By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    LPG-LNGની મુસીબત ખતમ! : 30 જહાજ હોર્મુઝ ક્રોસ કરી ભારત પહોંચ્યા, હવે 26 બાકી રહ્યા
    5 hours ago
    દક્ષિણ અમેરિકાના વેનેઝુએલા દેશ માં 7.2 અને 7.5 તીવ્રતાના બે ભૂકંપના આંચકા
    5 hours ago
    યુરોપ બન્યુ ભઠ્ઠી : 26 દેશમાં હીટવેવ
    1 day ago
    નતાશા ડોલ સાથેની હિંસા અને વાયરલ ટ્રેન્ડ
    1 day ago
    4-5 વર્ષમાં માણસ કરતાં પણ વધુ બુદ્ધિશાળી બની જશે AI : મસ્ક
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    NCERTના અભ્યાસક્રમમાં 1975-1977 ઈમરજન્સી પ્રકરણ સામેલ:ધોરણ 9માં ભણાવવામાં આવશે
    3 hours ago
    કોલકાતામાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન ગોડાઉનનો શેડ તૂટ્યો, 5નાં મોત
    1 day ago
    MPના CM મોહન યાદવની ભયાનક ભ્રષ્ટાચારલીલા !
    1 day ago
    મુંબઇમાં એક રાતમાં 10 ઇંચ વરસાદ : આજે પણ રેડ એલર્ટ
    1 day ago
    ફૂલ લીધા, ભેટ્યા, ડાન્સ કર્યો…પછી શાતિર સિયાએ મંગેતર કેતનને ખીણમાં ધક્કો મારી દીધો!
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!
    1 hour ago
    લિયોનલ મેસ્સીએ બનાવ્યો ઈતિહાસ : ફુટબોલ વિશ્વકપમાં સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ
    2 days ago
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    1 week ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    1 week ago
    મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 hour ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    6 days ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    2 weeks ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    2 weeks ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 hours ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    લાખાપરના નિરાધાર વૃધ્ધ દંપતીની નવ વીઘા જમીન બોગસ દસ્તાવેજ બનાવી ચાર શખ્સે પડાવી લીધી
    37 minutes ago
    લગ્ન બાદ આધારકાર્ડમાં નામ બદલાવા બારકોડ મેરેજ સર્ટિફિકેટની માંગ પરંતુ પંચાયતમાંથી બારકોડ વિનાનું જ નીકળે છે મેરેજ સર્ટિફિકેટ
    1 hour ago
    અંજારના સતાપરમાં ડુપ્લિકેટ જામુન દારૂની ફેક્ટરી ઝડપાઈ
    3 hours ago
    રાજકોટ બાર એસો.ની કારોબારીમાં નિર્ણય : સોમવારે તમામ કોર્ટમાં હડતાલ
    5 hours ago
    10 વર્ષમાં 88 પેપર લીક થતા 48 પરીક્ષા ફરીથી લેવાઈ : ડૉ. રાજદીપસિંહ જાડેજા
    1 day ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: યાતનાઓનું અભયારણ્ય : યાતનાઓ જ્યાં અભયપણે વિહરતી હોય છે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > યાતનાઓનું અભયારણ્ય : યાતનાઓ જ્યાં અભયપણે વિહરતી હોય છે
Author

યાતનાઓનું અભયારણ્ય : યાતનાઓ જ્યાં અભયપણે વિહરતી હોય છે

Khaskhabar Editor
Last updated: 2022/08/22 at 11:28 AM
Khaskhabar Editor 4 years ago
Share
15 Min Read
SHARE

અશ્વિન ચંદારાણા

વાત 1898ના અરસાની છે. એટલે કે આજથી લગભગ સવાસો વર્ષ પહેલાંની.

