By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું
    21 hours ago
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    3 days ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    3 days ago
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    6 days ago
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પેઇનકિલર્સ અને એન્ટિબાયોટિક્સ દવાઓના મનસ્વી ઉપયોગ પર લગામ : ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના વેચાણ પર નિયંત્રણ
    21 hours ago
    આવતા મહિને લૉન્ચ થશે 100% ઈથેનોલવાળી કાર
    22 hours ago
    મોંઘવારીથી પ્રજા ત્રાહીમામ
    2 days ago
    દેશમાં 17 વર્ષનું સૌથી સૂકું ચોમાસું
    2 days ago
    દિલ્હી ફરી શર્મસાર : ‘પોલીસ છીએ’ કહી કાલકાજી પાર્કમાં 3 નરાધમોએ સગીરાને પીંખી નાખી
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    28 વર્ષનો ઇંતજાર ખતમ : એશિયન ગેમ્સમાં મીરાબાઇએ ભારતને સિલ્વર અપાવ્યો
    21 hours ago
    T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું
    2 days ago
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    6 days ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    1 week ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    3 days ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: BRTS અને સિટી બસમાં નિ:શૂલ્ક મુસાફરીની જાહેરાત કરતાં સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > BRTS અને સિટી બસમાં નિ:શૂલ્ક મુસાફરીની જાહેરાત કરતાં સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકર
રાજકોટ

BRTS અને સિટી બસમાં નિ:શૂલ્ક મુસાફરીની જાહેરાત કરતાં સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકર

Khaskhabar Editor
Last updated: 2024/07/15 at 5:36 PM
Khaskhabar Editor 2 years ago
Share
6 Min Read
SHARE

રાજકોટમાં દિવ્યાંગો, થેલેસેમિયાગ્રસ્ત, સિનિયર સિટિઝન અને જૂવેનાઈલ ડાયાબિટિસગ્રસ્ત વ્યક્તિઓ બસમાં નિ:શૂલ્ક મુસાફરી કરી શકશે

આજથી તમામ સિવિક સેન્ટરો ખાતે ફ્રી પાસ મેળવી શકાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

- Advertisement -

વર્ષ 2024-25ના બજેટ અંતર્ગત લેવાયેલા નિર્ણયના અનુસંધાને સિનિયર સીટીઝન, દિવ્યાંગો (21 કેટેગરી), થેલેસેમિયાગ્રસ્ત, જૂવેનાઈલ ડાયાબિટીસગ્રસ્તને સીટી બસ સેવા તથા બીઆરટીએસ બસ સેવામાં ફ્રી મુસાફરી લોકભોગ્ય યોજનાની આજરોજ જાહેરાત સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે કરી હતી. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાણાંકીય વર્ષ 2024-25 માટે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂર કરવામાં આવેલા બજેટના અનુસંધાને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર દ્વારા ગત સપ્તાહે તમામ લગત શાખાધિકારીઓ સાથે બજેટમાં જાહેર થયેલી યોજનાઓની સમયબદ્ધ અમલીકરણના સ્ટેટસ રિવ્યુ અંગે મિટીંગ કરવામાં આવી હતી જેના ભાગરૂપે સીટી બસ સેવા અને બીઆરટીએસ બસ સેવા અંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દ્વારા વિસ્તૃત માહિતી મેળવવામાં આવી હતી.
રાજકોટ મહાનગરપાલિકા નિર્મિત રાજકોટ રાજપથ લિ. દ્વારા શહેરી બસ સર્વિસ તથા બીઆરટીએસ બસ સર્વિસનું સંચાલન કરીને રાજકોટ શહેરના લાખો નાગરિકોને જાહેર પરિવહનની સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા. 19-2-2024ના રોજ નાણાંકીય વર્ષ 2024-25ના અંદાજપત્ર અંતર્ગત વરિષ્ઠ નાગરિકો (સિનિયર સીટીઝન), દિવ્યાંગો, થેલેસેમિયાગ્રસ્ત તથા જૂવેનાઈલ ડાયાબિટીસગ્રસ્ત નાગરિકોને સીટી બસ સર્વિસ તથા બીઆરટીએસ બસ સર્વિસ અંતર્ગત ફ્રી મુસાફરી યોજના અંગેની જાહેરાત કરવામાં આવેલ, જેનું ત્વરિત અમલીકરણ કરાવવા સંબંધિત અધિકારીઓને રિવ્યુ મિટીંગ દરમિયાન સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર દ્વારા જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

