‘ન્યૂ ગુજરાત’ના દાવા પરંતુ વેબસાઇટ ઓલ્ડ !
મે 2026માં પણ ઈજ્ઞાુશિલવિં ઽ 2023 દર્શાવતી સાઇટથી ઉઠ્યા સવાલો
- Advertisement -
છઝઘ માહિતી જૂની, યુઝર એક્સપિરિયન્સ અને સેવાઓ માત્ર રીડાયરેક્ટ પૂરતી મર્યાદિત
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
ગુજરાત સરકાર એક તરફ ગિફ્ટ સિટી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (અઈં) અને ડિજિટલ ગવર્નન્સના વૈશ્વિક દાવાઓ કરી રહી છે, ત્યારે બીજી તરફ રાજ્યના પરિવહન વિભાગની સત્તાવાર વેબસાઇટની સ્થિતિ સરકારના હાઇ-ટેક શાસનના દાવાઓને પ્રશ્નાર્થમાં મૂકે તેવી સામે આવી છે.
મે 2026માં પણ વેબસાઇટ પર ત્રણ વર્ષ જૂની વિગતો જોવા મળતા ડિજિટલ ગવર્નન્સની વાસ્તવિકતા સામે અનેક સવાલો ઉભા થયા છે. કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટની સત્તાવાર વેબસાઇટ પર પેજ અપડેટ થયાનું તાજેતરનું દર્શાવવામાં આવે છે, પરંતુ વેબસાઇટના ફૂટરમાં હજુ પણ ઈજ્ઞાુશિલવિં ઽ 2023 લખાયેલું જોવા મળે છે. ટેકનોલોજીના ઝડપભર્યા યુગમાં જ્યાં માહિતી અને ડેટા દરેક ક્ષણે અપડેટ થતા રહે છે, ત્યાં પરિવહન વિભાગ જેવી જનસેવા સાથે સીધી રીતે જોડાયેલી કચેરી હજુ પણ જૂની સિસ્ટમ અને માહિતી પર નિર્ભર હોવાનું ચિત્ર સામે આવ્યું છે.
ખાસ કરીને છઝઘ અને અછઝઘ કચેરીઓના સંપર્ક માટે વેબસાઇટ પર માત્ર જૂની ઙઉઋ ફાઇલ્સ મૂકવામાં આવી છે. વિભાગમાં થયેલા તાજેતરના વહીવટી અને માળખાકીય ફેરફારો વેબસાઇટ પર અપડેટ કરવામાં આવ્યા નથી. પરિણામે નાગરિકોને સચોટ અને તાજી માહિતી મેળવવામાં મુશ્કેલીઓ પડી રહી છે. ડ્રાઇવિંગ લાયસન્સ, વાહન રજીસ્ટ્રેશન સહિતની મુખ્ય સેવાઓ માટે વેબસાઇટ માત્ર કેન્દ્ર સરકારના ‘પરિવહન’ પોર્ટલ પર રીડાયરેક્ટ કરતી જોવા મળે છે. રાજ્યની પોતાની વેબસાઇટ પર સેવાઓની સુવ્યવસ્થિત, ઇન્ટરેક્ટિવ અને યૂઝર-ફ્રેન્ડલી વ્યવસ્થા જોવા મળતી નથી. એટલું જ નહીં, વેબસાઇટની ડિઝાઇન અને યૂઝર ઇન્ટરફેસ પણ આજના આધુનિક ડિજિટલ ધોરણોની સરખામણીએ અત્યંત જૂની અને પછાત જણાય છે.
ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરી 2026માં રાજ્યના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અષિીક્ષ ખજ્ઞમવૂફમશફ દ્વારા ‘ડેટા ગવર્નન્સ ફ્રેમવર્ક’ અને ‘એથિકલ અઈં’ જેવી મહત્વાકાંક્ષી યોજનાઓની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ ટ્રાન્સપોર્ટ વિભાગ જેવી સામાન્ય જનતાને સીધી અસર કરતી વેબસાઇટ સમયસર અપડેટ ન થતી હોવાના કારણે સરકારના ડિજિટલ દાવાઓ અને વાસ્તવિક સ્થિતિ વચ્ચેનો વિરોધાભાસ સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યો છે. હાલની સ્થિતિ જોતા ગુજરાત ટ્રાન્સપોર્ટ વિભાગની વેબસાઇટ માત્ર એક ‘ઓનલાઇન નોટિસ બોર્ડ’ સમાન બની ગઈ હોવાનું માનવામાં આવે છે. નિષ્ણાતોનું માનવું છે કે, જો રાજ્ય સરકાર ખરેખર ડિજિટલ લીડરશિપ સ્થાપિત કરવા માંગતી હોય, તો સરકારી વેબસાઇટ્સને માત્ર રજીસ્ટ્રેશન અને રીડાયરેક્ટ સુધી મર્યાદિત રાખવાના બદલે માહિતીની વિશ્વસનીયતા, પારદર્શિતા અને ઉત્તમ યૂઝર એક્સપિરિયન્સ તરફ પણ ગંભીરતાથી ધ્યાન આપવું પડશે.



