By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું
    23 hours ago
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    3 days ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    3 days ago
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    6 days ago
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પેઇનકિલર્સ અને એન્ટિબાયોટિક્સ દવાઓના મનસ્વી ઉપયોગ પર લગામ : ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના વેચાણ પર નિયંત્રણ
    23 hours ago
    આવતા મહિને લૉન્ચ થશે 100% ઈથેનોલવાળી કાર
    24 hours ago
    મોંઘવારીથી પ્રજા ત્રાહીમામ
    2 days ago
    દેશમાં 17 વર્ષનું સૌથી સૂકું ચોમાસું
    2 days ago
    દિલ્હી ફરી શર્મસાર : ‘પોલીસ છીએ’ કહી કાલકાજી પાર્કમાં 3 નરાધમોએ સગીરાને પીંખી નાખી
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    28 વર્ષનો ઇંતજાર ખતમ : એશિયન ગેમ્સમાં મીરાબાઇએ ભારતને સિલ્વર અપાવ્યો
    23 hours ago
    T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું
    2 days ago
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    6 days ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    1 week ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    3 days ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગુજરાતી સાહિત્ય પરિષદમાં સરસ્વતી પૂજા, સોશિયલ મીડિયા પર સેક્યુલર-લિબરલોને વાંકું પડ્યું
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > ગુજરાતી સાહિત્ય પરિષદમાં સરસ્વતી પૂજા, સોશિયલ મીડિયા પર સેક્યુલર-લિબરલોને વાંકું પડ્યું
ગુજરાત

ગુજરાતી સાહિત્ય પરિષદમાં સરસ્વતી પૂજા, સોશિયલ મીડિયા પર સેક્યુલર-લિબરલોને વાંકું પડ્યું

Khaskhabar Editor
Last updated: 2023/11/27 at 4:50 PM
Khaskhabar Editor 3 years ago
Share
5 Min Read
SHARE

અમુકે કહ્યું કે, નોલેજ સોસાયટી સેક્યુલર હોય છે, ત્યાં એક ધર્મને મહાન ન ગણી શકાય. સાથે પરિષદમાં એક ધર્મને ગ્લોરિફાય કરવાના પણ આરોપ લગાવ્યા, આ બાબતને ‘સોફ્ટ હિંદુત્વ’ સાથે પણ જોડી હતી અને આ બધાને ‘દંભ’ ગણાવ્યું

તાજેતરમાં જેની ચૂંટણી યોજાઈ ગઈ એવી ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે જૂની અને જાણીતી સંસ્થા ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ ફરી ચર્ચામાં આવી છે. કારણ અહીં યોજાયેલી સરસ્વતી પૂજા છે, જેની સામે અમુકે વાંધો ઉઠાવ્યો છે અને સોશિયલ મીડિયામાં ચર્ચા શરૂ થઈ છે. તેને વેગ ત્યારે મળ્યો જ્યારે પ્રમુખ પ્રકાશ ન. શાહે ‘ચોખવટ’ કરતી એક પોસ્ટ ફેસબુક પર લખી હતી. બન્યું એવું કે ગત લાભ પાંચમે (18 નવેમ્બર, 2023) ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે સરસ્વતી પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કર્મચારીઓથી માંડીને સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા. આ જ પૂજન દરમિયાન સંસ્થાના પ્રમુખ પ્રકાશ ન. શાહ પણ જોવા મળ્યા. અહીં ઉલ્લેખનીય છે કે તાજેતરની ચૂંટણીમાં પ્રમુખપદે હર્ષદ ત્રિવેદી વિજેતા બન્યા હતા, જેઓ હાલ ‘ચૂંટાયેલા પ્રમુખ’ છે. પરિષદનાં સૂત્રો અનુસાર, નજીકના સમયમાં એક અધિવેશન યોજાશે, જેમાં વર્તમાન પ્રમુખ ચૂંટાયેલા પ્રમુખને કાર્યભાર સોંપશે.

- Advertisement -

આવાં કર્મકાંડો સાહિત્યની સંસ્થામાં ન કરવાં જોઈએ, ધર્મ-અધ્યાત્મ વ્યક્તિની આંતરિક ભક્તિનો વિષય છે પણ સંસ્થાઓનું સંચાલન ધર્મનિરપેક્ષ-રેશનલ મૂલ્યો દ્વારા જ થવું જોઈએ : ઉત્તમ પરમાર

