વીરપુર કેન્દ્રમાં પ્રથમ નંબર મેળવી પ્રજ્ઞા ગુજરાતીએ ક્ષત્રિય ખાંટ રાજપુત સમાજનું નામ રોશન કર્યું
ખાસ-ખબર ન્યૂઝ વીરપુર
ગઇકાલે ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા જજઈ બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું જેમાં યાત્રાધામ વીરપુર કેન્દ્રનું પરિણામ 86.78% જાહેર કરવામાં આવ્યું છે જેમાં વીરપુર કેન્દ્રમાં પ્રથમ એક થી ત્રણ ક્રમાંકે ત્રણેય મધ્યમ વર્ગની વિદ્યાર્થીની બહેનોએ બાજી મારી છે જેમાં માતુશ્રી મોંઘીબા ગલ્સ હાઇસ્કુલમાં અભ્યાસ કરતી પ્રજ્ઞા ગુજરાતીએ 600 માર્કસ માંથી 562 સાથે 98.62 ઙછ મેળવી વીરપુર કેન્દ્રમાં પ્રથમ નંબર મેળવ્યો છે જ્યારે મિસરી નિમબાર્ક એ 600 માર્કસમાંથી 547 મેળવી 96.89 ઙછ સાથે બીજા ક્રમાંકે અને બાવરિયા સંસ્કૃતિ એ 600 માર્કસમાંથી 544 મેળવી 96.50 ઙછ સાથે ત્રીજા નંબરે ઉત્તીર્ણ થઈ હતી. વીરપુર કેન્દ્રમાં પ્રથમ નંબર મેળવનાર પ્રજ્ઞા ગુજરાતીએ જણાવ્યું હતું કે હું નાના એવા કાગવડ ગામથી વીરપુર માતુશ્રી મોંઘીબા સ્કૂલમાં અભ્યાસ કરવા આવું છું અને મારા માતા પિતા ખેતી કરે છે અને હું એક મધ્યમ વર્ગમાં ઉછરેલી ખેડૂત પુત્રી છું એટલે વીરપુર કેન્દ્રમાં પ્રથમ નંબર મેળવ્યો તેમની ખુશી છે અને મારા શીક્ષકો તેમજ મારા મારા માતાપિતાને શ્રેય આપું છું તેમને મને ખુબજ મહેનત કરીને આ પરિણામ સુધી પહોચવામાં મદદ કરી છે,હું ખૂબ ભણીને આગળ આપણા દેશનું અને ક્ષત્રિય ખાંટ રાજપુત ગુજરાતી પરિવારનું નામ રોશન કરીશ.જ્યારે વીરપુરની માતુશ્રી મોંઘીબા સ્કુલનું 89.29% પરિણામ આવ્યું હતું અને વીરપુર જજઈ કેન્દ્રમાં ગયા વર્ષ કરતા સારું પરિણામ આવતા અને વીરપુર કેન્દ્રમાં એક થી ત્રણ ક્રમાંકે આવેલ વિદ્યાર્થીની બહેનોને મોંઘીબા સ્કુલના ઇન્ચા.પ્રિન્સિપાલ મનિષાબેન મોડિયા દ્વારા તેમજ શિક્ષકો દ્વારા કુમકુમ તિલક કરીને મો મીઠા કરાવીને શુભેચ્છાઓ પાઠવી રિઝર્ટની ઉજવણી કરાય હતી.