રાજકોટના માધવરાવ સિંધિયા ગ્રાઉન્ડ પર ‘ખાસ-ખબર’ કપ રાત્રિ પ્રકાશ ટુર્નામેન્ટમાં નિર્ણાયક મેચમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા
એકતા ઇલેવન ટીમની ભવ્ય જીત, છ9ને હરાવી સેમીફાઇનલમાં એન્ટ્રી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના આંગણે ખાસ ખબર ન્યૂઝ પેપર દ્વારા આયોજીત ’ખાસ ખબર કપ 2026’ હવે તેના નિર્ણાયક અને સૌથી રોમાંચક તબક્કે પહોંચી ગયો છે. ટુર્નામેન્ટના 15મા દિવસે માધવરાવ સિંધિયા ઇન્ટરનેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર ખેલાયેલા ચોથા ક્વાર્ટર ફાઇનલ મુકાબલામાં એકતા ઇલેવને પોતાની વિસ્ફોટક બેટિંગના જોરે છ9 જેવી દિગ્ગજ ટીમને હરાવીને સેમીફાઇનલમાં ભવ્ય એન્ટ્રી કરી છે. એકતા ઇલેવને પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 10 ઓવરમાં 139 રનનો જંગી સ્કોર ખડક્યો હતો, જેનો પીછો કરવામાં છ9ના બેટ્સમેનો નિષ્ફળ રહ્યા હતા. બિલાલ રાજપૂતે રસાકસીભરી મેચમાં શાનદાર અડધી સદી ફટકારીને ટીમને જીત અપાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. દિવસ દરમિયાન રમાયેલા અન્ય મુકાબલાઓમાં પણ ભારે રસાકસી જોવા મળી હતી. સાંઝ-અઇ સ્ટાર બંગાળીએ પ્રી-ક્વાર્ટર જંગમાં આક્રમક રમત દાખવી નાના રાજાને પરાસ્ત કર્યા હતા, જોકે ક્વાર્ટર ફાઇનલમાં બાલાજી ક્લબ સામે તેમનો પરાજય થયો હતો. આ જીત સાથે હવે સેમીફાઇનલનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. પ્રથમ સેમીફાઇનલમાં આર.આર. રિબડા અને મહાવીર કઊં સામસામે ટકરાશે, જ્યારે બીજા સેમીફાઇનલમાં બાલાજી ક્લબનો મુકાબલો એકતા ઇલેવન સામે થશે.



