જલારામ બાપાની 227મી જયંતી નિમિત્તે રાજકોટના બે વિસ્તારોમાં મહાઆરતી અને મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરાયું
આજીડેમ વિસ્તારમાં 2500 અને ગાંધીગ્રામ વિસ્તારમાં 5000 ભક્તોએ મહાપ્રસાદ લીધોઃ રાજકીય, સામાજિક આગેવાનો અને પોલીસ અધિકારીઓની પ્રેરક ઉપસ્થિતિ
- Advertisement -

રઘુકુળ ભૂષણ તેમજ હિન્દુ સંત શિરોમણી પ.પૂ. જલારામ બાપાની ૨૨૭મી જન્મજયંતિ નિમિત્તે ગત તા. ૧૬/૧૧/૨૦૨૬, સોમવારના રોજ રાજકોટ શહેરના બે અલગ-અલગ વિસ્તારોમાં ભવ્ય ધાર્મિક આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આજીડેમ વિસ્તારમાં રઘુવંશી યુવા શક્તિ સંઘ અને જલારામ ઘી ડિપોના સંયુક્ત ઉપક્રમે ક્રિષ્ના હોસ્પિટલની પાછળ, સુંદરમ્ પાર્ક-૦૧ ખાતે તેમજ ગાંધીગ્રામ વિસ્તારમાં રઘુવંશી યુવા શક્તિ સંઘ તથા જલારામ દુગ્ધાલય અને જાંબુના સંયુક્ત ઉપક્રમે “ઉદય હોલ”, લાખના બંગલા વાળો રોડ, રામપીર ચોક, ૧૫૦ ફૂટ રિંગ રોડ ખાતે આ કાર્યક્રમો અત્યંત ઉત્સાહ અને ભક્તિમય વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન થયા છે. સંગઠનના સંસ્થાપક અને ગુજરાત પ્રમુખ કે.ડી. રઘુવંશી (કાછેલા ધવલ) એ વધુ વિગત આપતા જણાવ્યું હતું કે સૌપ્રથમ આજીડેમ વિસ્તાર ખાતે સવારે ૧૧:૦૦ કલાકે પૂજ્ય જલારામ બાપાની મહાઆરતી કરવામાં આવી હતી અને ત્યારબાદ સવારે ૧૧:૩૦ કલાકે મહાપ્રસાદનો પ્રારંભ કરાયો હતો, જેમાં ૨,૫૦૦ થી વધુ ભાવિકોએ પ્રસાદનો લાભ લીધો હતો. તેવી જ રીતે, ગાંધીગ્રામ વિસ્તાર ખાતે સાંજે ૭:૦૦ કલાકે ભવ્ય મહાઆરતી યોજાઈ હતી અને સાંજે ૭:૪૫ કલાકે મહાપ્રસાદ શરૂ કરવામાં આવ્યો હતો, જેમાં અંદાજિત ૫,૦૦૦ થી વધુ ભાવિકોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. બંને સ્થળોએ “જય જલારામ”ના ગગનભેદી નાદ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું અને કુલ મળીને ૭,૫૦૦ થી વધુ ભક્તોએ મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.
- Advertisement -
આ ધાર્મિક પ્રસંગે રાજકોટના રાજકીય મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી અને તેઓએ બાપાના દર્શન અને મહાઆરતીનો લાભ લીધો હતો. જેમાં રાજકોટ પશ્ચિમ (વિધાનસભા ૬૯) ના ધારાસભ્ય દર્શિતા શાહ, રાજકોટ મહાનગરપાલિકાના મેયર નેહલ શુક્લા, ડેપ્યુટી મેયર દક્ષાબહેન વસાણી, સ્ટેન્ડિંગ ચેરમેન પરેશ પીપળીયા તથા દંડક સંજયસિંહ રાણા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માધવભાઈ દવે, મહામંત્રી યોગેન્દ્રસિંહ જાડેજા, વલ્લભભાઈ દુધાત્રા, લલિતભાઈ વાડોલિયા, પૂર્વ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન વિક્રમભાઈ પૂજારા, ભાજપ અગ્રણી દિનેશભાઈ કારિયા, મહાનગરપાલિકાના પૂર્વ દંડક મનીષભાઈ રાડિયા, શહેર ભાજપ પૂર્વ ઉપપ્રમુખ કાશ્મીરાબહેન નથવાણી તેમજ શહેર ભાજપ યુવા મોરચા ઉપપ્રમુખ હીરલબહેન કટારીયા, વોર્ડ નંબર ૦૨ ના મહામંત્રી પ્રીતેશભાઈ પોપટ, વોર્ડ નંબર ૦૭ યુવા મોરચા મહામંત્રી ધ્રુવભાઈ રાજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ વોર્ડ નંબર ૦૧ ના ભાજપ પ્રમુખ નાગજીભાઈ વરુ, મહિલા મોરચા પ્રમુખ જલ્પાબહેન દતાણી તથા વોર્ડ નંબર ૦૧ ના કોર્પોરેટર જયરાજસિંહ જાડેજા, પરેશભાઈ ઠાકર, અંજનાબહેન મોરજરિયા અને સેજલબહેન ચૌધરીએ હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી હતી.




