ઈરાને તેલ અવીવ પર મિસાઈલો છોડી, ઈઝરાયલે તેહરાન-તબરીઝને ટાર્ગેટ કર્યા
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે એપ્રિલમાં થયેલા યુદ્ધવિરામના 2 મહિના પછી ફરીથી યુદ્ધ શરૂ થઈ ગયું છે. ઈરાને રવિવારે રાત્રે ઈઝરાયલ પર બેલેસ્ટિક મિસાઈલો છોડી. ઈરાનની રેવોલ્યુશનરી ગાર્ડ (IRGC)એ જણાવ્યું કે આ કાર્યવાહી લેબનોનમાં હિઝબુલ્લાહ પર ઈઝરાયલી હુમલાઓના જવાબમાં કરવામાં આવી છે. હુમલાઓ પછી ઈઝરાયલના ઘણા ભાગોમાં સાયરન વાગ્યા અને લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા. તેના જવાબમાં, થોડા કલાકો પછી ઈઝરાયલે ઈરાનમાં વળતો હુમલો શરૂ કર્યો. ઈઝરાયલી સેનાએ કહ્યું કે તેણે પશ્ચિમી અને મધ્ય ઈરાનના સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે. ઈરાની સમાચાર એજન્સી ઈંછગઅ અનુસાર, તેહરાન, તબરીઝ અને ઈસ્ફહાનમાં ઘણા વિસ્ફોટો થયા. ઈંછૠઈ એ દાવો કર્યો કે ઈઝરાયલે હુમલાઓમાં એર-લોન્ચ બેલેસ્ટિક મિસાઈલોનો ઉપયોગ કર્યો. હુમલાઓ બાદ ઈરાને રાજધાની તેહરાનના ઈમામ ખોમેની આંતરરાષ્ટ્રીય એરપોર્ટની આસપાસનો એરસ્પેસ બંધ કરી દીધો. ઈરાકે 72 કલાક અને સીરિયાએ 12 કલાક માટે પોતાનો હવાઈ ક્ષેત્ર બંધ કરવાનો નિર્ણય લીધો છે.
ભારતે નાગરિકોને ઈરાન છોડવાની સલાહ આપી
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે વધતા લશ્કરી તણાવ વચ્ચે ભારતે તેના નાગરિકો માટે નવી એડવાઈઝરી જાહેર કરી છે. ભારતીય દૂતાવાસે લોકોને ઈરાનની યાત્રા ન કરવા અને ત્યાં હાજર ભારતીયોને શક્ય તેટલી વહેલી તકે દેશ છોડવાની સલાહ આપી છે. તેહરાનમાં સ્થિત ભારતીય દૂતાવાસે જણાવ્યું હતું કે, પ્રદેશમાં તાજેતરના ઘટનાક્રમ અને સુરક્ષાની સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય નાગરિકો ઈરાનની યાત્રા ટાળે. દૂતાવાસે ઈરાનમાં રહેતા ભારતીયોને પણ અપીલ કરી છે કે તેઓ ઉપલબ્ધ પરિવહન સાધનોનો ઉપયોગ કરીને શક્ય તેટલી વહેલી તકે દેશ છોડી દે. ભારતીય દૂતાવાસે જણાવ્યું હતું કે તે પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને જરૂર પડ્યે ભારતીય નાગરિકોને શક્ય તમામ મદદ પૂરી પાડવામાં આવશે.
- Advertisement -
ટ્રમ્પે સંયમ રાખવા અપીલ કરી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુને તાત્કાલિક મોટા જવાબી હુમલાથી બચવા કહ્યું હતું. જોકે, આ છતાં ઇઝરાયલે ઇરાનમાં સૈન્ય કાર્યવાહી કરી. ઇરાન અને ઇઝરાયલ વચ્ચે આ તાજો સંઘર્ષ એવા સમયે થયો છે જ્યારે બંને દેશો વચ્ચે યુદ્ધવિરામને લઈને પહેલેથી જ તણાવ હતો.
યુદ્ધવિરામ તૂટવા મામલે અમેરિકા જવાબદાર: ઈરાન
ઈરાને વર્તમાન યુદ્ધવિરામ ભંગ માટે સીધા અમેરિકાને જવાબદાર ઠેરવ્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બઘાઈએ જણાવ્યું કે પ્રદેશમાં ઈઝરાયલની સૈન્ય કાર્યવાહીને અમેરિકી નીતિઓથી અલગ જોઈ શકાય નહીં. બઘાઈના મતે, ઈઝરાયલની તાજેતરની સૈન્ય કાર્યવાહીઓને વોશિંગ્ટનનો ટેકો મળ્યો છે અને આ જ કારણ છે કે સંઘર્ષ ફરી વધી રહ્યો છે.