- Advertisement -

અમેરિકાના કોલોરાડો રાજ્યનો નેડ નામનો એક યુવક કોલેજના ત્રીજા વર્ષમાં કેમિસ્ટ્રીનો અભ્યાસ કરે છે. એ સમયે સ્પેન અને અમેરિકા વચ્ચે ફિલિપાઇન્સમાં ગૃહયુદ્ધ ચાલી રહ્યું હોવાને કારણે આ અભ્યાસ તેણે અધૂરો છોડવો પડે છે. ફિલિપાઇન્સના યુદ્ધમોરચે એ સમયે 75000 અમેરિકન સૈનિકોને મોકલવામાં આવેલા, જેમાંનો એક આ કથાનો નાયક નેડ પણ હતો.

યુદ્ધ દરમ્યાન નેડ ફિલિપાઇન્સમાં ચાર વર્ષ રોકાય છે, તે દરમ્યાન સૈનિક તરીકે તેને ફિલિપાઇન્સનાં જુદા-જુદા લોકોનાં ઘરોમાં, તેમની સાથે જ રહેવાની સગવડ મળતી રહે છે. છેલ્લે થોડા મહિના માટે તેને એક નોલેસ્કો કુટુંબના ઘરમાં ઉતારો આપવામાં આવેલો.

યુદ્ધના મેદાનમાં હુમલાથી બચવા જતાં સૈનિક નેડ અકસ્માતે એક દિવસ એક એકાકી મકાનમાં સંતાઈ જાય છે, ત્યારે એ મકાન રક્તપિત્તના દર્દીઓનું દવાખાનું છે એમ કહીને તેના સાથીદારો તેને બહાર કાઢે છે. આ એક નાનકડી ઘટના આપણને આ રોગ વિશે, અને લોકો આ ચેપી રોગના દવાખાનાથી પણ કેટલાં ચેતીને ચાલતાં હતાં એ વિશે કેટલું બધું કહી જાય છે. ચેપી રોગોના ફેલાવાનો ઇતિહાસ કંઈ આજકાલનો નથી!

- Advertisement -

નોલેસ્કો કુટુંબની સાથે ગાળેલા દિવસો દરમિયાન તેમની કેરિટા નામની સુંદર પુત્રી નેડને ગમી જાય છે. બંને વચ્ચે મીઠા સંબંધો બંધાય છે, એટલે જો તક મળે તો કેરિટા સાથે લગ્ન કરીને તે ફિલિપાઇન્સમાં જ સ્થાયી થવાનું નેડ વિચારે છે. પરંતુ યુદ્ધમાંથી અચાનક તેને પાછો અમેરિકા મોકલવામાં આવે છે. છૂટાં પડતાં પહેલાં નેડ અને કેરિટા એકબીજાંની ભાષા શીખી લે છે, અને પત્રો દ્વારા એકબીજાંના સંપર્કમાં રહેવાનું નક્કી કરે છે.

અમેરિકા પહોંચ્યા પછી નેડ કેરિટાને પત્રો લખે છે, પરંતુ કેરિટા તરફથી નેડને કોઈ પ્રત્યુત્તર મળતો નથી. નેડના યુદ્ધમાંથી પરત આવ્યા પછી એ જ યુદ્ધમાં લડવા ગયેલા નેડના નાના ભાઈના પત્ર દ્વારા તેને એટલા સમાચાર મળે છે કે કેરિટાના નાના ભાઈ સાંચોને રક્તપિત્ત થયો હતો. કેરિટા તરફથી પ્રત્યુત્તર ન મળવાનું કારણ સમજાઈ જવાને કારણે નેડ તેને ભૂલીને, અભ્યાસનો સમય ચાલ્યો ગયો હોવાને કારણે પોતાના કૌટુંબિક વ્યવસાય ખેતી તરફ વળે છે.

