ધીરેનના મિત્રના ઘરેથી ડુપ્લીકેટ પાસપોર્ટની ઝેરોક્ષ કબ્જે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
- Advertisement -
જૂનાગઢ રાજ્યના ટોપ-20 લિસ્ટેડ બુટલેગર ધીરેન કારીયાને જેલમાંથી છુટી વિદેશ ભાગી જવાના પ્રયાસો શરૂ કર્યા હતા. ત્યારે આ બાબતની પોલીસને જાણ થતા સમગ્ર પ્રકરણ બહાર લાવવામાં પોલીસને સફળતા મળી હતી.
જૂનાગઢમાં ગણેશ નગર શેરી નં.8માં રહેતા તેના મિત્ર અમિત ઉર્ફે ચેમ્પિયન ધીરૂભાઇ રાઠોડને સાચવવા માટે આપેલ હોવાની અને હાલ જેલમાં રહેલ ધીરેન કારીયા જેલમાંથી છુટી ડુપ્લીકેટ પાસપોર્ટનો ઉપયોગ કરી વિદેશ ભાગી જવાની ફિરાકમાં હોવાની ખાનગી રાહે બાતમી મળતા એ-ડીવીઝન પોલીસ સ્ટેશના પીએસઆઇ ઓ.આઇ.સીદી અને સ્ટાફે 12મેના રોજ સાંજે અમિત ઉર્ફે ચેમ્પિયનના ઘરે તપાસ કરતા રૂમમાં પલંગ ઉપરના ગાદલા નીચેથી દુધિયા કલરનું બંધ કવર મળી આવ્યુ હતુ. અમિત રાઠોડની પૂછપરછ કરતા તેણે 7 મહિના પહેલા કવર મિત્ર ધીરેન કારીયાએ આપ્યુ હોવાનું જણાવ્યુ હતુ. આ કવર પોલીસે પંચ રૂબરૂ ખોલતા તેમાંથી ધીરેન કારીયાના ડુપ્લીકેટ પાસપોર્ટની કલર ઝેરોક્ષ મળી આવતા કવર કબ્જે કરી પીએસઆઇ સીદીએ ફરિયાદી બની ધીરેન કારીયા સામે છેતરપીંડીનો ગુનો દાખલ કરાવી વધુ તપાસ હાથ ધરી હતી.