ગુજરાતમાં દારૂબંધીનો કાયદો અમલમાં છે. જોકે આ કાયદો માત્ર નામ પુરતો હોય તેમ લાગી રહ્યું છે. સુરતમાં એક બુટલેગર એક બે નહીં પણ ચાર જેટલા કોથળા મોપેટ પર લઇને જાહેરમાં ફરતા જોવા મળ્યો હતો. એક જાગૃત નાગરિકે પોલીસને જાણકારી આપતા બુટલેગરને પોલીસે ઝડપી જેલના સળિયા પાછળ ધકેલ્યો છે.
ખટોદરા પોલીસ મથકની હદમાં આજે એક યુવાન મોપેટ પર એક બે નહીં પણ ચાર જેટલા દારૂના કોથળા લઇને જતા હતો.
ત્યારે શહેરના એક જાગૃત નાગરિકે આ મામલે પોલીસને ફરિયાદ કરી હતી. પોલીસ તાત્કાલિક પહોંચી ત્યારે બુટલેગર મોપેટ પર કાર કોથળામાં દારૂ લઈને જતો હતો તે જોને પોલીસ પણ આશ્ચર્યમાં મુકાઈ ગઈ હતી. દારૂ લઈને જતા ઈસમને પોલીસે ઝડપી પાડીને તેની પૂછપરછ કરતા પોતાનું નામ રણજીત જણાવ્યું હતું. દારૂ ક્યાંથી લાવ્યો છે એવું પૂછતાં તેણે આભવા ગામથી દેશી દારૂ લાવ્યો હોવાની કબૂલાત કરીજેનો અર્થ સ્પષ્ટ થાય છે કે આભવા ગામમાં દેશી દારૂ ખૂબ મોટા પ્રમાણમાં મળી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી તે આભવાથી દારૂ લાવતો હોવાની કબૂલાત કરી છે. ત્યારે મહત્વની બાબત એ છે કે પોલીસને આ બાબતની કેમ જાણ નથી. રણજીત જેવા અનેક ઈસમો પોતાના મોપેડ પર જ દેશી દારૂની ખેપ મારતા હોવાનું પોલીસને પણ માહિતી હોય છે પરંતુ બૂટલેગરસાથેનીમિલીભગતનાકારણેતેઓસખ્તાઇપૂર્વકની કામગીરી કરતા નથી હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. આ ઈસમ દારૂ સુરતના અલગ અલગ વિસ્તારમાં સપ્લાય કરતો હોવાની કબૂલાત કરતા પોલીસે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે. બીજી બાજુ મોપેટ પર દારૂ લઈને જવાનો વીડિયો સોશલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં કુતુહલ સર્જાયું હતું.
- Advertisement -
રીપોટ
ક્રિશાંગ ગાંજાવાલા
સુરત