રક્તપિત્ત એ સમયે લાઇલાજ રોગ ગણાતો હતો. આખા અમેરિકામાં બહુ જૂજ સ્થળોએ તેની સારવાર કરવામાં આવતી હતી. સારવાર તો ઠીક, આ જૂજ સ્થળોએ દવાખાનાના નામે રક્તપિત્ત પર સંશોધન જ ચાલતાં હતાં. કોઈને ચોક્કસ ખબર ન હતી કે રક્તપિત્ત શાને કારણે ફેલાય છે. એ રોગ ચેપી છે એટલી જ બધાંને ખબર હતી, અને એટલે જ રક્તપિત્તના દર્દીને હડધૂત કરીને ઘરમાંથી કાઢી મૂકવામાં આવતા હતા. છેક બાઈબલમાં પણ આ રોગનો ઉલ્લેખ છે, અને ‘બેનહર’ નામની નવલકથા કે ફિલ્મ સાથે પરિચિત બધાં જ આ રક્તપિત્તના દર્દીઓની એ સમયે જે હાલત થતી હતી, તેનાથી પરિચિત જ છે!

પોતાનાં કુટુંબ સાથે જીવન જીવતા નેડનો પરિચય જેન નામની એક યુવતીના પ્રેમમાં પડે છે. બંને લગ્ન કરવાનું નક્કી કરે છે. એ જ અરસામાં નેડના ખેતરમાં એક વખત અકસ્માતે આગ લાગે છે. પોતાના કિંમતી ઘોડાને બચાવવા જતાં નેડ વાંસામાં ખૂબ દાઝી જાય છે, પરંતુ તેને કોઈ પીડા નથી થતી, એટલે ડોક્ટરને અને નેડને પણ વહેમ પડે છે

સ્થાનિક ડોક્ટર નેડને તપાસ માટે પહેલાં સેંટ લુઇસ, અને ત્યાંથી ન્યૂયોર્ક મોકલી આપે છે. બાયોપ્સિ તપાસ કરતી વેળાએ ડોક્ટર સાથે થયેલી વાતચીતમાં ફિલિપાઇન્સનો ઉલ્લેખ થાય છે. ફિલિપાઇન્સમાં ફેલાયેલા રોગોથી અવગત ડોક્ટરને ખાતરી થઈ જાય છે, કે નેડને રક્તપિત્ત જ થયો છે.

ન્યૂયોર્કમાં નોંધાયેલો રક્તપિત્તનો આ સૌથી પહેલો કેસ હતો. કોઈ ચોક્કસ ઇલાજ ન હોવાથી, કુટુંબીઓને પણ આ રોગનો ચેપ ન લાગે એટલા ખાતર ડોક્ટર નેડને પોતાને ઘેર પાછા ફરવાને બદલે રક્તપિત્તની કોઈ વસાહતમાં ચાલ્યા જવાની સલાહ આપે છે.

એ સમયે અમેરિકાની રક્તપિત્તની એક માત્ર વસાહત લ્યુસિઆના રાજ્યમાં જ હતી. એ વસાહત નેડના ગામથી નજીક હોવાને કારણે પોતાના કુટુંબીઓને આ રોગથી દૂર રાખવાના ઇરાદે નેડ ત્યાં જવાનું નકારીને 12000 કિલોમિટર દૂર ક્યૂલિયન નામના ટાપુ પર આવેલી રક્તપિત્તના દર્દીઓની વસાહતમાં ચાલ્યા જવાનું સ્વીકારે છે.

આ ક્યૂલિયન ટાપુ એ જ ફિલિપાઇન્સમાં આવેલો હતો, જ્યાંથી નેડને રક્તપિત્ત લાગુ પડેલો!

