ભાવનગર રેન્જ ભાવનગરના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી. અશોકકુમાર યાદવ સાહેબના માર્ગદર્શન અને સુચના મુજબ ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને આગામી વિઘાન સભા ચુટણી અનુલક્ષીને ઉમરાળા વલ્લભીપુર મત વિસ્તારમાં પેટ્રોલીંગ ફરવા અને અસમાજીક પ્રવૃતિ કરતા ગુન્હેગારો ઉપર વોચ રાખી ગે.કા. પ્રવૃતિ જણાય આવ્યે કાયદેસર કાર્યવાહી કરવા સખ્ત સુચના આપેલ

જે સુચના આઘારે આજરોજ એલ.સી. બી.ભાવનગરની ટીમ ઉમરાળા-વલ્લભીપુર વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન ઉમરાળા-વલ્લ્ભીપુર ચોકડી પાસે આવતા હેડ કોન્સ. ઘનશ્યામભાઇ ગોહિલ તથા પો.કો. સંજયભાઇ ચુડાસમાને સયુકત બાતમીરાહે હકિકત મળેલ કે,વલ્લભીપુર ગંભિરસિંહજી હાઇસ્કુલ પાસે ભરત નગર પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.ન- ૧૮/૧૭ ઇ.પી.કો. ૩૬૩,૩૬૬ વિગેરે મુજબના ગુન્હામાં ભાવનગર જેલનો પાકા કામનો અને પેરોલ જંપ થયેલ આરોપી અનિલ ઘુંસાભાઇ જાંબુચા રહેવાસી કંટાળા ગામ તા. ઘોઘા વાળો ઉભો છે. અને તેની પાસે દેશી બનાવટની પિસ્ટલ તથા જીવતા કાર્ટસ છે. અને મજકુર જેલ માંથી પેરોલ જમ્પ થયેલ છે. હાજર થયેલ નથી. તેવી હકિકત મળતા જે હકિકત આઘારે જગ્યા ઉપર આવતા બાતમી વાળો ઇસમ અનિલ ભાઇ ઘુસાભાઇ જાંબુચા ઉ.વ.૨૯ ધંધો હિરાઘસવાનો રહે. સિન્ઘુનગર મોક્ષ મંદિર પાસે ઘોઘારીનગર મફતનગર ભાવનગર મુળગામ કંટાળા તાલુકો ઘોઘા જીલ્લો ભાવનગર હાલ રહેવાસી- માતાવાડી એલ.એચ.રોડ ભવાની માતાના મંદિર પાસે ચંપકભાઇની ચાલી મકાન નંબર-૦૭ સુરત વાળો મળી આવતા તેના કબ્જા માંથી એક દેશી બનાવટની પિસ્ટલ (હથીયાર) તથા જીવતા કાર્ટીસ નંગ-૦૩ મળી કુલ રૂ.૧૦,૩૦૦/- ના મુદામાલ સાથે મળી આવતા આર્મ્સ એકટ કલમ ૨૫(૧)(૧-બી) એ મુજબનો ગુન્હો કરેલ હોય ઘોરણસર કાર્યવાહી કરી વલ્લભીપુર પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોઘાવેલ છે.

આ કામગરીમાં એલ.સી.બી.ના પોલીસ ઇન્સ. શ્રી. વી.વી. ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. શ્રી. એન.જી. જાડેજા તથા હેડ કોન્સ. ઘનશ્યામભાઇ ગોહિલ તથા હેડ કોન્સ વનરાજભાઇ ખુમાણ તથા હેડ કોનસ. જયરાજસિંહ જાડેજા તથા પો.કોન્સ. જયદિપસિંહ ગોહિલ તથા ઘર્મેન્દ્રસિંહ ગોહિલ તથા સંજયભાઇ ચુડાસમા તથા ઇમ્તીયાઝ ખાન પઠાણ તથા હસમુખભાઇ મકવાણા એ રીતેના સ્ટાફના માણસો જોડાયા હતા.