જેના અનુસંધાને રાજકોટ રાજપથ લિ. દ્વારા બીઆરટીએસ બસ સર્વિસ તથા શહેરી બસ સર્વિસમાં વરિષ્ઠ નાગરિકો (સિનિયર સીટીઝન), દિવ્યાંગો, થેલેસેમિયાગ્રસ્ત તથા જૂવેનાઈલ ડાયાબિટીક મુસાફરોને શહેરી બસ સર્વિસ અંતર્ગત મફત મુસાફરી કરવા જરૂરી નિયમાનુસારની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવેલી છે. આ યોજનાનો લાભ મેળવવા ફ્રી મુસાફરી પાસ માટેના અરજીપત્રક આજરોજ સોમવારથી જ રાજકોટ મહાનગરપાલિકાના તમામ સિવિક સેન્ટર તેમજ વોર્ડ ઓફિસેથી મળી શકશે. જરૂરી આધાર પુરાવા સાથે સંપૂર્ણ વિગતો ભરેલું કેટેગરીવાઈઝ ફોર્મ સવારે 10-30થી બપોરે 3-30 સુધીમાં સિવિક સેન્ટર સેન્ટ્રલ ઝોન, સીટી સિવિક સેન્ટર ઈસ્ટ ઝોન, સીટી સિવિક સેન્ટર વેસ્ટ ઝોન, સીટી સિવિક સેન્ટર અમીન માર્ગ, સીટી સિવિક સેન્ટર કૃષ્ણનગર, સીટી સિવિક સેન્ટર દેવપરા શાક માર્કેટ પાસે, કોઠારીયા રોડ રાજકોટ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાની તમામ વોર્ડ ઓફિસે સ્વીકારવામાં આવશે.

- Advertisement -

થેલેસેમિયાગ્રસ્ત, જૂવેનાઈલ ડાયાબિટીક તેમજ દિવ્યાંગોની 21 કેટેગરીમાં સમાવિષ્ટ મુસાફરોએ બસમાં ફ્રી મુસાફરીના પાસ મેળવવા માટે બે પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફસ (એક ફોટો ફોર્મમાં ચોંટાડવો અને એક ફોટો સાથે જોડવો), ફોટો આઈ.ડી. પ્રુફની નકલ (પાનકાર્ડ, ઈલેકટશન કાર્ડ, આધારકાર્ડ, ડ્રાઈવીંગ લાયસન્સ), એડ્રેસ પ્રફુની નકલ (રેશનકાર્ડ, ગેસ કનેકશન બીલ, ઈલેકટ્રીસીટી બીલ) તેમજ દિવ્યાંગો માટે સિવિલ સર્જનનો દાખલો સંપૂર્ણ ભરેલ અરજીપત્રક સાથે રજૂ કરવાના રહેશે.
60 વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતા વરિષ્ઠ નાગરિકોએ ફ્રી મુસાફરીના પાસ મેળવવા માટે બે પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ્સ (એક ફોર્મમાં ચોંટાડવો અને એક સાથે જોડવો), ફોટો આઈ.ડી. પ્રુફની નકલ (પાનકાર્ડ, ઈલેકશન કાર્ડ, આધારકાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ), એડ્રેસ પ્રુફની નકલ (રેશનકાર્ડ, ગેસ કનેકશન બીલ, ઈલેકટ્રીક બીલ) સંપૂર્ણ ભરેલ અરજીપત્રક સાથે રજૂ કરવાના રહેશે.

