ઇન્ડિયન પ્રીમિયર લીગ સીઝન 13ના ત્રીજા મેચમાં આરસીબીએ સનરાઈઝર્સ હૈદ્રાબાદને 10 રનથી માત આપીને જીતની સાથે પોતાની શરૂઆત કરી છે. વિતેલા સીઝનમાં પોતાના શરૂઆતના 6 મેચ હારનારી આરબીસી માટે આ જીત કોઈ ડ્રીમ સ્ટાર્ટથી ઓછી નથી. શાનદાર શરૂઆતથી ખુશ વિરાટ કોહલીએ જીતનો શ્રેય પોતાના સ્પિનર બોલર યુજવેન્દ્ર ચહલને આપ્યો છે.

વિરાટ કોહલીએ કહ્યું, ‘આ શાનદાર છે, કારણ કે વિતેલા વર્ષે અમે માત્ર હારનારી સાઈડ જ ઉભા હતા, પરંતુ હવે પરિણામ બદલાઈ ગયા છે. અમે એક ટીમ તરીકે સારું રમી હ્યા છીએ અને તેનું પરિણામ જીત તરીકે જોવા મળ્યું છે.’

વિરાટે ચહલના સ્પેલને ટર્નિંગ પોઇન્ટ ગણાવ્યો છે. તેણે કહ્યું કે, ‘ચહલ અમારે માટે શાનદાર સાબિત થયો. ચહલે પૂરી મેચ બદલી નાંખી. ચહલે સાબિત કર્યું કે, શા માટે તે વિશ્વનો સૌથી સારા સ્પિનર્સમાંથી એક છે. હલે આક્રમક બોલિંગ કરી અને મેચ અમારી તરફ કરી.’

વિરાટે ઓપનિંગ પાર્ટનરશિપને પણ મહત્ત્વપૂર્ણ ગણાવી. આરસીબીના કેપ્ટને કહ્યું, ‘દેવદત્ત અને ફિંચ બન્નેએ શાનદાર શરૂઆત અપાવી. ડિવિલિયર્સની બેટિંગના જોરે અમને 160ના સ્કોર સુધી પહોંચવામાં મદદ મળી. દુબુએ અંતિમ ઓવરમાં જે રીતે બોલિંગ કરી તે અમારા માટે સારી સાબિત થઈ.’

જણાવીએ કે, આરસીબીએ પ્રથમ બેટિંગ કરતાં દેવદત્ત પડિકલ અને ડિવિલિયર્સે હાફ સેન્ચુરીના જોરે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 162 રન બનાવ્યા. ટાર્ગેટનો પીછો કરતાં વાર્નરેની ટીમ 19.4 ઓવરમાં 152 રન પર ઓલઆઉટ થઈ ગઈ. ચહલે 4 ઓવરમાં 18 રન આપીને ત્રણ વિકેટ લેવા માટે મેન ઓફ ધ મેચ એવોર્ડ આપવામાં આવ્યો.