ગોંડલ તાલુકાના શિવરાજગઢ ગામે તાલુકા પોલીસે બાતમીના આધારે નયન ઝીણાભાઈ વોરાના ખેતરે દરોડો પાડી જુગાર રમતા નયન ઝીણાભાઈ વોરા, ધીરજલાલ ગાડુભાઈ ઘોનિયા, સુરેશ લાલજીભાઈ સાકરીયા, હેમંત દેવશીભાઈ ડાભી, હરસુખ વેલજીભાઈ બાવળીયા, કાંતિ ભનુંભાઈ ગોહેલ, વિનુ વાલજીભાઈ પરમાર, અતુલ કિશોરભાઈ વણઝારા તેમજ દિલીપ ચત્રભુજભાઈ શેઠ ને રોકડા રૂપિયા 30100 મોબાઈલ સહિતના કુલ રૂપિયા 107100 ના મુદામાલ સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી