સમૂહ ભોજન, શોભાયાત્રા, રોટલાનો મનોરથ સાથે શહેર જલારામ નગરી બન્યું
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ શહેર સહીત સોરઠ પંથકમાં સંત શિરોમણી પૂ.જલારામ બાપાની 224મી જન્મ જયંતિ ભાવ પૂર્વક રઘુવંશી સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી સવારથી જલારામ બાપા મંદિરે ભાવિકો પૂજન અર્ચન સાથે બાપાની મહા આરતી સાથે જૂનાગઢ શહેર જલારામ નગરી બન્યું હતું. જૂનાગઢમાં જય જલારામના નાદ સાથે જલારામ બાપાની જન્મ જયંતિ નિમિતે લોહાણા મહાજન દ્વારા સવારે 224 દીવડાની આરતી, હજારો ભાવિકો માટે સમૂહ ભોજન તથા હવેલી ગલી જલારામ મંદિર ખાતે અન્નકૂટ દર્શન તેમજ રક્તદાન કેમ્પ અને નિ:શુલ્ક થેલસેમિયા નિદાન સહીત સાંજે ભવ્ય શોભાયાત્રા યોજાય હતી જેમાં અન્ય સમાજના લોકો દ્વારા શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તેની સાથે અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેનાઅને જલારામ સર્કલ સેવા સમિતિ દ્વારા બાળકો માટે જનરલ નોલેજ સ્પર્ધા, આરતી,મહા પ્રસાદ 1111 રોટલાનો મનોરથ સાથે ઉજવણી કરી હતી તેમજ ઝાંઝરડા રોડ સ્થિત જલારામ ભકતી ધામ ખાતે ધ્વજા રોહણ, મેડિકલ રક્તદાન કેમ્પ, મહા આરતી,બાળકો માટે સ્પર્ધા,સન્માન સમારોહ અને જ્ઞાતિ ભોજન સહીત અનેક ધાર્મિક કાર્યક્રમ યોજાયા હતા. તેની સાથે વેરાવળ, પોરબંદર સહીત સોરઠ પંથકમાં જય જલારામનો નાદ ગુંજી ઉઠ્યો હતો અને મહાજન અગ્રણીઓ ડોલરભાઈ કોટેચા,મહેન્દ્રભાઈ મશરૂ, ડે.મેયર ગિરીશભાઈ કોટેચા,પી.બી.ઉનડકટ તેમજ અશોકભાઈ સીરોદરિયા દ્વારા બાપાની જન્મ જયંતિ ભાવ પૂર્વક ઉજવણી કરાય હતી.
જૂનાગઢમાં સંત શિરોમણી જલારામબાપાની જન્મજયંતિની ભાવપૂર્વક ઉજવણી કરાઇ
