By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેરેબિયન ક્રૂઝમાં નોરો વાઇરસ ફેલાયો, 3000થી વધુ મુસાફરોમાંથી 115માં સંક્રમણ ફેલાયો
    3 days ago
    ટ્રમ્પની ઈરાનને ચેતવણી, ‘પ્રોજેક્ટ ફ્રીડમ પ્લસ’ તૈયાર; આજે રાત્રે આવનારા એક પત્ર પર દુનિયાની નજર!
    3 days ago
    ‘ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાની એરફોર્સને અમે મદદ કરી હતી..’, ચીને પહેલીવાર સત્ય સ્વીકાર્યું
    4 days ago
    અમેરિકા સામે કરગરવા લાગ્યું પાકિસ્તાન, કહ્યું – જપ્ત કરેલા ઈરાની જહાજમાંથી અમારા લોકોને છોડી દો
    4 days ago
    પુતિનની સુરક્ષા માટે કરાઈ અભેદ્ય કિલ્લેબંધી, જાણો હત્યાનો ડર કે રશિયામાં સત્તા પલટાનો ખતરો
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઑફની રેસમાંથી બહાર: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ 2 વિકેટથી હરાવ્યું
    18 hours ago
    મનાલી નજીક ગુજરાતી પરિવારની કાર ખાઈમાં ખાબકી, 6નાં મોત
    18 hours ago
    એક વર્ષ સોનું ન ખરીદો: વિદેશ પ્રવાસ પણ ટાળવા વડાપ્રધાન મોદીની અપીલ
    18 hours ago
    ‘દુનિયાની કોઈપણ શક્તિ ભારતને દબાવી શકે નહીં’
    18 hours ago
    બંગાળના CM બનતાં જ પ્રથમ કેબિનેટમાં શુભેન્દુ સરકારના મોટા નિર્ણય, બોર્ડર હવે BSFને હવાલે
    19 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL માં વિવાદ, MI સામે જીત બાદ RCB સ્ટાર ટિમ ડેવિડનો અશ્લીલ ઈશારો
    20 hours ago
    IPLમાં મહેસાણાના ઉર્વિલ પટેલનો સપાટો: 13 બોલમાં ફિફ્ટી ફટકારી, ચિઠ્ઠીમાં લખ્યું હતું- This is for you, Papa
    20 hours ago
    યશસ્વી જયસ્વાલ અને શેફાલી વર્મા મુસીબતમાં! NADAએ ફટકારી નોટિસ, શું IPL વચ્ચે લાગશે પ્રતિબંધ?
    3 days ago
    ટીમ ઈન્ડિયામાં થશે સત્તા પરિવર્તન! સૂર્યાનું પત્તું કાપી T20 માટે શ્રેયસ નવો કેપ્ટન બનશે તેવી ચર્ચા
    4 days ago
    દારૂ પીને ગાડી ચલાવતા ઝડપાયો ઓસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ સ્ટાર ખેલાડી! કોર્ટમાં ગુનાની કબૂલાત કરવા પણ તૈયાર
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    6 days ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    2 weeks ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    2 weeks ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    3 weeks ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સોશિયલ મીડિયાનું વ્યસન: છોડવું સહેલું, નિયંત્રણ જ સાચો પડકાર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > SCIENCE-TECHNOLOGY > સોશિયલ મીડિયાનું વ્યસન: છોડવું સહેલું, નિયંત્રણ જ સાચો પડકાર
SCIENCE-TECHNOLOGY

સોશિયલ મીડિયાનું વ્યસન: છોડવું સહેલું, નિયંત્રણ જ સાચો પડકાર

Khaskhabar Editor
Last updated: 2026/04/22 at 2:14 PM
Khaskhabar Editor 3 weeks ago
Share
6 Min Read
SHARE

ટેક નિષ્ણાતો પોતે જ દૂર રહેવા લાગ્યા; સામાન્ય વપરાશકર્તાઓ માટે સમય મર્યાદા અને ડિજિટલ ડિટોક્સ બની રહ્યા જરૂરી પગલાં

ઘણા લોકો કહેતા હોય છે, સિગરેટ છોડવી સાવ સહેલી છે, મેં તો ઘણી વાર છોડી છે!મતલબ કે છોડવી તો સહેલી છે, પણ એ મક્કમતા ટકાવવી મુશ્કેલ છે. એવું સોશિયલ મીડિયાનું છે. હમણાં એક રસપ્રદ ચર્ચા શરૂ થઈ છે કે ગૂગલ, ફેસબુક વગેરે ટેક કંપનીઓમાં શરૂઆતથી કામ કરનારા, એને આજની ઊંચાઈએ પહોંચાડનારા મોટા ભાગના લોકો ધીમે ધીમે એ બધી ટેક કંપનીથી દૂર થઈ ગયા છે. એ લોકો હવે રોજિંદા સોશિયલ નેટવર્ક તો ઠીક, લિંક્ડઇન જેવા પ્રોફેશનલ નેટવર્ક પર પણ એક્ટિવ નથી.

