કોટડા-સાંગાણી તાલુકાના પીપલાણા ગામે ૧૨ (બાર) વર્ષની સગીર વયની બાળાનુ અપહરણ થયા અંગે કોટડા-સાંગાણી પોલીસ મથકમાં એ પાર્ટ-૦૦૨૭૬/૨૦૨૦ ઈ.પી.કો.કલમ ૩૬૩,૩૬૬ મુજબ ફરિયાદ નોંધાયેલ હોય જેની તપાસ સર્કલ પોલીસ ઈન્સપેકટર શ્રી ગોંડલનાઓને સોંપાયેલ અને ગુન્હાના ભોગ-બનનાર અને શકદાર મળી ન આવતા વધુ તપાસ નાયબ પોલીસ અધિક્ષક શ્રી ગોંડલને સોંપવામાં આવેલ પરંતુ આ કામના ભોગ-બનનાર અને શકદાર બાબતે કોઈ ફળદાયક હકીકત મળી ન આવતા આ કેસની ગંભીરતા ધ્યાને લઈ વધુ તપાસ રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ વડા,પોલીસ અધીક્ષક શ્રી બલરામ મીણા સાહેબે આ ગુન્હાની તપાસ જાતે સંભાળી લઈ આ ગુન્હાનો ઉંડાણપૂર્વક અભ્યાસ કરી ગુન્હાના ભોગ-બનનાર (અપહ્યત) તથા આરોપીને તાત્કાલીક શોધી કાઢવા માટે શ્રી સાગર બાગમાર સાહેબ એ.એસ.પી.શ્રી જેતપુરનાઓ તથા અમો *એલ.સી.બી.પો.ઈન્સ.,એ.આર.ગોહીલ ને જરૂરી સુચન તથા ટેકનીકલ માર્ગદર્શન આપી અલગ-અલગ ટીમની રચના કરી સરઢવ જી.ગાંધીનગર ખાતે શકદારના રહેણાંક સ્થળે તેમજ મહેસાણા,પાલનપુર,કલોલ વિગેરે તેના સંભવીત સ્થળોએ તપાસ કરાવી તેમજ પોલીસ અધીક્ષક શ્રી બલરામ મીણા સાહેબ, શ્રી સાગર બાગમાર સાહેબ એ.એસ.પી.શ્રી જેતપુરનાઓ તથા અમો એલ.સી.બી.પો.ઈન્સ.,એ.આર.ગોહીલના માર્ગ-દર્શન હેઠળ હ્યુઇમન ઈન્ટેલીજ્ન્સ તથા ટેકનીકલ સપોર્ટ આધારે પો.હેડ.કોન્સ. રવિદેવભાઇ બારડ ને મળેલ હકીકત આધારે ગાંધીનગર જીલ્લાના છત્રાલ જી.આઈ.ડી.સી.વિસ્તારમાંથી સદરહુ અપહરણના ગુન્હાની ૧૨ (બાર) વર્ષની ભોગ-બનનાર સગીરા (અપહ્યત)ને તથા નાસતા-ફરતા આરોપીને શોધી કાઢી સદરહુ અપહરણનો અન-ડીટેકટ ગુન્હો ડીટેકટ કરી પકડાયેલ આરોપીને કોવિડ-૧૯ ટેસ્ટ કરાવવા સારું હસ્તગત કરેલ છે.

  • પકડાયેલ આરોપી 
    હીરાજી કરસનજી ઠાકોર ઉવ.૨૭ રહે.સરઢવ તા.જી.ગાંધીનગર
  • કામગીરી કરનાર ટીમ
    એલ.સી.બી. રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી.ના પો.ઇન્સ. શ્રી એ.આર.ગોહીલ તથા પો.સબ.ઈન્સ.એચ.એમ.રાણા તથા પો.હેડ.કોન્સ. રવિદેવભાઈ બારડ, બાલક્રુષ્ણભાઈ ત્રીવેદી,મહેશભાઈ જાની,શકિતસિંહ જાડેજા,અમીતસિંહ જાડેજા,પો.કોન્સ.નીલેષભાઈ ડાંગર,રહીમભાઈ દલ,દિવ્યેશભાઈ સુવા, ભાવેશભાઈ મકવાણા, રસીકભાઈ જમોડ,કૌશીકભાઈ જોષી…