સાબરાકાંઠા જીલ્લાના મોટર સાયકલ ચોરીના કુલ-૧૩ ગુન્હાઓનો ભેદ ઉકેલી ૨૦ મોટર સાયકલ રીકવર કરી કુલ કી.રૂ.૩,૬૭,૦૦૦ નો મુદ્દામાલ રીકવર કરતી ખેડબ્રહ્મા પોલીસ

સાબરકાંઠા જીલ્લામાં મિલકત સંબંધી તથા વાહનચોરીના ગુન્હાઓ બનતા અટકાવવા તથા બનેલ ગુંન્હાઓ શોધી કાઢવા માટે પોલીસ મહાનિરીક્ષક શ્રી અભય ચુડાસમા સાહેબ, તથા પોલીસ અધિક્ષક શ્રી ચૈતન્ય મંડલીક સાહેબની સુચના આધારે ઇન્ચાર્જ નાયબ પોલીસ અધીક્ષક શ્રી બી.સી.બારોટ તથા સર્કલ પોલીસ ઇન્સ શ્રી ખેડબ્રહ્માં સર્કલના સીધા માર્ગદર્શન હેઠળ ખેડબ્રહ્મા પો.સ.ઇ.શ્રી વી.બી.પટેલ તથા એ.એસ.આઇ.વિષ્ણુભાઇ તથા અ.હેડ.કોન્સ. રાકેશકુમાર તથા અ.પો.કો.જયંતીકુમાર તથા અ.પો.કો. ભુપેન્દ્રકુમાર તથા સુખદેવભાઇ તથા જયદીપકુમાર તથા વિકાસકુમાર તથા પો.કો.મહેન્દ્રકુમાર વિગેરે પોલીસ સ્ટાફના માણસો સાથે ખેડબ્રહ્માં બસ સ્ટેશન હાઇવે રોડ ઉપર વાહનચેકીંગનું આયોજન કરી શંકાસ્પદ મો.સા.ચેક કરતા હતા દરમ્યાન ખેરોજ હાઇવે રોડ તરફથી હીરો આઇ સ્માર્ટ મો.સા.નં.GJ-31-B-5023 મુજબનું મો.સા. લઇને બે ઇસમો આવતા તેને હાથના ઇશારાથી રોકવા જતા પોતાનું મો.સા. યુટર્ન મારી ખેરોજ તરફ ભગાડી મુકેલ જેથી તેનો સરકારી વાહનથી પીછો કરતા જગમેર કંમ્પા સીમ હાઇવે રોડ ઉપર પકડી પાડેલ જેમાં કાયદાના સંધર્ષમાં આવેલ બાળકિશોર તથા કાન્તીલાલ સન/ઓ સાયબાભાઇ કેહરાભાઇ જાતે.પારઘી રહે.સડા (રાજપુર) તા.કોટડા જી.ઉદેપુર રાજસ્થાનના હોઇ મજકુર ઇસમ પાસેની મો.સા. હીરો આઇ સ્માર્ટ મો.સા.નં.GJ-31-B-5023 મુજબનું હોઇ જેઓ પાસે મો.સા.ના માલીકી અંગેના આધાર પુરાવા માંગતા તે નહી હોવાનું જણાવતા પોકેટ કોપ મોબાઇલ અંતર્ગત સર્ચ કરતા આ મોટર સાયકલ બાબતે ખેડબ્રહ્માં પો.સ્ટે.ફસ્ટ ગુ.ર.નં.૧૧૨૦૯૦૨૮૨૦૦૭૦૩/૨૦૨૦ ઇ.પી.કો.કલમ ૩૭૯ મુજબનો મો.સા.ચોરી નો ગુન્હો રજિસ્ટર થયેલ હોય સદર મો.સા. કિ.રૂ.૩૫,૦૦૦ નું ગણી સી.આર.પી.સી. કલમ ૪૧(૧)(ડી) મુજબ કાર્યવાહી કરવામાં આવેલ અને ઉંડાણપુર્વક તપાસ દરમ્યાનમાં સાબરકાંઠા જીલ્લામાં નીચે મુજબના અલગ અલગ જગ્યાએ ગુન્હાઓ આચરેલ હોવાનુ જણાઇ આવેલ છે.

પકડાયેલ આરોપીઓ
(૧) કાયદાના સંધર્ષમાં આવેલ બાળકિશોર
(૨) કાન્તીલાલ સન/ઓ સાયબાભાઇ કેહરાભાઇ જાતે.પારઘી રહે.સડા (રાજપુર) તા.કોટડા જી.ઉદેપુર રાજસ્થાન.