- Advertisement -

કેમ? કેમ કે એ લોકો અને આજના ટેક લીડર્સ પણ સોશિયલ મીડિયાને બિગ ટોબેકો ગણવા લાગ્યા છે. એ લોકો સોશિયલ મીડિયા અને અન્ય ટેક સર્વિસિસનો ખપ પૂરતો ઉપયોગ કરતા રહીને તેનાથી દૂર રહેતાં શીખી ગયા છે, પણ આપણને એમાં ગળાડૂબ ડૂબાડી દીધા છે!

તમને પણ ઇન્સ્ટાગ્રામ, એક્સ, એફબી કે યુટ્યૂબ જેવા પ્લેટફોર્મ પર, ક્યારેક ખૂટે જ નહીં એવી રીલ્સ કે શોર્ટ વીડિયો જોતા રહેવાની આદત પડી હોય તો તેને કંટ્રોલ કરવાનાં પગલાં જાણવા જેવાં છે.

યુટ્યૂબમાં સૌથી વધુ સમય શોર્ટ્સ વીડિયો જોવામાં વીતી જાય છે

- Advertisement -

દિવસમાં તમારો વધુમાં વધુ સમય સ્માર્ટફોનના સ્ક્રીન સામે પસાર થતો હશે. એમાં સૌથી વધુ સમય કદાચ યુટ્યૂબના વીડિયો જોવામાં વીતી જતો હશે. હજી આગળ વધીને એમ કહી શકાય કે યુટ્યૂબમાં સૌથી વધુ સમય શોર્ટ્સ વીડિયો જોવામાં વીતી જતો હશે. આ બાબતે યુટ્યૂબની સૌથી મોટી હરીફ ઇન્સ્ટાગ્રામ એપ અને તેની રીલ્સ પણ ખરી.

ઇન્ટરનેટ પર લાંબા સમયથી ટૂંકા વીડિયોએ ધમાલ મચાવી છે. તેની શરૂઆત ટિકટોક એપથી થઈ એવું કહી શકાય. તેજ ગતિએ તેની પોપ્યુલારિટી વધતાં અન્ય તમામ સોશિયલ મીડિયા કંપનીઓએ આ ફોર્મેટ અપનાવી લીધું.

જોકે હવે કંપનીઓ તેનું વ્યસન ઘટાડવાના પણ પ્રયાસો કરી રહી છે.

જેમ કે યુટ્યૂબમાં આપણે શોર્ટ વીડિયો જોવાનું પ્રમાણ મર્યાદિત કરી શકીએ છીએ અને હવે યુટ્યૂબ એપમાં શોર્ટ વીડિયોને સદંતર બંધ કરવાની સગવડ પણ મળી છે. આ સગવડ યુટ્યૂબની એન્ડ્રોઇડ અને આઇઓએસ બંને એપમાં ઉમેરાઈ છે.

અત્યાર સુધી આ ફીચર પેરેન્ટિંગ કંટ્રોલ ટૂલ તરીકે ઉપલબ્ધ હતું. તેની મદદથી મા-બાપ પોતાના બાળકોના યુટ્યૂબ એકાઉન્ટ માટે આ ટૂલનો લાભ લઇને નક્કી કરી શકે છે કે તેમનું બાળક દિવસમાં વધુમાં વધુ કેટલા સમય સુધી શોર્ટ વીડિયો સ્ક્રોલ કરી શકે.

