By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ!
    2 days ago
    જિનપિંગ 11 વર્ષે અમેરિકા પહોંચ્યા : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોટોકોલ તોડી લેવા ગયા
    6 days ago
    ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું
    1 week ago
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    1 week ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘રામ અમીરોના ભગવાન અને મહાદેવ ગરીબોના…’
    1 day ago
    ક્યા કાયદા હેઠળ UPI પર ચાર્જ લગાવ્યો? કોને કમાણી થશે? : સુપ્રીમ કોર્ટ
    2 days ago
    કેદારનાથ ટ્રેક પર કુદરતનો પ્રકોપ!
    2 days ago
    ઉજજૈનમાં શાહી મસ્જિદ વિવાદમાં પથ્થરમારો-લાઠીચાર્જ : 10 સામે FIR, પાંચની ધરપકડ
    2 days ago
    UNમાં પાકિસ્તાનને ધોબીપછાડ : શાહબાઝ શરીફ અને પાકિસ્તાની પત્રકાર બન્નેને જડબાતોડ જવાબ
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    એશિયન ગેમ્સ ટ્રેપ શૂટિંગમાં નીરુને ગોલ્ડ
    1 day ago
    એશિયન ગેમ્સ : ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનને 37-34થી હરાવ્યું
    4 days ago
    રાજકોટમાં ભારતનો દબદબો : ઓસ્ટ્રેલિયા સામે અંડર-19 સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ
    6 days ago
    28 વર્ષનો ઇંતજાર ખતમ : એશિયન ગેમ્સમાં મીરાબાઇએ ભારતને સિલ્વર અપાવ્યો
    1 week ago
    T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    1 week ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કેજરીવાલની રેવડીઓ અને મોદીનાં વિકાસવચનો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > કેજરીવાલની રેવડીઓ અને મોદીનાં વિકાસવચનો
Authorખાસ-ખબરગુજરાત

કેજરીવાલની રેવડીઓ અને મોદીનાં વિકાસવચનો

Khaskhabar Editor
Last updated: 2022/11/28 at 4:56 PM
Khaskhabar Editor 4 years ago
Share
16 Min Read
SHARE

લેખક: સૌરભ શાહ(ઇલેક્શન એક્સપ્રેસ)

- Advertisement -

બન્ને વચ્ચે જમીન-આસમાનનો ફરક છે, ઓ ડોબાઓ!

મોદીએ અને ભાજપે રાજ્યોમાં કે કેન્દ્રમાં જ્યારે જ્યારે સત્તા મેળવી છે ત્યારે ત્યારે મતદારોને આપેલાં વચનો પૂરાં કર્યાં છે: ચાહે એ રામ મંદિરનું નિર્માણ હોય હો, 370મી કલમ હટાવવાની વાત હો કે બીજાં અનેક વચનો હો જે ભાજપના ચૂંટણી ઢંઢેરામાં અપાયાં હોય

મોદી કરે તે લીલા અને કેજરીવાલ કરે તે ભવાઈ? આવું પૂછનારા પાપિયાઓને પોતાની ભવાઈઓને લીલાનો દરજ્જો આપવા કરતાં વધારે રસ મોદીની લીલાને પોતાની ભવાઈની કક્ષાએ ઊતારી પાડવામાં હોય છે. ઊંચે બેઠેલાઓને પોતાના સ્તર સુધી ખેંચી લાવવામાં એમને રસ હોય છે, કારણ કે એમને ખબર છે કે પોતે તો સાત જન્મેય એમના સ્તર સુધી ઉપર નથી ઊઠી શકવાના.
શનિવારે (26મી નવેમ્બરે) ભાજપના સંકલ્પ પત્રની ઘોષણા થતાં જ ઝાડુવાળી અને પંજાવાળી પાર્ટીઓના અગલ-બગલિયાઓ કેમેરા સામે ચિલ્લાવા માંડ્યા કે આ તો મોદીની રેવડી છે. બીજે દિવસે સવારના છાપાંઓ પણ આપ-કોંગ્રેસના મુખપત્રો હોય એમ બરાડવા માંડ્યા કે મોદીએ પણ મતદારોમાં રેવડી વહેંચવાનું શરૂ કરી દીધું.
રાષ્ટ્ર વિરોધી મીડિયાની આવી બદબોઈમાં તસુભાર પણ સચ્ચાઈ નથી.

