પોલીસે સામૂહિક આત્મહત્યા કે મૃત્યુને લઈને તપાસ હાથ ધરી
મૃતકોમાં 3 મહિલા અને 1 પુરુષ સામેલ છે
- Advertisement -
સુરતમાં 4 લોકોના શંકાસ્પદ મૃત્યુની ઘટના સામે આવી છે. કહેવાઈ રહ્યું છે કે જહાંગીરપુરા રાજન રેસિડેન્સીમાં 4 લોકોએ સાામૂહિક આત્મહત્યા કરી લીધી છે, પરંતુ આ ઘટના અંગે પોલીસે સામૂહિક આત્મહત્યા કે મૃત્યુને લઈને તપાસ હાથ ધરી છે. એક જ પરિવારના 4 સભ્યોના મૃત્યુથી અરેરાટી ફેલાઈ ગઈ છે. રાત્રે સૂતા બાદ સવારે પરિવાર જાગ્યો નહીં. મૃત્યુનું કારણ હાલ અકબંધ છે. તપાસ ચાલુ છે.
સુરતમાં 4 લોકોના શંકાસ્પદ મૃત્યુની ઘટના સામે આવી છે. સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં રાજન રેસિડેન્સીમાં એક ઘરના જ 4 લોકોના મૃત્યુ થયા છે. મૃતકોમાં 3 મહિલા અને 1 પુરુષ સામેલ છે. મૃતકોમાં એક દંપતિ અને 2 સાળીના મૃત્યુ થયા છે.
સામૂહિક આત્મહત્યા કે મૃત્યુ?
- Advertisement -
માહિતી અનુસાર, પતિ-પત્ની અને 1 સાળી સાથે રહેતા હતા. જયારે એન્ય એક સાળી થોડા દિવસ પહેલા સાથે રહેવા આવી હતી. રાતે જમીને ઊંઘતા બાદ સવારે કોઈ ઉઠ્યું જ નહીં. એક પરિજને જણાવ્યું કે તેઓ રાતે દાળભાત જમીને ઊંઘ્યા હતા. પરિવારમાં કોઈ આર્થિક તકલીફ ન હતી. જયારે પાડોશીએ જણાવ્યું કે પરિવારમાં કોઈને કોઈ તકલીફ ન હતી. ત્યારે પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગળની તપાસ શરૂ કરી દીધી છે. FSL ટીમે પણ આ અંગે તપાસ શરૂ કરી દીધી છે. આ સામૂહિક આત્મહત્યા કે મૃત્યુ આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
માહિતી અનુસાર, મૃતકોમાં 3 મહિલાઓ સગી બહેનો છે, જેમના નામ શાંતાબેન, જશુબેન અને ગૌરીબેન છે. ગઈરાતે જશુબેનના પુત્ર મુકેશ વાઢેલના ઘરે જ પરિવાર જમવા ગયો હતો. ત્યારે આ આત્મહત્યા છે કે મૃત્યુ એ અંગે પોલીસ તપાસ કરી રહી છે.