અત્યાર સુધી આ ટૂલમાં વધુમાં વધુ બે કલાકથી શરૂ કરીને ફક્ત ૧૫ મિનિટ સુધીની મર્યાદા સેટ કરી શકાતી હતી. આટલો સમયગાળો વીતી જાય એ પછી એ એકાઉન્ટ પર યુટ્યૂબ વધુ શોર્ટ વીડિયો બતાવવાનું બંધ કરી દે છે.  આ ટૂલમાં હવે ઝીરો મિનિટ પણ સેટ કરી શકાય છે. મતલબ કે જો સેટિંગ્સમાં યુટ્યૂબ શોર્ટ વીડિયો માટે ટાઇમ મેનેજમેન્ટ લિમિટ ઝીરો સેટ કરવામાં આવે તો કોઈ પણ શોર્ટ વીડિયો પર ક્લિક કરતા એ પ્લે થતો નથી. તેના બદલે વીડિયો જોવાની આજની લિમિટ પૂરી થઈ ગઈ છે એવો મેસેજ જોવા મળે છે.

હવે આ ટૂલ પેરેન્ટ્સ ઉપરાંત તમામ લોકોને મળવા લાગ્યું છે. તેનો લાભ લેવો હોય તો તમે તમારા ફોનમાં યુટ્યૂબ એપ ઓપન કરો. નીચે જમણા ખૂણે તમારા પ્રોફાઇલ પિકચર પર ક્લિક કરો. હવે સૌથી ઉપર ડાબા ખૂણે ગિયર આઇકન પર ક્લિક કરીને સેટિંગ્સમાં જાઓ. અહીં એકાઉન્ટ સેકશનમાં ટાઇમ મેનેજમેન્ટનો વિકલ્પ જોવા મળશે. તેને ક્લિક કરતાં યુટ્યૂબ પર આપણે એક દિવસમાં સરેરાશ કેટલો સમય વીતાવીએ છીએ તે જોઈ શકાય છે. આજના દિવસમાં વીડિયો જોવા પાછળ કેટલો સમય ખર્ચાઈ ગયો એ પણ જોઈ શકાય છે. અહીંથી આગળ વધીને ડેઇલી લિમિટ સેટ કરી શકાય.

યુટ્યૂબ સેટિંગ્સમાં સમયગાળો પસંદ કરી શકાય.

યુટ્યૂબમાં સેટિંગ્સમાં, ટાઇમ મેનેજમેન્ટમાં ડેઇલી લિમિટ્સ શીર્ષક હેઠળ, શોર્ટ વીડિયો આપણે દિવસમાં કેટલો સમય સ્ક્રોલ કરી શકીએ તે નક્કી કરી શકાય છે. તેને ઓન કરતાં ઝીરો મિનિટથી બે કલાક સુધીનો કોઈ પણ સમયગાળો પસંદ કરી શકાય. તમે ઝીરો મિનિટ પસંદ કરી લો તો તે પછી યુ્ટ્યૂબ એપમાં કોઈ પણ શોર્ટ વીડિયો પર ક્લિક કરતાં એ ઓપન થશે નહીં અને તમે શોર્ટ્સ ફીડ લિમિટ પૂરી કરી દીધી છે એવી સૂચના જોવા મળશે. તમે ઇચ્છો તો એ સૂચના અવગણીને એ એક શોર્ટ વીડિયો જોવા આગળ વધી શકો, હોમપેજ પર પરત જઈ શકો અથવા આજના દિવસ પૂરતી આપણે સેટ કરેલી લિમિટ અવગણવાનું નક્કી કરી શકો છો.

યુટ્યૂબમાં રિમાઇન્ડરનો ખાસ વિકલ્પ

યુટ્યૂબમાં વીડિયો જોવાનું પ્રમાણ ઘટાડવું હોય તો અહીં બીજા કેટલાક નિશ્ચિત રિમાઇન્ડર પણ સેટ કરી શકો છો. જેમ કે યુટ્યૂબની સિસ્ટમ હવે સૂવાનો સમય થઈ ગયો છે એવું યાદ અપાવે તેવું સેટિંગ કરી શકો છો.

ધારો કે રાતના ૧૦ થી સવારના ૭ સુધીના સમયને તમે બેડ ટાઇમ તરીકે સેટ કરી દો તો એ પછી આ સમય દરમિયાન તમે વીડિયો જોવાનો પ્રયાસ કરો તો સિસ્ટમ યાદ અપાવે છે કે અત્યારે તમારે સૂવાનો સમય છે! જોકે યુટ્યૂબ માને છે કે સમજદારને ઇશારો કાફી છે. આપણે સમજદાર બનવાનું રહેવા દઇને, એ સૂચન અવગણનીને વીડિયો જોવા માટે આગળ વધી શકીએ છીએ. જે નુક્સાન થાય તે આપણા માથે!

