દેશ અને દુનિયા કોરોના ની મહામારી થી પીડાય રહિયું છે તેમજ કોરોના મહામારી મા અનેક સામાજિક સંસ્થાઓ તેમજ મેડિકલ સેવાઓ લોકો દ્વારા આપવામાં આવી છે ત્યારે કૉરોના પૉઝિટિવ દર્દીઓને ઑક્સિજનની જરૂર પડે તે માટે મોડાસા વિનાયક ગેસીસ કંપની દ્વારા ઑક્સિજન કેન કૉવિડ હૉસ્પિટલને ભેટ આપવામાં આવી છે. હીંમતનગર મેડીસટાર કૉવિડ હૉસ્પિટલમાં કોરોના વાયરસ ની મહામારી માં કામ કરતા વોલિયન્ટર તેમજ ડોક્ટર, નર્સિંગ તેમજ હોસ્પિટલના સ્ટાફને ઑક્સિજન કેન આપવા આવી… મેઇક ઇન ઇન્ડિયા અંતર્ગત મોડાસા વિનાયક ગેસીસ પોતાની મેનુ ફેક્ચર કેન તૈયાર કરવામાં આવેલી ઑક્સિજન કેન કૉવિડ હૉસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓને કામ લાગે તે હેતુથી હૉસ્પિટલને આપવામાં આવી છે, જેથી ઑક્સિજનની ઓચિંતિ જરૂરિયાત સમયે ઑક્સિજન કેનનો દર્દી ઉપયોગ કરી શકે.

  • અહેવાલ- જગદીશ સોલંકી સાબરકાંઠા.