવા માટે પ્લાન્ટ બનાવવામાં આવશે. આજથી 1000 વર્ષ પછી પણ જો 21મી સદીના ભારતનો અભ્યાસ કરવામાં આવે તો સ્વચ્છ ભારત અભિયાન ચોક્કસપણે યાદ આવશે. સ્વચ્છ ભારત આ સદીમાં વિશ્ર્વનું સૌથી મોટું અને સૌથી સફળ જન આંદોલન છે. આ મિશને મને લોકકલ્યાણની સાચી ઉર્જા બતાવી છે. આજે મને યાદ આવે છે, જ્યારે આ અભિયાન શરૂૂ થયું અને કેવી રીતે લાખો લોકો એકસાથે સફાઈ માટે નીકળ્યા. લગ્નોથી લઈને જાહેર કાર્યક્રમો સુધી દરેક જગ્યાએ સ્વચ્છતાનો સંદેશો ફેલાવવામાં આવ્યો હતો. ક્યાંક કોઈ વૃદ્ધ માતાએ પોતાની બકરીઓ વેચીને શૌચાલય બનાવવાના અભિયાનમાં જોડાયા. કોઈએ તેનું મંગળસૂત્ર વેચ્યું. તો કોઈએ શૌચાલય બનાવવા માટે જમીન દાનમાં આપી. એક નિવૃત્ત શિક્ષકે પોતાનું પેન્શન દાન કર્યું. ક્યાંક એક સૈનિકે નિવૃત્તિ પછી મળેલી રકમ સ્વચ્છતા માટે દાનમાં આપી દીધી. જો આ દાન મંદિર કે અન્ય કોઈ કાર્યક્રમમાં આપવામાં આવ્યું હોત તો તે અખબારોની હેડલાઈન બની જાત અને અઠવાડિયા સુધી તેની ચર્ચા થઈ હોત. પરંતુ દેશને જાણવું જોઈએ કે જે લોકોના ચહેરા ક્યારેય ટીવી પર આવ્યા નથી, જેમના નામ અખબારોની હેડલાઇન્સમાં આવ્યા નથી, તેઓએ આ આંદોલનને નવી તાકાત આપી છે. સ્વચ્છતાનાઆ આભિયાનમાં થોડા સમયમાં જ કરોડો ભારતીયોએ કમાલ કરી. દેશમાં 12 કરોડથી વધુ શૌચાલય બનાવવામાં આવ્યા છે. સ્વચ્છ ભારત મિશનની દેશના સામાન્ય લોકોના જીવન પર જે અસર પડી છે તે અમૂલ્ય છે. એક અભ્યાસમાં સામે આવ્યું છે કે સ્વચ્છ ભારત મિશન દ્વારા દર વર્ષે 60 થી 70 હજાર બાળકોના જીવ બચાવવામાં આવી રહ્યા છે.

You Might Also Like

કાનૂની હકો નહીં, બાળકની સુખાકારી જ કસ્ટડીનો અંતિમ આધાર…

અખબારમાં ભોજન પીરસવામાં આવશે તો થશે કડક કાર્યવાહી

દિલ્હીમાં ‘વંદા’ ઉમટી પડ્યાં

દેશમાં પેટ્રોલ કરતાં ₹20 સસ્તું મળશે ‘E85’ બળતણ

ફાયરિંગ કેસમાં ખાન સર આત્મસમર્પણ કરશે નહીં

TAGGED: PM Modi, Swachh Bharat Abhiyan
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કોલકાતા રેપ-હત્યા કેસ, આજે જુનિયર ડૉક્ટરોની રેલી
Next Article આપણાં જીવન પર પૂર્વજોનો પ્રભાવ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મનીષ આચાર્ય

યહૂદી સંસ્કૃતિમાં ગહન વ્યાપારી ડહાપણ

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
સિદ્ધયોગમાં મંત્ર-જાપ, ધ્યાન-સાધના અને કુંડલિની જાગરણનું મહત્ત્વ
વાણી અને વર્તન દ્વારા પરિચય
હવે નાગરિકો તાલુકા મથકેથી જ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લા કલેક્ટરને સીધી રજૂઆત કરી શકશે
ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડની ચૂંટણી બિનહરીફ માટે “લોઢાના ચણા” જેવી સ્થિતિ
ગટરનું ગંદુ પાણી કેનાલમાં બંધ કરીને તળાવમાં ડાયવર્ટ કરાયું
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

કાનૂની હકો નહીં, બાળકની સુખાકારી જ કસ્ટડીનો અંતિમ આધાર…

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાષ્ટ્રીય

અખબારમાં ભોજન પીરસવામાં આવશે તો થશે કડક કાર્યવાહી

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાષ્ટ્રીય

દિલ્હીમાં ‘વંદા’ ઉમટી પડ્યાં

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?