પકડવાના બાકી આરોપીઓ
(૩) હીરો ઉર્ફ હરીયો સાયબાભાઇ પારઘી રહે.સડા (રાજપુર) તા.કોટડા જી.ઉદેપુર રાજસ્થાન.
(૪) અજીત સન/ઓ લક્ષ્મણભાઇ પારઘી રહે.બક્સા(સડા રાજપુર) તા.કોટડા જી.ઉદેપુર રાજસ્થાન
(૫) ભીખો ખોખરીયા રહે.સોનરપ તા. કોટડા જી.ઉદેપુર રાજસ્થાન
(૬) તારીયો રણસા ખૈર રહે.જોટાસણ તા.કોટડા જી.ઉદેપુર રાજસ્થાન
(૭) ભુરો ગમાર રહે. ખાખરીયા તા. કોટડા જી.ઉદેપુર રાજસ્થાન
(૮) બચુ લક્ષ્મણભાઇ પારઘી રહે. બક્સા(સડા રાજપુર) તા.કોટડા જી.ઉદેપુર રાજસ્થાન
(૯) ફતો ખોખરીયા રહે.ડેરી ચીખલા તા.કોટડા જી.ઉદેપુર રાજસ્થાન

 


ખેડબ્રહ્મા
૧૦૨૦૯૦૨૮૨૦૦૭૦૩/૨૦૨૦
મો.સા. હીરો આઇ સ્માર્ટ મો.સા.નં.GJ-31-B-5023
કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર તથા હરીયો સાયબાભાઇ પારઘી, ભુરો ગમાર, કાન્તીલાલ સાયબાભાઇ જાતે.પારઘી
મુદ્દામાલ રિકવર


ખેડબ્રહ્મા
૧૦૨૦૯૦૨૮૨૦૦૫૨૮/૨૦૨૦
હોન્ડા સીડી ૧૧૦ ડ્રીમ મો.સા.નં.GJ-09-BD-6227
કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર તથા અજીતથ લક્ષ્મણભાઇ પારઘી
મુદ્દામાલ રીકવરી બાકી


ખેડબ્રહ્મા
૧૦૨૦૯૦૨૮૨૦૧૦૮૪/૨૦૨૦
સ્પલેન્ડર પ્લસ મો.સા.નં. GJ-09-CS-7638
કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર તથા અજીતથ લક્ષ્મણભાઇ પારઘી
મુદ્દામાલ રીકવર


ખેડબ્રહ્મા
૧૦૨૦૯૦૨૮૨૦૧૧૦૩/૨૦૨૦
બજાજ પ્લેટીના મો.સા.નં.GJ-09-CS-5148
કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર
મુદ્દામાલ રીકવર


વડાલી
૧૧૨૦૯૦૫૪૨૦૧૧૦૭/૨૦૨૦
હીરો HF DELUX મોસા
GJ-09-CG-2543
કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર તથા અજીત લક્ષ્મણભાઇ પારઘી અને બચુ લક્ષ્મણ પારઘી
મુદ્દામાલ રીકવર


વડાલી
૧૧૨૦૯૦૫૪૨૦૧૦૩૮/૨૦૨૦
યામાહા લીબેરો મો.સા
GJ-09-AK-4938
કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર તથા કાન્તીલાલ સાયબાભાઇ પારઘી તથા હીરો ઉર્ફ હરીયો સાયબાભાઇ પારઘી તથા ભુરો ખોખરીયા
મુદ્દામાલ રીકવર


ઇડર
૧૧૨૦૯૦૨૦૨૦૧૪૩૭/૨૦૨૦
બજાજ પ્લેટીના મો.સા.નં. GJ-09-CM-2136
તથા ડ્રીમ યોગા મો.સા નં. GJ-01-FU-0751
કાયદાના સંઘર્ષ્માં આવેલ બાળકીશોર તથા ભીખો ખોખરીયા
મુદ્દામાલ રીકવર


ઇડર
૧૧૨૦૯૦૨૦૨૦૧૩૫૬/૨૦૨૦
હોન્ડા CD 110 ડ્રીમ ડીએક્ષ મો.સા.નં. GJ-09-DF-8842
કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકીશોર તથા તારીયા રણસા ખૈર
મુદ્દામાલ રીકવર


ઇડર
૧૧૨૦૯૦૨૦૨૦૧૦૪૫/૨૦૨૦
હીરો CD DELUX મો.સા.નં.GJ-09-AP-1887
કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકીશોર તથા ફતો ખોખરીયા
મુદ્દામાલ રીકવર

૧૦
ઇડર
૧૧૨૦૯૦૨૦૨૦૧૩૭૧/૨૦૨૦
હોન્ડા ડ્રીમ યોગા મો.સા.નં. GJ-09-CK-8231
કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકીશોર તથા ભીખો ખોખરીયા
મુદ્દામાલ રીકવર