વિડિઓ જોવાની લતથી સ્વાસ્થ્ય પર વિપરીત અસર

વીડિયોના વ્યસની થયેલા મોટા ભાગના લોકો તેમનાં મહત્ત્વનાં કામ પડતાં મૂકીને વીડિયો જોવામાં રચ્યાપચ્યા રહેતા હોય છે. એમાં બીજાં કામ ખોરવાય અને સ્વાસ્થ્ય પર વિપરિત અસર થાય એ અલગ.  યુટ્યૂબ આનો એક ઉપાય આપે છે.

રિમાઇન્ડરના બીજા પ્રકાર તરીકે, યુટ્યૂબ પર વધુ પડતો સમય ખર્ચાઇ રહ્યો હોય તો નિશ્ચિત સમયગાળા પછી સિસ્ટમ આપણને બ્રેક લેવાનું સૂચવે એવું સેટિંગ પણ કરી શકાય છે. સિસ્ટમ દર ૩૦ મિનિટે કે અન્ય કોઈ પણ સમયગાળો પસંદ કરીને એટલો સમય સતત વીડિયો જોયા પછી સિસ્ટમ બ્રેક લેવાનું સૂચવે એવું સેટિંગ કરી શકાય છે.

You Might Also Like

APK File Scam: એક નાની ભૂલથી ખાલી થઈ શકે છે તમારું બેંક એકાઉન્ટ, આ ભૂલ ન કરશો

દુનિયાને પ્રકૃતિ અને વન્ય જીવનનો પરિચય કરાવનારા ‘ઋષિ’ ડેવિડ એટનબરો, જાણો તેમની 100 વર્ષની સફર

અંતરિક્ષમાં રશિયાની રહસ્યમય ચાલ? માત્ર 10 ફૂટના અંતરે આવ્યા બે સેટેલાઇટ

હવે તમારી હરેક ક્લિકથી શીખશે AI: મેટાએ US કર્મચારીઓ માટે નાખ્યું ‘MCI’ સોફ્ટવેર

Instagram પર રીપોસ્ટિંગ કરો છો? નવા નિયમોને કારણે મળશે ઓછા વ્યૂઝ, જાણો કેમ…

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વાસ્તુ ટિપ્સ: પૈસા તાકતા નથી? જાણો પર્સમાં કઈ 5 વસ્તુ રાખવાથી ક્યારેય નહિ થાય તંગી!
Next Article અમેરિકામાં મોટો વિવાદ! ઈરાન મામલે પેન્ટાગોનના રિપોર્ટે ઈરાન અંગે ટ્રમ્પના દાવાઓની હવા કાઢી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

મિશ્ર ઋતુની અસર: અઠવાડિયામાં સામાન્ય તાવ, શરદી-ઉધરસના 1400થી વધુ કેસ

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
પીએમ મોદીના કાર્યક્રમમાં જોડાવા રાજકોટથી ભાજપના કાર્યકરોનો મહાસંગમ ઉમટ્યો
બેડલા ગામે પત્ની સાથે આડા સંબંધની શંકાએ યુવકની હત્યા કરી લાશ સ્મશાનમાં દાટી દીધી
પત્ની સાથે આડા સંબંધ ધરાવતા શખ્સની પાઇપ ફટકારી, ગળામાં કુહાડી ઝીંકી હત્યા
20મીએ થશે લોકાર્પણ, 600 મીટર લાંબા બ્રિજથી વાહન ચાલકોને ટ્રાફિકથી મળશે મુક્તિ
866 જર્જરિત મિલકતોને મનપાની નોટિસ, જોખમી બાંધકામો દૂર કરવા કડક આદેશ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

SCIENCE-TECHNOLOGY

APK File Scam: એક નાની ભૂલથી ખાલી થઈ શકે છે તમારું બેંક એકાઉન્ટ, આ ભૂલ ન કરશો

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
SCIENCE-TECHNOLOGY

દુનિયાને પ્રકૃતિ અને વન્ય જીવનનો પરિચય કરાવનારા ‘ઋષિ’ ડેવિડ એટનબરો, જાણો તેમની 100 વર્ષની સફર

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
SCIENCE-TECHNOLOGY

અંતરિક્ષમાં રશિયાની રહસ્યમય ચાલ? માત્ર 10 ફૂટના અંતરે આવ્યા બે સેટેલાઇટ

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?