રાજકોટ રાજપથ લિ. દ્વારા નિયત કરવામાં આવેલા દિવ્યાંગ વ્યક્તિઓની કેટેગરીમાં અંધત્વ, આનુવંશિક કારણોથી થતા સ્નાયુક્ષય, સાંભળવાની ક્ષતિ, ક્રોનિક ન્યુરોલોજીકલ સ્થિતિ, સામાન્ય ઈજા જીવલેણ રક્તસ્ત્રાવ, ઓછી દૃષ્ટિ, ધ્રુજારી સ્નાયુબદ્ધ કઠોરતા, બૌદ્ધિક અસમર્થતા, હિમોગ્લોબિનની ઘટેલી માત્રા, રક્તપિત સાજા થયેલા, દીર્ઘકાલીન અનેમિયા, એસીડના હુમલાનો ભોગ બનેલા, હલનચલન સાથે અસશક્તતા, સેરેબલપાલ્સી, વામનતા, માનસિક બીમાર, બહુવિધ સ્કલેરોસિસ- શરીરની પેશીઓ કઠણ થવાની વિકૃતિ, ખાસ અભ્યાસ સંબંધિત દિવ્યાંગતા, વાણી અને ભાષાની અશક્તતા, ચેતાતંત્ર- ન્યુરોની વિકાસલક્ષી સ્થિતિમાં ક્ષતિ, બહેરા અંધત્વ સહિત અનેક અપંગતા જેવી જુદી જુદી 21 કેટેગરીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ યોજનાનો લાભ મેળવવા માટે પાસ કચેરીના કામના દિવસોમાં ઈસ્યુ કરવામાં આવશે, પાસ ધરાવનારે મુસાફરી દરમિયાન ઓરિજીનલ પાસ સાથે રાખવાનો રહેશે, પાસની ઝેરોક્ષ કે ડુપ્લીકેટ પાસ માન્ય રહેશે નહીં અન્યથા નિયમાનુસારનો દંડ વસુલ કરવામાં આવશે, કોઈ પણ સંજોગોમાં પાસ ધરાવનાર વ્યક્તિ પોતાનો પાસ અન્ય કોઈ વ્યક્તિને મુસાફરી માટે આપી શકશે નહીં કે તબદિલ કરી શકશે નહીં. કોઈ વ્યક્તિના પાસનો ઉપયોગ અન્ય કોઈપણ વ્યક્તિ કરી શકશે નહીં. આમ જણાયેથી સ્થળ પર જ પાસ જપ્ત કરી નિયમાનુસારનો દંડ વસુલવામાં આવશે.

પાસ ખોવાય જાય, ખરાબ થાય, ધોવાય જાય કે ફાટી જાય તેવા કિસ્સામાં અરજદારે નવેસરથી અરજી પ્રક્રિયા કર્યા બાદ જ અરજદારને નવો પાસ કાઢી આપવામાં આવશે, મુસાફરી દરમિયાન સંસ્થાના ફરજ પરના અધિકારી કે ચેકીંગ સ્ટાફ દ્વારા પાસ ચકાસણી માટે માગવામાં આવે ત્યારે પાસ બતાવવાનો રહેશે. મુસાફરી સમયે જો દિવ્યાંગ પાસ નહીં હોય તો મુસાફરીનું પૂરેપૂરું ભાડું દંડ સાથે વસુલવામાં આવશે. રાજકોટ શહેરમાં વસતા દિવ્યાંગો, સિનિયર સીટીઝનોને જ ફ્રી બસપાસની સગવડ આપવામાં આવશે. દિવ્યાંગ પાસ મેળવવા માટે માન્ય સરકારી હોસ્પિટલના સિવિલ સર્જનને અંધજનને 100 ટકા તથા અપંગ અને બહેરા મુંગા દિવ્યાંગોને મિનિમમ 40 ટકાનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. મુસાફરી દરમિયાન અન્ય મુસાફરોને અડચણરૂપ થાય તેવું લગેજ લઈને બસમાં જઈ શકાશે નહીં, લગેજ સાથે હશે તો નિયમ મુજબ લેગજની ટિકિટ લેવાની રહેશે. અનિવાર્ય કે આકસ્મિક સંજોગોને લીધે બસ કેન્સલ થશે અથવા સમયમાં ફેરફાર થયે તે પરત્વે રૂટમાં ફેરબદલ કરવાનો અધિકાર રાજકોટ રાજપથને લિ.નો રહેશે. રાજકોટ રાજપથ લિ. દ્વારા પાસના નિયમમાં વખતોવખત કરવામાં આવતા ફેરફાર પાસ ધારકને બંધનકર્તા રહેશે. અરજીપત્રક રજૂ કર્યાના 30 દિવસ બાદ અરજદારે તેમનો પાસ ત્રિકોણ બાગ કંટ્રોલ રૂમ ખાતેથી ઓરિજનલ પહોંચ રજૂ કરી (સમય સવારે 10થી સાંજે 6 દરમિયાન) મેળવી લેવાનો રહેશે.
કાર્બન ઉત્સર્જનમાં ઘટાડા થકી પર્યાવરણને ફાયદો થાય તે હેતુથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત જાહેર પરિવહન સેવાને પ્રોત્સાહન મળી રહે તેવી આ ફ્રી મુસાફરી યોજનાનો મહત્તમ લાભ લેવા માટે સ્ટે. કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકરએ અપીલ કરી છે.