અહીં આ પુસ્તકનો પહેલો માઇલસ્ટોન કહી શકાય એવો વળાંક છે. ડોક્ટર ન્યૂયોર્કમાં જ એક એકાકી સ્થળે અવાવરુ ઝૂંપડીમાં નેડના રહેવાની કામચલાઉ સગવડ કરી આપે છે. એક પત્ર લખીને નેડ પોતાના નાના ભાઈને ન્યુયોર્કમાં બોલાવે છે. આ પત્રનાં ચાર પૃષ્ઠ વાંચન માટે કદાચ આ આખાયે પુસ્તકના સૌથી અઘરાં પૃષ્ઠો બની રહે તેમ છે. પત્ર છે એટલે ભાષા તો સાવ સરળ છે, પણ એમાં વ્યક્ત થયેલી વાતોને જગતની કોઈ પણ ભાષામાં અનુદિત કરવી અઘરી છે. ફરી-ફરીને વાંચીએ તો પણ એ પત્રનાં પાનાં વાંચતી વેળાએ આંખો ભીની થયા વગર રહે નહીં.

રડી ન શકાતું હોય, અને રડવું જ હોય, એ સમયે આ પત્ર વાંચવા જેવો છે.

ફિલિપાઇન્સમાં ચાલતી લડતી વખતે, બહાર ખેતરોમાં કામ કરતા રક્તપિત્તના દર્દીઓને પણ ગોળીઓનો ડર લાગતો હતો એ જોઈને નેડને એ સમયે એવો વિચાર આવી ગયેલો, કે પોતાને જો રક્તપિત્ત થાય તો પોતે જાતે જ ગોળી મારીને મોતને વહાલું કરે. પણ રક્તપિત્ત થયાનું જાણ્યા પછી પણ તેની જિજીવિષા જુઓ, કે ટોમના ‘તું આત્મહત્યા તો નહીં કરે ને?’ એવા પ્રશ્નનો જવાબ એ પત્રમાં મક્કમતાપૂર્વક આપે છે, કે ‘હું વચન તો નથી આપી શકતો, પણ વિશ્વાસ રાખજે, કે એ રસ્તે ન જવું પડે એ માટે મેં અથાગ પ્રયત્નો કર્યા છે.’

નેડનો નાનો ભાઈ ટોમ નેડને મળવા આવે છે, ત્યારે નેડ તેની સાથે તેમની કાર મગાવે છે. બંને ભાઈઓ સાથે મળીને અકસ્માતે નદીમાં કાર પડી જવાથી નેડનું મૃત્યુ થયાની વાત ફેલાવે છે, જેથી ઘરના બીજા લોકો તેને રક્તપિત્તનો દર્દી માનીને તેની પાછળ દુ:ખી ન થાય. આખા ઘરમાં એક માત્ર નેડનો નાનો ભાઈ જ રક્તપિત્તની આ વાત જાણે છે. નેડની વાગ્દત્તા જેનને પણ આ વાતની સાચી ખબર આપવામાં નથી આવતી. નેડ અકસ્માતે મૃત્યુ પામ્યો હોવાની વાત સ્વીકારીને તે પણ કોઈ મિશનરી સંસ્થામાં બાળકોને ભણાવવા લાગી જાય છે, પરંતુ બીજા કોઈ સાથે લગ્ન નથી કરતી.

ન્યૂયોર્કથી રેલવેના કોલસાના ડબ્બામાં બેસીને નેડ સાનફ્રાંસિસ્કો પહોંચે છે. ત્યાંથી એક યુદ્ધ-જહાજની બંધ કેબિનમાં એક મહિનો વિતાવીને ફિલિપાઇન્સના મનિલા બંદરે ઊતરે છે. પંદર વર્ષ પહેલાં જે સ્થળેથી નેડ અમેરિકા જવા રવાના થયેલો, એ જ સ્થળે નેડ ફરી એક વખત ઊતરે છે, પરંતુ એક જાંબાઝ સૈનિક તરીકે નહીં, પરંતુ એક નિરાશ, નિ:સહાય એવા રક્તપિત્તના દર્દી તરીકે!

મનિલાથી સૌથી પહેલાં તેને પ્રાથમિક ચકાસણી માટે એક દવાખાનામાં લઈ જવામાં આવે છે. આ દવાખાનું જોતાં જ તેને યાદ આવે છે, કે આ એ જ મકાન હતું, જ્યાં વર્ષો પહેલાં સંતાવા માટે અકસ્માતે પહોંચી ગયો હતો! આ એ જ મકાન હતું, જ્યાંથી તેને રક્તપિત્તનો ચેપ લાગ્યો હોવાની સંભાવના હતી. જ્યાંથી રક્તપિત્ત લાગ્યો હોવાની સંભાવના હતી એ જ સ્થળેથી તેની રક્તપિત્તની સારવાર શરૂ થાય છે. જીવનના આ વ્યથાભર્યા વળાંકનું એક ચક્ર જ્યાંથી શરૂ થયેલું ત્યાં ન આવીને ઊભું રહે છે!

અહીં આ કથાનો એક અન્ય હૃદયસ્પર્શી વળાંક આવે છે.

મનિલાના બંદરથી ક્યૂલિયન ટાપુ જવા માટે જે દર્દીઓ રવાના થઈ રહ્યાં હતાં, તેમને જહાજ ઊપડતી વેળાએ વળાવવા આવેલાં દર્દીઓનાં સગાં રોકકળ કરી મૂકે છે. કોઈનાં મા-બાપ, કોઈનાં ભાઈ-બહેન, તો કોઈનાં જીવનસાથી જહાજ ચાલુ થતાં જ દર્દીઓનાં કેટલાંક સગાં જહાજની પાછળ જવા માટે છલાંગ મારીને પાણીમાં કૂદી પડે છે, તો સામે જહાજમાંથી કેટલાંક દર્દી પણ કૂદી પડે છે કેવું વેદનાભર્યું દૃશ્ય હશે એ! વિદાય લઈ રહેલાં અને વિદાય દઈ રહેલાં બધાં જ જાણતાં હોય, કે જીવનમાં હવે કદી-ક્યારેય મળવાનું નથી, ત્યારે વિદાય કેવી હૃદયદ્રાવક બની રહે!

પણ ક્યૂલિયન ટાપુ પરના સારવારકેંદ્ર પર પહોંચ્યાની સૌથી પહેલી રાતે જ એક એવો પ્રસંગ ઊભો થાય છે, જેને કારણે નિરાશ, નિ:સહાય, યુવાન નેડનું એક આશાભર્યા, માયાળુ અને પુખ્ત પુરુષમાં રૂપાંતર થઈ જાય છે.

છેલ્લા એક વર્ષની સારવાર દરમ્યાન તો નેડે કોઈ બીજા માણસને સ્પર્શ સુદ્ધાં કર્યો ન હતો! પણ અહીં આ ટાપુ પર છૂટથી હરી-ફરી શકાતું હતું, બીજાંને મળી શકાતું હતું, કારણકે તેના રક્તપિત્તનો ચેપ હવે કોઈને લાગવાનો ન હતો, કારણકે અહીં બધાં રક્તપિત્તનાં જ દર્દી હતાં.

પહેલી રાતે નેડ એક મોટા કમરામાં એક પલંગમાં એ સૂતો હતો. કમરામાં અન્ય દર્દીઓ પણ સૂતા હતા. અડધી રાતે તેને લાગ્યું, કે દૂર એક પલંગ પર કોઈ રડી રહ્યું હતું. ઊભો થઈને તે એ પલંગ પાસે જઈને જોયું, તો એક દસેક વર્ષનો બાળક રડી રહ્યો હતો. રડવાનું કારણ પૂછતાં એ બાળકે કહ્યું કે તેને પોતાનું ઘર યાદ આવ્યું હતું, મા-બાપ-ભાઈ-બહેન યાદ આવ્યાં હતાં. અત્યંત ગરીબ હોવાને કારણે ગામડેથી મનિલા બંદરે તેને કોઈ મૂકવા પણ આવ્યું ન હતું.