આ સરસ્વતી પૂજા બાદ તેની તસવીરો પરિષદના કારોબારી સભ્ય અને કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે પોતાની ફેસબુક વોલ પર પોસ્ટ કરી હતી. ફોટા પોસ્ટ કરીને તેમણે લખ્યું, ‘ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે લાભ પાંચમના પાવન પ્રસંગે જ્ઞાનના દેવી મા સરસ્વતીની પૂજા કરી નૂતન વર્ષે કામકાજનો પ્રારંભ કર્યો.’
આમ તો લાભ પાંચમના દિવસે સરસ્વતી પૂજા સામાન્ય બાબત છે. દેવી સરસ્વતી વિદ્યાનાં અને જ્ઞાનનાં દેવી કહેવાય અને તેમની આરાધના સાથે નવા વર્ષની શરૂઆત કરવામાં આવે છે. પરંતુ સોશિયલ મીડિયા પર અમુક લોકોએ વાંધો ઉઠાવ્યો અને દલીલો આપી કે આ રીતે સંસ્થામાં ‘ધાર્મિક કાર્યો’ ન કરવાં જોઈએ.
હેમાંગ રાવલની પોસ્ટ પર ઉત્તમ પરમારે લખ્યું કે, ‘આવાં કર્મકાંડો સાહિત્યની સંસ્થામાં ન કરવાં જોઈએ. ધર્મ-અધ્યાત્મ વ્યક્તિની આંતરિક ભક્તિનો વિષય છે પણ સંસ્થાઓનું સંચાલન ધર્મનિરપેક્ષ-રેશનલ મૂલ્યો દ્વારા જ થવું જોઈએ.’ આગળ લખ્યું કે, સાહિત્ય પરિષદ જેવી સંસ્થામાં ‘બ્રહ્મ સમાજ મિત્ર મંડળ’ ચલાવવું એ ગુજરાતી સાહિત્યની ક્રૂર મશ્કરી છે.
ભાવેશ બારીયા નામના એક યુઝરે કટાક્ષ કરતાં પરિષદને ‘ગુજરાત બ્રાહ્મણ સાહિત્ય પરિષદ’ ગણાવી અને પ્રમુખ પ્રકાશ ન. શાહને ટેગ કરીને લખ્યું કે, ‘સાહિત્યના સ્વાહા કાર્યક્રમ એટલે કે સાહિત્ય પરિષદમાં પૂજા-પાઠના કાર્યક્રમમાં પ્રકાશ ન. શાહે હાજરી આપીને ‘સંસ્થાઓની સ્વાયત્તતા’ના આંદોલનને એક અલગ જ પ્રકારનો વેગ આપ્યો છે.
મેહુલ મંગુબહેન લખે છે કે, જે સંસ્થા સ્વાયત્તતાની વાત કરતી હોય તેણે તેની સાથે સંકળાયેલા દરેક પોતપોતાના ધાર્મિક અનુષ્ઠાનો ઘરે જ કરીને આવે એવો આગ્રહ રાખવો જોઈએ અને પરિસરમાં કોઈપણ ધર્મની પ્રવૃત્તિ કે વિધિવિધાન ન કરવું જોઈએ. આવી સંસ્થાના કાર્યક્રમો પણ ન્યૂટ્રલ સ્થળોએ જ યોજાવા જોઈએ.
અમુકે કહ્યું કે, નોલેજ સોસાયટી સેક્યુલર હોય છે, ત્યાં એક ધર્મને મહાન ન ગણી શકાય. સાથે પરિષદમાં એક ધર્મને ગ્લોરિફાય કરવાના પણ આરોપ લગાવ્યા. આ બાબતને ‘સોફ્ટ હિંદુત્વ’ સાથે પણ જોડી હતી અને આ બધાને ‘દંભ’ ગણાવ્યું. આ સિવાય અમુકે સંસ્થામાં પૂજા થયા બાદ નમાજ પઢવાની પણ પરવાનગી માંગવાની વાત કરી હતી.
પછીથી પ્રકાશ ન. શાહે પોતાના ફેસબુક અકાઉન્ટ પરથી પોસ્ટ કરી હતી. તેમણે લખ્યું કે, સામે તરફેથી કોઇ પરામર્શ કે પૂર્વચર્ચા કરવામાં આવી ન હતી, જોકે તેમાં સદભાવનાની ઓછપ ન હતી. તેમણે કહ્યું કે, તેઓ ‘ચુમાઈને’ સામેલ થયા અને જ્યારે આરતી ઉતારવા માટે પૂછવામાં આવ્યું ત્યારે ‘વિનય જાળવી રાખીને’ પોતે ન જોડાયા. સાથે કહ્યું કે, મારા શેષ કાર્યકાળમાં હું જરૂર એ સમજાવવા કોશિશ કરીશ કે એક સાર્વજનિક સંસ્થા લેખે આપણું શીલ શેમાં હોઈ શકે.
પછીથી સોશિયલ મીડિયા પર પણ ખાસ્સી ચર્ચા ચાલી. કુલદીપસિંહ મારી લખે છે કે, સરસ્વતી વિદ્યાનાં દેવી છે અને તેમની પૂજા-અર્ચના કરવામાં પણ વિદ્યા સાથે જ જોડાયેલા સાહિત્ય પરિષદના લોકોને સેક્યુલરિઝમ નડતું હોય તો તેમણે અન્ય મઝહબમાં પણ કોઇ દેવી-દેવતા જોડાયેલાં છે કે નહીં તે બાબતે તપાસ કરવી જોઈએ અને મળી જાય તો તેમની પણ પૂજા કરવી જોઈએ. સાથે તેમણે લખ્યું કે, આમ કરીને બેલેન્સ જાળવીને સેક્યુલરિઝ્મનું ઉદાહરણ સમાજને પૂરું પાડવું જોઈએ.
વરિષ્ઠ પત્રકાર જશવંત રાવલે લખ્યું કે, ‘ગુજ.સા.પરિષદ પ્રમુખ એક પૂજામાં કેટલા બધા અપરાધબોધી થઈ ગયા છે,એમણે પેલી બ્રાહ્મણ અને ઠગોની વાર્તા વાંચી નહીં હોય?’
ચિંતન જોશીએ હળવા મૂડમાં લખતાં પૂજાપાઠમાં ભાગ લેવા માટે પણ જો પ્રમુખ પર પસ્તાળ પડતી હોય અને તેઓ માફી માંગતા હોય એ સાહિત્ય પરિષદ ગુજરાતી સાહિત્યનો શું ઉદ્ધાર કરશે તેમ પ્રશ્ન ઉઠાવ્યો હતો.
જિજ્ઞેશ પારેખે પણ આ મુદ્દાને લઈને આક્રોશ ઠાલવ્યો હતો. જોકે, આ બધી ચર્ચાઓ સોશિયલ મીડિયા પૂરતી હોય તેમ જણાઇ રહ્યું છે. અધિકારિક રીતે પૂજા થઈ તે સિવાય કશું જ બહાર આવ્યું નથી કે ન સંસ્થા સાથે જોડાયેલા લોકોએ અધિકારિક પ્રતિક્રિયા આપી છે.

