By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    6 days ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    6 days ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    1 week ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    1 week ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    બિહારના લખીસરાયમાં નાસભાગ, 7 મહિલાના મોત
    4 hours ago
    ઉત્તરાખંડની ટનલમાં ભૂસ્ખલનથી પાણી-કાટમાળ ઘૂસ્યોઃ 7નાં મોત, 3 હજુ ફસાયેલાં
    3 days ago
    PM મોદીની મિમિક્રી કરીને રાહુલ ગાંધી આખા દેશમાં હાંસીપાત્ર બન્યા
    3 days ago
    85 લાખથી વધુ પેન્શનધારકોને સરકારનો ઝટકો! : ન્યૂનતમ માસિક પેન્શન 7500 રૂપિયા નહીં થાય
    3 days ago
    વિશ્વ હાથી દિવસ : વનતારાએ ભારત અને વૈશ્વિક સ્તરે હાથી કલ્યાણના ફેલાવાના કાર્યક્રમોનો વિસ્તાર કર્યો
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    3 days ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    2 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મહિલા કેળવણી નિરીક્ષક પર શાસનાધિકારી પરમારની લુખ્ખાગીરી!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > મહિલા કેળવણી નિરીક્ષક પર શાસનાધિકારી પરમારની લુખ્ખાગીરી!
રાજકોટ

મહિલા કેળવણી નિરીક્ષક પર શાસનાધિકારી પરમારની લુખ્ખાગીરી!

Khaskhabar Editor
Last updated: 2024/03/20 at 11:50 AM
Khaskhabar Editor 2 years ago
Share
6 Min Read
SHARE

શાસનાધિકારી કિરીટ પરમાર નીતિમત્તાના અને ફરજનિષ્ઠાના છેલ્લાં તળિયે બેસી ગયા…

રાજકીય હુંફના કારણે પરમાર બેફામ

- Advertisement -

ફરિયાદી કેળવણી નિરીક્ષકને કિરીટ પરમારે આરોપી બનાવી દીધાં!: સદાદિયાની તપાસ કરવાને બદલે નિરીક્ષકની ઉલટ તપાસ કરી…

ખાસ-ખબર ન્યૂઝ ઈં રાજકોટ, તા.19

- Advertisement -

રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ચાલી રહેલી વ્હાલા-દવલાની નીતિ અંગે ખાસ-ખબરમાં સમયાંતરે અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. આ અહેવાલોને ધ્યાને લઈ થોડા મહિના અગાઉ જ ચેરમેન સહિત આખી શિક્ષણ સમિતિ વિખેરી નાખવામાં આવી હતી. પરંતુ અફસોસ નવા આવેલા ચેરમેન સહિતના સભ્યો પણ કશું ઉકાળી શક્યા નથી. ચેરમેન વિક્રમ પુજારા અને શાસનાધિકારી કિરીટ પરમાર ક્યાં પ્રકારે વહીવટ ચલાવી રહ્યા છે અને શિક્ષણ સમિતિની મહિલા કર્મચારીઓ સાથે ગેરવર્તન કરી કેવી રીતે તેમનું શોષણ કરવામાં આવે છે તેની ચોંકવનારી વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે. સમગ્ર ઘટનાક્રમ મામલે શિક્ષણ સમિતિના મહિલા કેળવણી નિરીક્ષક દ્વારા તેમની પજવણી કરતા તત્વો સામે ન્યાય અને સલામતી આપવા તેમજ પોલીસ ફરિયાદની મંજૂરી માગવામાં આવી છે.ર‘ખાસ-ખબર’ને સમિતિના સૂત્રો પાસેથી આ પત્રની નકલ મળી છે અને તેમાંની વિગતો સ્ફોટક છે.