આવનારાં અનેક વર્ષો માટેની યુવાન નેડના જીવનની દિશા અહીં નક્કી થઈ જાય છે. પોતાનો મચ્છરદાનીવાળો પલંગ છોડીને નેડ પેલા બાળકના પલંગમાં, તેની સાથે, તેને વળગીને સૂઈ જાય છે. રડવાનું છોડીને એ બાળક પણ નેડની છાતીએ વળગીને ઘસઘસાટ ઊંઘી જાય છે. કેવું ભીનું-ભીનું દૃશ્ય હશે એ!

બીજી સવારે, તેને આમ વળગીને સૂતેલો જોઈને અન્ય દર્દીઓના મનમાં નેડને માટે એક અલગ જ, ઊંચું સ્થાન બની જાય છે. એ લોકો કહે છે, કે અમે તો આટલા જૂના છીએ. નવા આવેલા એક બાળક માટે આ તો અમારે કરવું જોઈતું હતું!

આ બાબતે આખા ટાપુનું બદલાઈ ગયેલું વાતાવરણ અને નેડ પ્રત્યેનો લોકોનો અભિગમ, નેડ માટે એક તદ્દન નવી જ ભૂમિકા તૈયાર કરી આપે છે, જેના સહારે નેડ પોતાના જીવનનાં આવનારાં પચ્ચીસ વર્ષ કાઢવાનો છે.

આ પચ્ચીસ વર્ષની વાતો કરવામાં તો કલાકોના કલાકો નીકળી શકે તેમ છે, પરંતુ એકાદ બે વાતોનો ઉલ્લેખ કરીને નિરાશ નેડના જીવનમાં આવેલા ઉત્સાહના સંચારને સમજી શકાશે.

ટાપુ પર વસતા દર્દીઓ અને તેમની સારવાર માટે ત્યાં વસતા મેડિકલ સ્ટાફનું મુખ્ય ભોજન માછલી હતું, જે એ સમયે અમેરિકાથી આયાત કરવામાં આવતી હતી. દરિયા કિનારે જ વસતાં લોકો માછલી માટે 12000 કિલોમિટર દૂર આવેલા અમેરિકા પર આધારિત રહે એ જોઈને નેડને નવાઈ લાગી. શારીરિક રીતે થોડા પણ સક્ષમ હોય એવા લોકોને તૈયાર કરીને તેણે ક્યૂલિયનના સમુદ્ર કિનારેથી જ નાના પાયે માછલી પકડવાનું શરૂ કર્યું, જે આગળ જતાં મોટા પાયાની, અને દર્દીઓ દ્વારા ચાલતી જગતની કદાચ પહેલી સહકારી સંસ્થા બની રહ્યું. આ કામમાં તેને અનેક અડચણો નડી. અનેક વાર કામદાર દર્દીઓની મહેનત અને તેમને મળતાં મહેનતાણાં વિશેના નાના-મોટા મામલા હલ કરવાના આવતા, પરંતુ આ બધા પ્રશ્નોનું નિરાકરણ પણ તે લાવી દેતો.

આવું જ એક બીજું ભગીરથ કાર્ય તેણે ઉપાડ્યું. કેટલાંયે વર્ષોથી રક્તપિત્તના દર્દીઓની સેવામાં કાર્યરત આ ટાપુ પર વીજળીની કોઈ વ્યવસ્થા ન હતી. રાત પડે, એટલે આખો ટાપુ અંધારિયો ઓરડો! દર્દીઓની વસાહત હોય, દવાખાનું હોય કે સ્ટાફ-ડોક્ટરોનાં આવાસો હોય, ક્યાંય પણ વીજળી ઉપલબ્ધ ન હતી!