You Might Also Like

‘AI ગ્રીન સિટિઝન સ્કોર એપ’ લોન્ચઃ પર્યાવરણ પ્રવૃત્તિઓ બદલ મળશે પોઈન્ટ્સ

અંબાજી ભાદરવી પૂનમ મેળામાં રાજકોટના ‘સહકાર ગ્રુપ’ની અનોખી અન્નસેવા

ગુજરાતમાં દારૂબંધી હટાવવા 2 ઓક્ટોબરે ગાંધીનગરમાં ધરણાં

રાજકોટ મનપાનાં 163 આવાસનો ડ્રો રદ્દ

રાજકોટમાં ગણેશ વિસર્જન માટે 6 સ્થળ નક્કી કરાયા: અન્યત્ર વિસર્જન કરવા પર કડક પ્રતિબંધ

TAGGED: GUJARATI, SahityaParishad, SaraswatiPooja, SOCIALMEDIA
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગઇકાલે માલિયાસણ ઓવરબ્રિજ પર બરફની ચાદર પથરાઈ ગઈ
Next Article આતંકી મોડ્યુલ ગઝવા-એ-હિંદ મામલે NIAએ ગીર સોમનાથ જિલ્લામાં પાડયા દરોડા, શંકાસ્પદ દસ્તાવેજો જપ્ત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

‘AI ગ્રીન સિટિઝન સ્કોર એપ’ લોન્ચઃ પર્યાવરણ પ્રવૃત્તિઓ બદલ મળશે પોઈન્ટ્સ

Khaskhabar Editor Khaskhabar Editor 38 seconds ago
અંબાજી ભાદરવી પૂનમ મેળામાં રાજકોટના ‘સહકાર ગ્રુપ’ની અનોખી અન્નસેવા
કુવાડવા-વાંકાનેર રોડ પર ગણપતિ વિસર્જન વેળાએ તાલમાં ડૂબી જતા પિતા-પુત્ર સહીત ત્રણના મોત
પેઇનકિલર્સ અને એન્ટિબાયોટિક્સ દવાઓના મનસ્વી ઉપયોગ પર લગામ : ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના વેચાણ પર નિયંત્રણ
ગુજરાતમાં દારૂબંધી હટાવવા 2 ઓક્ટોબરે ગાંધીનગરમાં ધરણાં
રાજકોટ મનપાનાં 163 આવાસનો ડ્રો રદ્દ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાત

‘AI ગ્રીન સિટિઝન સ્કોર એપ’ લોન્ચઃ પર્યાવરણ પ્રવૃત્તિઓ બદલ મળશે પોઈન્ટ્સ

Khaskhabar Editor Khaskhabar Editor 38 seconds ago
ગુજરાત

અંબાજી ભાદરવી પૂનમ મેળામાં રાજકોટના ‘સહકાર ગ્રુપ’ની અનોખી અન્નસેવા

Khaskhabar Editor Khaskhabar Editor 16 minutes ago
રાજકોટ

ગુજરાતમાં દારૂબંધી હટાવવા 2 ઓક્ટોબરે ગાંધીનગરમાં ધરણાં

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?