૧૧
ઇડર
૧૧૨૦૯૦૨૦૨૦૧૩૮૬/૨૦૨૦
હીરો સ્પ્લેન્ડર આઇ સ્માર્ટ મો.સા.નં.GJ-09-CU-4667
કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર તથા અજીત લક્ષ્મણભાઇ પારઘી
મુદ્દામાલ રીકવર

૧૨
ઇડર
૧૧૨૦૯૦૨૦૨૦૧૩૮૩/૨૦૨૦
બજજ પ્લેટીના મો.સા.નં.GJ-09-DC-6194 તથા HF CD DELUX મો.સા.નં.GJ-09-AK-1584
કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર તથા હીરીયો સાયબા પારઘી
મુદ્દામાલ રીકવર

૧૩
ઇડર
૧૧૨૦૯૦૨૦૨૦૧૧૨૦/૨૦૨૦
હીરો સ્પ્લેન્ડર RJ-7-SP-1084
કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર તથા અજીત લક્ષ્મણભાઇ પારઘી
મુદ્દામાલ રીકવર બાકી

 

 

અન્ય મો.સા. ની વિગત
(૧) બજાજ કંમ્પનીની ડીસ્કવર ૧૨૫ સી.સી મો.સા. નં.GJ-27-A-4361 તથા ચે.નં.MD2DSJZZZUPD03415 તથા એ.નં.JZUBUE50197 મુજબ જે આશરે ત્રણ વર્ષ પહેલા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક તથા હરીયો સાયબા પારઘી નાઓએ ઇડર થી કાવા રોડ ઉપરથી ચોરેલ છે

(૦૨) સ્પલેન્ડર પ્લસ મો.સા.નં.GJ-09-CT-7434 તથા ચે.નં.MBLHA10CGGHH44135 તથા એ.નં.HA10ERGHH55787 જે મો.સા.બે વર્ષ પહેલા વાસણા ગામેથી કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકીશોર તથા અજીત લક્ષ્મણ પારઘીનાઓએ ચોરેલ છે
(૩) સ્પલેન્ડર પ્લસ મો.સા.નં. GJ-01-MC-6164 તથા ચે.નં.HA10EFAHF12462 તથા એ.નં.HA10EFAHF12462 મુજબ જે મો.સા.બાળકીશોરે એક વર્ષ પહેલા વડાલી બાજુથી ચોરેલ છે.

(૪) હોન્ડા સાઇન મો.સા. જેનો ચે.નં.ME4JC651HFT094498 તથા એ.નં.JC65ETO635509 મુજબ જે મો.સા.કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકીશોર તથા અજીત લક્ષ્મણ પારઘીનાઓએ સાપાવાડા તબેલા પરથી ચાર થી પાંચ માસ પહેલા ચોરેલ છે

(૫) હીરો હોન્ડા કંપની નુ સ્પેન્ડર પ્લસ મો.સા. જેના ચે.નં.05D16C22948 તથા એ.નં.05015M22733 મુજબ જે મો.સા.કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકીશોર તથા અજીત લક્ષ્મણ પારઘીનાઓએ ઇડર સાપાવાડાથી બે વર્ષ પહેલા ચોરેલ છે

(૬) હીરો અક્ષ્ટ્રીમ CBZ જેનો મો.સા.GJ-01-PH-2602 જેના ચે.નં.MBLKC12EHCGL02944 તથા
એ.નં.KC12EECGL03843 મુજબ જે મો.સા. છ માસ પહેલા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકીશોર તથા શીવા
ભેરીયા પારઘી નાઓએ ખેડબ્રહ્માં મુકામેથી ચોરેલ છે.

(૭) સ્પ્લેન્ડર પ્લસ મો.સા.જેનો ચે.નં.MBLHA10EE89F15901 તથા એ.નં.HA10EA89F28243 મુજબ જે મો.સા. અને દોઢેક માસ પહેલા શ્યામનગરથી નાદરી(વડાલી) જતા રોડે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકીશોર તથા અજીત લક્ષ્મણ પારઘીનાઓએ ચોરેલ છે

આમ ખેડબ્રહ્મા,વડાલી,ઇડર પો.સ્ટે. વિસ્તારમાં મો.સા ચોરી કરતી ગેંગના મુખ્ય સુત્રધાર(બાળ કિશોર) તથા તેના એક સાગરીતને પકડી પાડી મો.સા ચોરીના કુલ ૧૩ વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢી કુલ ૨૦ મો.સા કિંમત રૂ ૩,૬૭,૦૦૦ નો મુદ્દામાલ રીકવર કરવામાં સફળતા મળી હતી.

 જગદીશ સોલંકી (સાબરકાંઠા)