ગુજરાત પંચાયત સેવા નિયમો ૧૯૯૫ અંતર્ગત વહીવટી સરળતા અને જાહેર હિતાર્થે તલાટી કમ મંત્રીશ્રીઓની બદલી કુલ સંખ્યા 105 નાયબ જિલ્લા વિકાસ અધિકારી હિંમતનગર જીલ્લા પંચાયત ના આદેશ થી કરવામાં આવી હતી જેના વિરોધમાં કોંગ્રેસના ધારાસભ્ય શ્રી અશ્વિન કોટવાલ દ્વારા અને કોંગ્રેસના કાર્યકર્તાઓ ની ઉપસ્થિતિમાં આજરોજ હિંમતનગર ખાતે જિલ્લા પંચાયત બદલીના આદેશનો વિરોધ ધરણા કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં ધારાસભ્ય અશ્વિન કોટવાલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ બદલી રાજકીય દબાણ હેઠળ કરવામાં આવી છે અને મહિલા સરપંચ હોય ત્યાં મહિલા તલાટી નિયુક્તિ થાય તેવી માગણી ધારણા પ્રદર્શનમાં દર્શાવી હતી ત્યારબાદ સરકાર વિરોધ ના સૂત્રોચાર કરી વિરોધ દર્શાવ્યો હતો ધરણા પ્રદર્શન કોઈપણ જાતની પોલીસ પરવાનગી વગર કરવામાં આવ્યું હતું જેના કારણે હાલની કોરોના જેવી ભયંકર બીમારીના જાહેરનામાનો ભંગ કરવા બદલ અને કોઈપણ જાતની પરવાનગી લીધા વગર ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ચાલુ કાર્યક્રમમાં પોલીસ આવી જતાં ધારાસભ્ય અશ્વિન કોટવાલ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ ને ધરપકડ કરવામાં આવી હતી.

  • અહેવાલ:- જગદીશ સોલંકી સાબરકાંઠા .