સોરઠમાં મોનસુન એક્ટિવિટીની શરૂઆત
જિલ્લાના તાલુકાઓમાં છુટાછવાયા વરસાદી ઝાપટાં: સોરઠ પંથકમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા પાકને નુકસાન
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.16
જૂનાગઢ સામાન્ય રીતે 1 જૂન આસપાસ કેરળ ચોમાસુ આવે છે અને 15 જુન આસપાસ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળે છે.ત્યારે હવામાન વિભાગની આગાહીના પગલે મોનસુન સિસ્ટમમાં ફેરફાર થતા તા.16 મે સુધી વરસાદી ઝાપટા સાથે ભારે પવન ફુંકાશે અને મીની આંધી જેવો માહોલ જોવા મળશે ત્યારે આ આગાહીના લીધે સોરઠ પંથકમાં છેલ્લા બે દિવસથી મીની આંધી સાથે જિલ્લના અનેક તાલુકામાં છુટાછવાયા વરસાદી ઝાપટા શરૂ થયા છે.તેની સાથે જૂનાગઢ શહેરમાં બે દિવસથી મીની વાવાઝોડા સાથે વરસાદ જોવા મળી રહ્યો છે. શહેરના કેટલાક ભાગોમાં વરસાદ તો બીજા અન્ય ભાગો કોરા ધાકડ જોવા મળ્યા હતા.અને દિવસ ભર મિશ્ર ઋતુનું વાતાવરણ જોવા મળ્યું હતું. બપોરે ગરમી સાંજે વરસાદ અને રાત્રે મીની આંધીના દ્રશ્યો જોવા મળ્યા હતા.
જૂનાગઢ શહેર સહીત તાલુકાઓમાં છુટાછવાયા વરસાદી ઝાપટા સાથે ભારે પવન જોવા મળ્યો હતો સામાન્ય રીતે 1 જૂન પછી વરસાદી માહોલ સર્જાતો હોઈ છે તેના બદલે જાણે મોનસુન એક્ટિવિટીની શરૂઆત થઇ હોઈ તેવો માહોલ જોવા મળી રહ્યો છે.જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડતા ખુલ્લા ખેતરમાં પડેલ પાકને નુકશાની ભીતિ સેવાઈ રહી છે.બીજી તરફ મીની વાવાઝોડાના લીધે કેસર કેરી, ચીકુ, જાંબુડા સહીત બાગાયત પાકને નુકશાન થયું હોઈ તેવા સમાચાર મળી રહ્યા છે.એક તરફ કેસર કેરીનું પહેલાજ ઉત્પાદન ઓછું થવાના એંધાણ હતા ત્યારે કેરીની ફૂલ સીઝન સમયે મોનસુન સિસ્ટમ સક્રિય થતા કેસર કેરીની બાગાયત ખેતી કરતા ખેડૂતોને વધુ નુકશાની સહન કરવાનો વારો આવ્યો છે.
- Advertisement -
જૂનાગઢ શહેરમાં બપોરે 42 ડિગ્રી તાપમાન જોવા મળતા લોકો ભારે ગરમીના લીધે અકળાઈ ઉઠ્યા હતા ત્યાર બાદ સાંજે ફરી વાતાવરણમાં પલટો આવતા અચાનક આકાશમાં વાદળો ઘેરાવા લાગતા વરસાદી માહોલ વચ્ચે વરસાદ શરુ થતા અનેક વિસ્તારોના રસ્તા પર પાણી ફરી વળ્યાં હતા જોકે વાદળછાયા વાતાવરણના લિધે ગરમીથી થોડી રાહત મળી હતી ત્યાર રાત્રે ફરી મીની વાવાઝોડાના દ્રશ્યો જોવા મળ્યા હતા આમ બે દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે.
જૂનાગઢ સહિત અનેક વિસ્તારોમાં સવારથી વરસાદી ઝાપટાં
જૂનાગઢ શહેર સહીત અનેક તાલુકામાં ત્રીજા દિવસે પણ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે જેમાં આજ સવારથી વાદળછાયું વાતાવરણ વચ્ચે ઝાંઝરડા ચોકડી સહીત અનેક વિસ્તરામાં વરસાદી ઝાપટા પડ્યા હતા અને રસ્તાઓ ભીના થયા હતા ત્યારે વરસાદી માહોલ વચ્ચે ઠંડક અને ગરમીનો એહસાસ જોવા મળે છે.શહેરમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ વચ્ચે બાળકો પણ અતિશય ગરમીમાં નાહવાની મોજ લીધી હતી અને થોડીવાર ઠંડકનો એહસાસ થતા રાહત જોવા મળી હતી આમ ત્રીજા દિવસે પણ મિશ્ર ઋતુનો લોકો સામનો કરી રહ્યા છે.