બનાવની વિગત અનુસાર શિક્ષક સંઘના પ્રમુખ દિનેશ સદાદિયા સહિતનાઓ દ્વારા છેલ્લા ઘણા સમયથી શિક્ષણ સમિતિના મહિલા કેળવણી નિરીક્ષકની પજવણી કરવામાં આવી રહી છે. આ અંગે મહિલા કેળવણી નિરીક્ષક દ્વારા તેમની માનસિક પજવણી કરતા તત્વો સામે પોલીસ ફરિયાદ કરવાની વાંરવાર લેખિતમાં માંગ કરવામાં ઉપરાંત ન્યાય અને સલામતી આપવા જણાવવામાં આવ્યું હતું.

શિક્ષણ સમિતિનો વહિવટ ચિંથરેહાલ, કમિશનરથી લઇને નેતાઓ કોઇને સુધારાઓમાં રસ નથી

આમ છતાં ચેરમેન વિક્રમ પુજારા અને શાસનાધિકારી કિરીટ પરમાર દ્વારા મહિલા કેળવણી નિરીક્ષકની અરજીઓ ધ્યાનમાં ન લઈ ભેદી કારણોસર કોઈ જ કાર્યવાહી કરવામાં આવી રહી નથી અને આજ દિન સુધી દિનેશ સદાદિયા જેવા અનિષ્ટ તત્વોને છાવરવામાં આવી રહ્યા છે.

સમગ્ર મામલે હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે મહિલા કેળવણી નિરીક્ષક દ્વારા કરવામાં આવેલી વિવિધ અરજી સંદર્ભે ગત 16 માર્ચના રોજ હિયરીંગ ગોઠવવામાં આવ્યું હતું. આ હિયરીંગ દરમિયાન શાસનાધિકારી કિરીટ પરમાર દ્વારા ફરિયાદી મહિલા કેળવણી નિરીક્ષક સાથે આરોપી જેવું અત્યંત ગેરવાજબી વર્તન કરવામાં આવ્યું એટલું જ નહીં, મહિલા કેળવણી નિરીક્ષકને ધમકી પણ આપવામાં આવી કે, ’હવે તમારાથી નોકરી કેમ થશે તે હું પણ જોઉં છું.’ આરોપી દિનેશ સદાદિયા સહિતનાઓને બચાવવા માટે શાસનાધિકારી કિરીટ પરમારે ફરિયાદી મહિલા કેળવણી નિરીક્ષક સાથે ખૂબ જ મોટા અવાજે વાત કરી ડરાવી-ધમકાવી હતી. ત્યારબાદ મહિલા કેળવણી નિરીક્ષકની માનસિક અને શારીરિક હાલત ખરાબ થઈ જતા તેઓએ પ્રાથમિક શિક્ષણ નિયામક ગાંધીનગર, મ્યુનિસિપલ કમિશનર રાજકોટ, જિલ્લા શિક્ષણાધિકારી રાજકોટ સહિત સંબંધિત વિભાગ સમક્ષ તેમની પજવણી કરનાર શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવા અંગે મંજૂરી માંગી છે.

હવે સમગ્ર મામલે ઉચ્ચ વિભાગ કેવા પગલાં ભરશે અને શું કાર્યવાહી કરશે એ જોવું રહ્યું પરંતુ વિદ્યાના ધામમાં એક મહિલા કેળવણી નિરીક્ષક સાથે છેલ્લા ઘણા મહિનાઓથી કરવામાં આવી રહેલું ગેરવર્તન અને માનસિક પજવણી મામલે પક્ષના હોદ્દેદારો પણ કેમ કશું કરી રહ્યા નથી એ સવાલ અકળાવનારો છે.

શિક્ષણ સમિતિમાં ચૂંટાયેલા મહિલા સભ્યો પણ મહિલા કર્મચારીઓ – શિક્ષકોનો સાથ આપતા નથી!