અમેરિકામાં પોતાના ગામમાં ખેતી દરમ્યાન થયેલા પોતાના નાના-મોટા અનુભવોના આધારે નેડે અમેરિકાથી ઉપકરણો મગાવ્યાં, અને દરિયાના મોજાંની તાકાતનો ઉપયોગ કરીને તેણે ક્યૂલિયન ટાપુ માટે સ્વતંત્ર જનરેટર હાઉસ બનાવ્યું, અને ડોક્ટરોનાં આવાસો સહિત આખાયે ક્યૂલિયન ટાપુને ઝગમગતો કરી દીધો.

સાજાંનરવાં લોકો માટે આવું એકાદ પણ ભગીરથ કાર્ય કરવાનું આવે, તો એક જિંદગી ઓછી પડે, ત્યાં હાથપગનાં આંગળાં કે હાથપગ ખુદ ખવાઈ જતાં હોય એવી સ્થિતિમાં આવાં ભગીરથ કાર્યો કરવાં એ કેવી મજબૂત માનસિક સ્થિતિ માગી લે!

અને આ બધાં કાર્યો કેવી પરિસ્થિતિની વચ્ચે થાય છે એ જુઓ, કે ક્યૂલિયનમાં નેડના આગમન પછી, ફિલિપાઇન્સમાં રહેતી નેડની જૂની પ્રેમિકા કેરિટા અને તેનો નાનો ભાઈ સાંચો પણ રક્તપિત્તનાં દર્દી બનીને એ જ ટાપુ પર આવી ગયાં હતાં!

આપણે પ્લેટોનિક લવની વાતો પણ કરી શકવા સમર્થ નથી બની શકતાં, ત્યારે નેડ અને કેરિટા ક્યૂલિયન ટાપુ પર પ્લેટોનિક લગ્નબંધને જોડાય છે. અહીં આ લગ્નસંબંધમાં ‘સંબંધ’ જેવી કોઈ બાબતને કોઈ સ્થાન નથી, કારણ કે ડોક્ટરોએ તેમને જણાવેલું, કે તેમના લગ્નજીવનમાં જો બાળક જન્મે, તો એ રક્તપિત્ત સાથે જ જન્મવાનું!

આખી જિંદગી સ્પર્શવિહોણા લગ્નસંબંધ સાથે જોડાવું એક કોઈ સરળ બાબત નથી! અને તે છતાં લગ્નપ્રસંગ બાદ બંને પોતપોતાના ઘરમાં એ પ્રથમ રાત વિતાવે છે, અને એ પછીના ટાપુ પરની તેમની પ્રત્યેક રાત એ જ રીતે વીતે છે.

આ અને આવી અનેક બાબતોના અંતે ક્યૂલિયન ટાપુ પર રક્તપિત્તની સારવાર કરતા ડોક્ટરો નેડને ‘રક્તપિત્તથી મુક્ત’ જાહેર કરે છે. રક્તપિત્તથી આ મુક્તિ, એટલે કે નેડના હાથપગની આંગળીઓ તો ખરી ગઈ છે, પરંતુ તેનો રક્તપિત્ત હવે આગળ વધવાનો ન હતો. નેડની ઇચ્છા હોય તો તેને પોતાના વતનમાં પાછો ફરવાની ડોક્ટરો તેને રજા આપે છે.

કેરિટા સહિત ટાપુ પરના સઘળા દર્દીઓની રજા લઈને, તેમની સાથે પચીસ વર્ષનું જીવન વિતાવ્યા પછી નેડ અમેરિકા પાછો ફરવા માટે રવાના થાય છે. તેનો નાનો ભાઈ ટોમ તો એ અગાઉ જ ફિલિપાઇન્સના યુદ્ધમાં ખપી ગયો હતો. અમેરિકામાં તેનાં માબાપ મૃત્યુ પામ્યાં હતાં. તેના મૃત્યુનો મલાજો જાળવીને શાળામાં બાળકોને ભણાવતી એક માત્ર જેન તેના આ અમેરિકાપ્રવાસનું કારણ હશે!

