સાવરકુંડલા એસ.ટી. ડેપોની દયનીય સ્થિતિ
ખાસ-ખબર ન્યૂઝ સાવરકુંડલા
- Advertisement -
સાવરકુંડલા એસ.ટી. ડેપોની સ્થિતિ દિનપ્રતિદિન વધુ બગડતી જાય છે. આ ડેપોમાં પ્રવાસીઓ અને કર્મચારીઓ માટે પીવાના પાણીની સુવિધાનો અભાવ છે. ડેપો પરિસરમાં રખડતા ઢોરોનો ત્રાસ સતત વધી રહ્યો છે, જેના કારણે પ્રવાસીઓ અને કર્મચારીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. આ ઉપરાંત, ડેપો પરિસરમાં ગંદકીનું પ્રમાણ ચિંતાજનક સ્તરે પહોંચ્યું છે. આ બધુ હોવા છતાં, જવાબદાર અધિકારીઓ આ ગંભીર પરિસ્થિતિ પ્રત્યે ઉદાસીન લાગે છે. એવું લાગે છે કે તેઓ આ બાબતો પર આંખ આડા કાન કરી રહ્યા છે. આ સંદર્ભમાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ બેજવાબદાર અધિકારીઓ સામે તાત્કાલિક પગલાં લે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. તેમજ સાવરકુંડલા એસ.ટી. ડેપોમાં તાત્કાલિક પીવાના પાણીની સુવિધા ઉભી કરવામાં આવે અને ડેપો પરિસરમાંથી રખડતા ઢોરોને દૂર કરવા માટે કડક પગલાં લેવામાં આવે.