લાંબા સમયથી રાજ્યના મુખ્ય પોલીસ વડાના પદને લઈને ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો છે
કે.એલ.એન.રાવ CID ક્રાઇમ અને જેલ ડીજી તરીકે યથાવત
- Advertisement -
ખાસ ખબર ન્યૂઝ ગાંધીનગર
નવા ડીજી તરીકે જી. એસ મલિકની નિમણૂક કરાઈ. 1 જાન્યુઆરી ઇન્ચાર્જ ડીજીપી તરીકે કે. એલ.એન રાવ હતા. 5 મહિના ચાર્જ બાદ કાયમી ડીજીપીની નિમણૂક કરવામાં આવી. જી.એસ મલિક 1993ની બેચમાં IPS છે. કે.એલ.એન રાવ CID ક્રાઈમ અને જેલમાં ડીજી તરીકે યથાવત રહેશે, અમદાવાદ શહેરને પણ નવા પોલીસ કમિશનર મળશે.
ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા શનિવારે પોલીસ બેડામાં એક અત્યંત મહત્વપૂર્ણ અને સૌથી મોટા આદેશાત્મક ફેરફારની જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદ શહેરના વર્તમાન પોલીસ કમિશનર અને 1993 બેચના વરિષ્ઠ આઈપીએસ (IPS) અધિકારી જ્ઞાનેન્દ્રસિંહ મલિક (જી. એસ. મલિક)ને ગુજરાત રાજ્યના નવા ડાયરેક્ટર જનરલ અને ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP અને IGP) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
- Advertisement -
ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્માના હસ્તાક્ષર સાથે તારીખ 6 જૂન, 2026ના રોજ આ અંગેનું સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
રાજ્યપાલના આદેશથી વહીવટી પ્રક્રિયા પૂર્ણ
આ આદેશ ગુજરાતના રાજ્યપાલના નામે અને તેમના હુકમથી જારી કરવામાં આવ્યો છે. આ નોટિફિકેશનની નકલ મુખ્યમંત્રી કચેરી, સચિવાલયના વિવિધ વિભાગો, કેન્દ્રીય જાહેર સેવા આયોગ (UPSC) નવી દિલ્હી, કેન્દ્રીય ગૃહ મંત્રાલય નવી દિલ્હી તેમજ ગુજરાત કેડરના તમામ IPS અધિકારીઓ અને સંબંધિત એકાઉન્ટ ઓફિસરોને જરૂરી વહીવટી કાર્યવાહી અર્થે મોકલી આપવામાં આવી છે.