નેડનું ગામ એટલું નાનું હતું કે ટ્રેનો ત્યાં ઊભી ન રહેતી. તેના ગામ પાસેથી પસાર થઈને આગળના મોટા સ્ટેશને ઊભી રહેનારી ટ્રેનની બારીમાંથી પોતાના ગામની બત્તીઓને દૂરથી નિહાળીને નેડ ડબ્બામાં સૂઈ જાય છે, અને સવારે મોટા સ્ટેશને ઊભી રહેલી ટ્રેનના એ ડબ્બામાંની સીટ પરથી તેનો મૃતદેહ મળી આવે છે.

નેડની કથાના આ હૃદયદ્રાવક અંતે જ આ પુસ્તક ‘ઠવજ્ઞ ઠફહસ અહજ્ઞક્ષય’ના અનુવાદના પુસ્તકનું શીર્ષક ‘યાતનાઓનું અભયારણ્ય’ રાખવા માટે મને મજબૂર કરેલો. યાતનાઓ આ આખાયે પુસ્તકમાં અભયારણ્યમાં ફરતા પશુઓની જેમ વિના સંકોચ કે વિના ડર વિહરતી જ જોવા મળે છે ને!?

*પુસ્તક: ‘યાતનાઓનું અભયારણ્ય’; મૂળ પુસ્તક ઠવજ્ઞ ઠફહસ અહજ્ઞક્ષય; અનુવાદક: અશ્વિન ચંદારાણા.

You Might Also Like

ઓશોના સામ્રાજ્યની સેકન્ડ-ઇન-કમાન્ડમા આનંદ શીલાની ડાયરી : તેને ન મારશો

અમીરોને કરોડોના હેરકટ અને મધ્યમ વર્ગ પર સરફેસી એક્ટનો કોરડો

ગુજરાતના મૂળ નિવાસી અને 18 વર્ષથી વધુ વયના ભૂમિહીન ખેડૂતોને જ મળશે જમીન

સૌથી ઉત્તમ કોણ ?

ગીતાનો દિવ્ય સંદેશ અને પરમ સત્ય

TAGGED: ARTICLE, book
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગોડ ફાધર Teaser : મેગાસ્ટાર ચિરંજીવી સાથે એક્શન અવતારમાં સલમાન ખાન
Next Article ઝેબુન્નિસ્સા: દેશના અને ગઝલના ઇતિહાસનું એક વિસ્મૃત પાનું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ સમિતિઓના ચેરમેનની જાહેરાત

Khaskhabar Editor Khaskhabar Editor 28 minutes ago
લાખાપરના નિરાધાર વૃધ્ધ દંપતીની નવ વીઘા જમીન બોગસ દસ્તાવેજ બનાવી ચાર શખ્સે પડાવી લીધી
દાદાના હાથમાંથી 5 વર્ષના માસૂમને સિંહણ ખેંચી ગઈ : એક કિલોમીટર દૂર બાળકનો મૃતદેહ મળ્યો
સ્વ. ગજેન્દ્રસિંહ ખુમાનસિંહ ઝાલાના નિધનથી સમાજે ગુમાવ્યા આદર્શ માર્ગદર્શક
લગ્ન બાદ આધારકાર્ડમાં નામ બદલાવા બારકોડ મેરેજ સર્ટિફિકેટની માંગ પરંતુ પંચાયતમાંથી બારકોડ વિનાનું જ નીકળે છે મેરેજ સર્ટિફિકેટ
વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

ઓશોના સામ્રાજ્યની સેકન્ડ-ઇન-કમાન્ડમા આનંદ શીલાની ડાયરી : તેને ન મારશો

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
Author

અમીરોને કરોડોના હેરકટ અને મધ્યમ વર્ગ પર સરફેસી એક્ટનો કોરડો

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
Author

ગુજરાતના મૂળ નિવાસી અને 18 વર્ષથી વધુ વયના ભૂમિહીન ખેડૂતોને જ મળશે જમીન

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?