શિક્ષણ સમિતિમાં એક અધિકારી અને તેના સાથીદારો દ્વારા મહિલા કર્મચારીઓ સાથે કરવામાં આવતી ગેરવર્તણૂંક અંગે કેળવણી નિરીક્ષકે ઉઠાવેલા અવાજ બાદ અન્ય કેટલાક મહિલા કર્મચારીઓ – શિક્ષકોમાં પણ હિંમત આવી છે. આવનારા સમયમાં અન્ય કેટલાક માનસિક પજવણી કાંડ અને શારીરિક શોષણ કાંડ પણ બહાર આવી શકે તેમ છે. જોકે શિક્ષણ સમિતિના ચેરમેન અને સમિતિમાં ચૂંટાયેલા મહિલા સભ્યો કેમ તેમના મહિલા કર્મચારીઓ – શિક્ષકો સાથે અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવતી પજવણી અંગે મૌન છે એ સમજાતું નથી. શિક્ષણ સમિતિના મહિલા સભ્યોએ પણ હિંમત રાખીને મહિલા કર્મચારીઓ – શિક્ષકોને મદદરૂપ થવું જોઈએ જેથી આવારા તત્વોનું આવી બને અને શિક્ષણ સમિતિમાં મહિલા કર્મચારીઓ – શિક્ષકો નિર્ભય બની પોતપોતાનું કાર્ય કરી શકે.

શહેર પ્રમુખ સાથે સમિતિના સભ્યોની બેઠક: માર્યા પણ નહીં, ભણાવ્યા પણ નહીં

ગત અઠવાડિયે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશીએ ચેરમેન વિક્રમ પુજારા સહિત શિક્ષણ સમિતિના સભ્યો સાથે બેઠક કરી હતી. આ બેઠક અંગે સૌને એવી આશા હતી કે, શિક્ષણ સમિતિમાં ચાલી રહેલી લોંલલોલ અંગે પ્રમુખ દ્વારા કોઈ પગલાં ભરવામાં આવશે. આ સિવાય સમિતિના સભ્યોને પણ વન ટુ વન સાંભળવામાં આવશે. પરંતુ અફસોસની વાત એ છે કે, શિક્ષણ સમિતિની સમસ્યાઓમાં જાણે કોઈને રસ જ નથી. શહેર પ્રમુખે જાહેરમાં કોઈને કશો વાંધો હોય તો તેવું પૂછી ચૂંટણીના કામમાં લાગી જવા માટે સૂચના આપી હતી. આમ, આ બેઠકમાં ખોદ્યો ડુંગર અને નીકળ્યો ઉંદર જેવો ઘાટ સર્જાયો હતો. હકીકતમાં સમિતિના કેટલાક સભ્યોને જો વન ટુ વન પૂછવામાં આવતું તો ઘણી સ્ફોટક બાબતો પ્રમુખ સમક્ષ પ્રસ્તુત થઈ શકતી હોતી.

મહિલા કેળવણી નિરીક્ષકે અનેક અરજી કરી છતાં ચેરમેન – શાસનાધિકારીએ ધરાર કશું ન કર્યું

રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ફરજ બજાવતા મહિલા કેળવણી નિરીક્ષકે તેમને માનસિક પજવણી કરતા તત્વો સામે ન્યાય અને સલામતી આપવા બાબતે તા. 30/8/22, તા. 9/9/22, તા. 16/9/22, તા. 9/11/23 લેખિતમાં અરજી કરી છે. ફરિયાદી મહિલા કેળવણી નિરીક્ષકની આ અરજી બાદ પણ ચેરમેન પુજારા – શાસનાધિકારી પરમારે આરોપી દિનેશ સદાદિયા સહિતનાઓ વિરુદ્ધ ધરાર કશું ન કર્યું હતું. આ અરજીઓ સંદર્ભે ચાર દિવસ પૂર્વે થયેલા હિયરીંગમાં શાસનાધિકારી દ્વારા મહિલા કેળવણી નિરીક્ષક સાથે કરવામાં આવેલી ગેરવર્તણૂંક અને આપવામાં આવેલી ધમકી બાદ હવે નાછૂટકે મહિલા કેળવણી નિરીક્ષકે કાયદાકીય માર્ગ અપનાવવો પડ્યો છે. અહીં એ પણ પ્રશ્ર્ન ઉદ્દભવે છે કે, જો શિક્ષણ સમિતિના ચેરમેન અને શાસનાધિકારી જ મહિલા કર્મચારીઓ અને શિક્ષકોની કરવામાં આવતી પજવણી મામલે પોલીસ ફરિયાદની મંજૂરી નહીં આપે કે કોઈ કડક કાર્યવાહી નહીં કરે તો કોણ કરશે? ચેરમેન પુજારા અને શાસનાધિકારી પરમાર કોની શેહશરમ કે દબાણથી આવારા તત્વોનો પક્ષ લઈ મહિલા કેળવણી નિરીક્ષકને સાથ-સહકાર આપી રહ્યા નથી? શિક્ષક સંઘના પ્રમુખ દિનેશ સદાદિયાનો ક્યાં કારણોસર બચાવ કરવામાં આવી રહ્યો છે?

