ખુવિંજ્ઞહજ્ઞલશભફહ તફિિીંંયત જ્ઞર ઉંફશક્ષ લજ્ઞમત ફક્ષમ લજ્ઞમમયતતયત રજ્ઞીક્ષમ શક્ષ ઇવફિીભવ’ત ઉંફળફ ખફતષશમ
જૈન પક્ષનો આક્ષેપ છે કે, 13મી સદીમાં અલાઉદ્દીન ખીલજીના આક્રમણ સમયે મૂળ જૈન સમરી વિહાર મંદિરને મસ્જિદમાં પરિવર્તિત કરવામાં આવ્યું હતું, જેના સ્તંભો પર આજે પણ જૈન પરંપરાની પ્રાચીન કોતરણી જોવા મળે છે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
ઐતિહાસિક જામા મસ્જિદ વિવાદમાં નવો વળાંક આવ્યો છે. ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સંતસમાજનો દાવો કરવામાં આવી રહ્યો છે. નોંધનીય છે કે, આ સ્થળ જૈન સમરી વિહાર અને શ્રી ચક્રધર સ્વામીનું જન્મ સ્થળ હોવાના દાવા સાથે છેલ્લા છ મહિનાથી સંતો અને વિવિધ સંગઠનો દ્વારા આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. આ વિવાદ વધતાં આખરે પુરાતત્વ વિભાગે મસ્જિદના વર્ષોથી બંધ ભોંયરાનો દરવાજો ખોલીને તપાસ કરતા અંદાજે 700 વર્ષથી બંધ એવા ભોંયરામાંથી 19મા જૈન તીર્થંકર ભગવાન મલ્લિનાથ અને અન્ય જૈન દેવી-દેવતાઓની પૌરાણિક પ્રતિમાઓ મળી આવી છે. જેના પર સંવત 1213નો ઉલ્લેખ કરાયાનું પણ કહેવામાં આવી રહ્યુ છે. આ સમગ્ર કામગીરીનો પુરાતત્વ વિભાગ દ્વારા વીડિયો રિપોર્ટ તૈયાર કરીને ઉચ્ચ સ્તરે મોકલવામાં આવ્યો હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે.
ભરૂચની વિવાદિત જામા મસ્જિદના ભોંયતળિયામાં હિંદુ-જૈન દેવતાઓની અતિપ્રાચીન પ્રતિમાઓ હોવાનો એક વિડીયો સામે આવ્યો છે. આ વિડીયોમાં મસ્જિદના ભોંયરામાં ગણેશજી, હનુમાનજીની પ્રતિમાઓ તેમજ જૈન તીર્થંકર મલ્લિનાથજીની પ્રતિમાઓ જોવા મળે છે.
ભરૂચના સ્વામી મુક્તાનંદે કહ્યું કે આ વિડીયો સાચો છે અને ઘણા સમયથી સંતો જે કહેતા આવ્યા છે તેની પુષ્ટિ પણ કરી રહ્યો છે. સાથે ઉમેર્યું કે ઇતિહાસ ભૂંસી શકાતો નથી અને સત્ય આજે સૌની સામે છે. ઉલ્લેખનીય છે કે ભરૂચની જામા મસ્જિદ હિંદુ-જૈન મંદિરોને તોડીને બનાવવામાં આવી હોવાની વાત હિંદુ સંતો અને સંગઠનો ઘણા સમયથી કહી રહ્યા છે. અગાઉ જાન્યુઆરીમાં ઑપઇન્ડિયાએ એક વિગતવાર અહેવાલ પ્રકાશિત કરીને જણાવ્યું હતું કે કઈ રીતે આ દાવો સાચો છે અને તેનાં ઐતિહાસિક પ્રમાણ અને તથ્યો ઉપલબ્ધ છે.
સ્વામી મુક્તાનંદે કહ્યું કે ભરૂચની જામા મસ્જિદ અજઈં સંરક્ષિત સ્મારક હોવા છતાં અમુક નિયમોનું પાલન કરવામાં આવતું નથી. અમારી માંગ એટલી જ છે કે અજઈંના નિયમો હેઠળ સંચાલન થાય અને નિયમોનું ઉલ્લંઘન કરીને જે પ્રવૃત્તિઓ કરવામાં આવે છે તેની ઉપર સંપૂર્ણપણે રોક લાગે. તાજેતરમાં જ સ્થાનિક પ્રશાસને અહીં ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલું એક વજૂખાનું તોડી પાડ્યું હતું અને અતિક્રમણ દૂર કર્યું હતું. ઉપરાંત ભોંયરામાં જવા માટેના એક દરવાજા પર પણ હાલ સીલ લગાવી દેવામાં આવ્યું છે.
સંતસમાજના મુક્તાનંદ સ્વામીએ એક વીડિયો જાહેર કરીને મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ મળી હોવાનો દાવો કર્યો છે. મુક્તાનંદ સ્વામીના જણાવ્યા અનુસાર, માર્ચ મહિનામાં કરવામાં આવેલી તપાસ દરમિયાન આ વીડિયો રેકોર્ડ કરવામાં આવ્યો હતો. વીડિયોમાં ભોંયરાની અંદર એક કોતરણીવાળી શીલા જોવા મળે છે. જેમાં મૂર્તિઓ જેવી આકૃતિઓ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. મુક્તાનંદ સ્વામીએ વધુમાં દાવો કર્યો છે કે, મસ્જિદ પરિસરમાં આવેલા કૂવાની યોગ્ય રીતે સફાઈ અને વૈજ્ઞાનિક તપાસ કરવામાં આવે તો વધુ મૂર્તિઓ અથવા ઐતિહાસિક અવશેષો મળી શકે છે. તેમના આ નિવેદન બાદ સમગ્ર મામલે ફરી ચર્ચા અને વિવાદ તેજ બન્યો છે.



