ગુજરાત સરકાર દ્વારા પડેલ જાહેરનામા સંદર્ભે ખેડબ્રહ્મા પ્રાંત અધિકારી શ્રી શાહ સાહેબની અધ્યક્ષતામાં ખેડબ્રહ્મા પ્રાંત કચેરી ખાતે નવરાત્રી સંદર્ભે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
covid-19 મહામારીમાં નવરાત્રિના આયોજન પર સરકાર દ્વારા પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે
તે અનુસંધાને ખેડબ્રહ્મા તાલુકા અને શહેરમાં થતા નવરાત્રીના આયોજનના આયોજકોને ગુજરાત સરકારના જાહેરનામા નું અચૂક પાલન કરવાનું રહેશે. નવરાત્રી ઘટ સ્થાપન હોય કે શેરી ગરબા સંદર્ભે વહીવટીતંત્રની પૂર્વ મંજૂરી ફરજિયાત લેવાની રહેશે.
સોશિયલ ડિસ્ટન્સ ફરજિયાત માસ્ક અને સેનેટ રાઈઝર નો ઉપયોગ આજથી શરૂ થતું અચૂક પાલન કરવાનું રહેશે.
તેવું પ્રાંત અધિકારી શ્રી શાહ સાહેબે જણાવ્યું હતું
આ મિટિંગમાં ખેડબ્રહ્મા તાલુકાના અગ્રણીઓ, વેપારી મહામંડળના સભ્યો, નવરાત્રી આયોજક મંડળના આયોજકો, મામલતદાર શ્રી જી.ડી ગમાર, તાલુકા વિકાસ અધિકારીશ્રી ખરાડી, પીએસઆઇ શ્રી વિશાલ બી પટેલ તથા પત્રકાર મિત્રો હાજર રહ્યા હતા.

  • અહેવાલ:- જગદીશ સોલંકી સાબરકાંઠા.