 

 

You Might Also Like

રાજકોટની જૂની કુવાડવા રોડ પોલીસ ચોકી બની દારૂડિયાઓનો અડ્ડો!

નાગર બોર્ડીંગમાં 19મીએ સર્વે મંડળોની અને 20 ઓગસ્ટે ટ્રાન્સપોર્ટરોની બેઠક યોજાશે

દૂધની ડેરી શરૂ કરવા અમે સહકાર આપશું ભલામણ પણ રાખીશું. પરંતુ ભેળસેળ નહીં ચાલે : જયેશ રાદડિયા

શ્રાવણના પ્રથમ સોમવારે સ્વંભૂ રામનાથ મહાદેવ મંદિરે ભક્તોનો ઘોડાપૂર

શ્રોફ રોડ પર સાત દિવસીય ભવ્ય રાખી મેળાનો આજથી પ્રારંભ, રંગબેરંગી રાખડીઓનો ખજાનો

TAGGED: Rajkot, RulerParmar, womenseducationinspector
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સુપ્રિમ કોર્ટે બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણને તિરસ્કારની નોટિસ પાઠવી
Next Article કોલકાતામાં નિર્માણાધિન ગેરકાયદે ઇમારત ધસી પડી: 9 મોત, 17 ઘાયલ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

બિહારના લખીસરાયમાં નાસભાગ, 7 મહિલાના મોત

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
અમદાવાદના પાર્થ પટેલ અને ગ્રૂપે વિશ્વના સૌથી ઊંચા મોટરેબલ રોડ ઉમલિંગ લા પર બાઇક અભિયાન પૂર્ણ કર્યું
રાજકોટની જૂની કુવાડવા રોડ પોલીસ ચોકી બની દારૂડિયાઓનો અડ્ડો!
ગુજરાતની 10 લાખથી વધુ દીકરીને દર મહિને મફત સેનેટરી નેપકીન
જમીન ન હોય તો ખાનગી જમીન ખરીદીને પણ ગ્રામીણ પરિવારોને વિનામૂલ્યે પ્લોટ ફાળવણી કરાશે
નાગર બોર્ડીંગમાં 19મીએ સર્વે મંડળોની અને 20 ઓગસ્ટે ટ્રાન્સપોર્ટરોની બેઠક યોજાશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટની જૂની કુવાડવા રોડ પોલીસ ચોકી બની દારૂડિયાઓનો અડ્ડો!

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
રાજકોટ

નાગર બોર્ડીંગમાં 19મીએ સર્વે મંડળોની અને 20 ઓગસ્ટે ટ્રાન્સપોર્ટરોની બેઠક યોજાશે

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
રાજકોટ

દૂધની ડેરી શરૂ કરવા અમે સહકાર આપશું ભલામણ પણ રાખીશું. પરંતુ ભેળસેળ નહીં ચાલે : જયેશ રાદડિયા

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?