આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી અનુસંધાને કયા ઉમેદવારો ને મેદાનમાં ઉતારવા અને કઈ રીતે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ની સીટો પર કબજો મેળવવો તેની વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી

જેમાં ઉપસ્થિત જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મણિભાઈ પટેલ ,પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ રાજેન્દ્રસિંહ કુમ્પાવત જિલ્લા પંચાયત પ્રમુખ રતનબેન સુતરીયા, પૂર્વ પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી રામભાઈ સોલંકી ,ઈડર તાલુકા કોંગ્રેસ પ્રમુખ દિવાનજી ઠાકોર, સાબરકાંઠા પ્રભારી બાબુભાઈ ઠાકોર, વિમલ સિંહ પરમાર ,છગનજી વનજારા. તેમજ તાલુકા કોંગ્રેસના આગેવાનો તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા

આવનારા મહેમાનો નું ફુલ હાર થી સન્માન કરવામાં આવ્યું હતું સાથે સાથે કયા ઉમેદવારોને કઈ જગ્યાએ મેદાને ઉતારવા અને કઈ રીતે વધુમાં વધુ સીટો ઉપર કબજો મેળવવો તેની વિશેષ ચર્ચાઓ કરવામાં આવી હતી.

 જગદીશ સોલંકી – સાબરકાંઠા