You Might Also Like

ગુજરાતમાં દારૂબંધી હટાવવા 2 ઓક્ટોબરે ગાંધીનગરમાં ધરણાં

રાજકોટ મનપાનાં 163 આવાસનો ડ્રો રદ્દ

રાજકોટમાં ગણેશ વિસર્જન માટે 6 સ્થળ નક્કી કરાયા: અન્યત્ર વિસર્જન કરવા પર કડક પ્રતિબંધ

સર્વેશ્વર ચોક કા રાજાના દર્શને પહોંચ્યા આગેવાનો, બાપ્પાના આશીર્વાદથી ધન્ય બન્યા

કોમ્પ્યુટરની મદદથી સૂક્ષ્મ કણોની ગતિ અને બ્રહ્માંડના રહસ્યો ઉકેલવા સરળ: ડૉ. ગુરુદત્ત ગૌર

TAGGED: BRTS, City bus, Rajkot, Standing Chairman Jaymeen Thacker
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ‘હિન્દુસ્તાનમેં રહેના હૈ, યા હુસૈન કહેના હૈ’: ઉત્તર પ્રદેશના અમેઠીમાં નીકળ્યું મહોર્રમનું ઝૂલુસ
Next Article જનાના હોસ્પિટલમાં આવતીકાલથી બાળકોનાં ઓપરેશન કરી શકાશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

પેઇનકિલર્સ અને એન્ટિબાયોટિક્સ દવાઓના મનસ્વી ઉપયોગ પર લગામ : ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના વેચાણ પર નિયંત્રણ

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
ગુજરાતમાં દારૂબંધી હટાવવા 2 ઓક્ટોબરે ગાંધીનગરમાં ધરણાં
રાજકોટ મનપાનાં 163 આવાસનો ડ્રો રદ્દ
ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું
28 વર્ષનો ઇંતજાર ખતમ : એશિયન ગેમ્સમાં મીરાબાઇએ ભારતને સિલ્વર અપાવ્યો
રાજકોટમાં ગણેશ વિસર્જન માટે 6 સ્થળ નક્કી કરાયા: અન્યત્ર વિસર્જન કરવા પર કડક પ્રતિબંધ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

ગુજરાતમાં દારૂબંધી હટાવવા 2 ઓક્ટોબરે ગાંધીનગરમાં ધરણાં

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
રાજકોટ

રાજકોટ મનપાનાં 163 આવાસનો ડ્રો રદ્દ

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
રાજકોટ

રાજકોટમાં ગણેશ વિસર્જન માટે 6 સ્થળ નક્કી કરાયા: અન્યત્ર વિસર્જન કરવા પર કડક પ્રતિબંધ

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?