નોન-વોલેટાઇલ મેમરી ડિવાઇસ, ગ્રાફિન ડિફેક્ટ્સ અને ’સુપર હાઇડ્રોફોબીક’ સપાટીના સંશોધનો રજૂ કરાયા; યુવા સંશોધકોને એવોર્ડ્સ એનાયત
આયન બીમ સંશોધન પર ઊર્જાસભર ચર્ચા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને IUAC(ઇન્ટર-યુનિવર્સિટી એક્સિલરેટર સેન્ટર), નવી દિલ્હીના સંયુક્ત ઉપક્રમે આયોજિત આઠમી આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ (ઈંઈગઈંઇ-2025)નો ત્રીજો અને અંતિમ દિવસ વૈજ્ઞાનિક ચર્ચા અને સંશોધન રજૂઆતોના ઉત્સાહભર્યા માહોલ સાથે સંપન્ન થયો હતો. આ આંતરરાષ્ટ્રીય સેમિનાર કુલપતિ પ્રોફેસર ઉત્પલ જોશી અને IUACના ડાયરેક્ટર પ્રોફેસર અવિનાશ પાંડેના માર્ગદર્શન હેઠળ ભૌતિકશાસ્ત્ર અને નેનો સાયન્સ ભવનની ટીમોના પરિશ્રમથી સફળ બન્યો હતો.
કોન્ફરન્સના પ્રથમ સત્રમાં પ્રોફેસર એસ. વી. એસ. નાગેશ્વર રાવે “આયન બીમ દ્વારા નોન-વોલેટાઇલ મેમરી ઉપકરણોનું અભ્યાસ” વિષય પર વ્યાખ્યાન આપ્યું, જેમાં તેમણે રેઝિસ્ટિવ રેમ અને ફેઝ-ચેન્જ મેમરીની સ્થિરતા પર આયન બીમની અસર સમજાવી. ત્યારબાદ મિસ કેરોલિન ફ્રેંક એ ગ્રાફિનમાં આયન બીમથી ઉત્પન્ન થતી સૂક્ષ્મ ખામીઓનો રામન સ્પેક્ટ્રોસ્કોપી દ્વારા અભ્યાસ રજૂ કર્યો હતો.
બીજા સત્રમાં ડો. વિકાસ શર્માએ પારદર્શક ઇલેક્ટ્રોડ્સ (જેમ કે ઈંઝઘ) પર ઝડપી ભારે આયન, નીચી ઊર્જાના આયન અને ગામા કિરણોના પ્રભાવ અંગે માર્ગદર્શન આપ્યું હતું. ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાઝ્મા રિસર્ચના વૈજ્ઞાનિક દ્વારા એર કન્ડિશનમાંથી પાણીનો બગાડ અટકાવવા માટે આયન બીમનો ઉપયોગ કરીને “સુપર હાઇડ્રોફોબીક” સપાટી બનાવવાની નવીન સંશોધન પદ્ધતિ પર લેક્ચર આપવામાં આવ્યું હતું.
ત્રીજા સત્રમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ડો. પિયુષ સોલંકીએ “આયન ઇરેડિએશન બાદ મેંગનાઇટ ઇન્ટરફેસમાં પરિવહન વર્તન અને પ્રતિરોધ” પર પોતાના સંશોધનના પરિણામોની વિગત રજૂ
કરી હતી.
અંતિમ દિવસે યોજાયેલા સમાપન સત્ર (ટફહયમશભજ્ઞિિું જયતતશજ્ઞક્ષ)માં ત્રણ દિવસ દરમિયાન રજૂ થયેલા મહત્વપૂર્ણ સંશોધનોનું સંક્ષિપ્ત સમીક્ષણ થયું હતું. આ પ્રસંગે શ્રેષ્ઠ ઓરલ અને પોસ્ટર પ્રેઝન્ટેશન માટે યુવા સંશોધકોને એવોર્ડ્સ અને સન્માન આપવામાં આવ્યા હતા. ત્રણ દિવસ દરમિયાન રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના વૈજ્ઞાનિકો વચ્ચે જ્ઞાન અને અનુભવનું સક્રિય વહન થયું, જેણે યુવા સંશોધકોને સંશોધન ક્ષેત્રે નવા અવકાશો શોધવા માટે પ્રેરણા આપી.
કોન્ફરન્સના સંચાલનમાં ડો. મેઘા વાગડીયા, ડો. અશ્વિનીબેન જોશી, ડો. પ્રિયા પટેલ, ડો. ભારવી હિરપરા, ડો. પંડ્યા અને ડો. નીતુ ચંદ્રવાડીયા સહિતની ટીમે 14 જેટલા સત્રોનું સફળતાપૂર્વક સંચાલન કર્યું હતું. એબસ્ટ્રેક્ટ બુક અને પોસ્ટર ડિઝાઈનિંગમાં ડો. સાવન કતબા, ચિંતન પંચાસરા અને ઉદયભાઈએ જહેમત ઉઠાવી હતી.



