રાજકોટ થી બોટાદ આવતી એસ ટી બસ મુસાફરી કરતા પ્રતાપ ભાઈ સોલંકી સરવા ગામ પાસે પહોંચતા ચાલુ બસે અચાનક બેભાન થઈ ગયા હતા તેમના પત્ની ગભરાઈને બુમાબુમ કરવા લાગ્યા હતા એસટી બસમાં કંડકટર તરીકે ફરજ બજાવતાબજાવતા બાબભાઈ કાળુભાઈ ગીડા ત્થા ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા દિલીપભાઈ બોરીચા દ્વારા તાત્કાલિક સરવા ગામના અજયભાઈ નો સંપર્ક કરી તેમણે તાત્કાલિક ડોક્ટર , અલ્પેશભાઈ રંગપરા ને મોકલ્યા હતા તેમણે પ્રાથમિક સારવાર આપી તાત્કાલિક ૧૦૮ દ્વારા દવાખાને ખસેડવામાં આવ્યા હતા આ દર્દીને તાત્કાલીક સારવાર મળતા દર્દી મોતના મુખમાંથી બચી ગયા હતા ડ્રાઇવર અને કંડક્ટરની ની કામગીરીથી લોકો પણ ખુશ થયા હતા ડ્રાઇવર કંડક્ટર નો દર્દીના પરિવારે આભાર માન્યો હતો..