- Advertisement -

એક: મોદીએ અને ભાજપે રાજ્યોમાં કે કેન્દ્રમાં જ્યારે જ્યારે સત્તા મેળવી છે ત્યારે ત્યારે મતદારોને આપેલાં વચનો પૂરાં કર્યાં છે. ચાહે એ રામ મંદિરનું નિર્માણ હોય હો, 370મી કલમ હટાવવાની વાત હો કે બીજાં અનેક વચનો હો જે ભાજપના ચૂંટણી ઢંઢેરામાં અપાયાં હોય.

બે: મોદી જ્યારે વચનો આપે છે ત્યારે એમણે સો ગળણે ગાળીને આપવાનાં હોય છે, કેજરીવાલની જેમ કે જોકરવાળા ગાંધીની જેમ આસમાનમાંથી ચાંદ-તારા તોડી લાવવાનાં વચનો મોદી નથી આપવા માગતા કારણ કે મોદીને ખબર હોય છે કે પોતાની સરકાર બનવાની જ છે અને એટલે આ બધાં વચનો પાળવાનાં છે, જો નહીં પાળીએ તો પાંચ વર્ષ પછી મતદારો અમને ઘરે બેસાડી દેશે. છેલ્લા અઢી દાયકાથી ગુજરાતમાં 2014થી કેન્દ્રમાં ભાજપ બહુમતીથી સરકાર બનાવી રહી છે તે વાત પુરાવો છે કે મતદારોને ખબર છે કે ભાજપે જે વચનો આપ્યાં છે તે પાળ્યા છે અને અત્યારે જે વચનો આપે છે તે જરૂર પાળશે.

‘ખાસ-ખબર’ દ્વારા RTI કરીને આવા અનેક જુઠ્ઠાણાં બહાર આવ્યા છે, સોશિયલ મીડિયા પર કેજરીવાલના બોલવામાં અને તેનાં કામમાં કેટલું મોટું અંતર છે એના પુરાવાઓ ફરે છે આમ છતાં આ બેશરમ લોકો પોતાના નિર્વસ્ત્રપણાથી સહેજ પણ લજ્જાતા નથી, સાવ નફફટ છે!

ત્રણ: વચનપૂર્તિ કરતી વખતે મોદી સરકારની તિજોરી ખાલી કરી નાખે છે? ના. કેજરીવાલ જ્યારે બે-ચાર વચનો પણ ભૂલેચૂકેય પાળે છે ત્યારે સરકારી તિજોરી સફાચટ થઈ જાય છે અને પછી જ્યારે વિકાસનાં કાર્યો અટકી જાય ત્યારે વાંક કેન્દ્રનો કાઢે છે કે કેન્દ્ર તરફથી અમને સહાય નથી મળતી. ઘરેથી કોલેજમાં ભણવા જતા યુવાનને મા-બાપ ભૂખ લાગે ત્યારે ચા-નાસ્તો કરવા માટે સો રૂપિયા પોકેટમની રૂપે આપે અને પેલો વંઠેલો છોકરો સોની પટ્ટીને જુગારમાં હારી આવે કે, એમાંથી બિયર પી કાઢે કે ગાંજો ફૂંકી આવે અને ઘરે આવીને પાડોશીની આન્ટી આગળ જઈને ફરિયાદ કરે કે માસી આજે તો હું સાવ ભૂખ્યો છું, કશું ખાધું નથી, સવારના રોટલી-શાક વધ્યા હોય તો ખવડાવશો? ત્યારે પાડોશણ બીચારી છોકરાનો વાંક કાઢે કે માબાપનો? ‘આપ’ના વંઠેલા ગંજેરીઓ, પિયક્કડોની આવી ફરિયાદ સાંભળો ત્યારે ધ્યાન રાખજો કે પાડોશીવાળી આન્ટીની જેમ કોઈ તમને બેવકૂફ બનાવી ન જાય.

ચાર: મોદી પાસે દાનત છે અને ઈન્ફ્રાસ્ટ્રકચર છે એટલે જેટલા અબજ રૂપિયાની સહાય કરવાનાં વચનો અપાય છે તેની પાઈએ પાઈ છેવાડાના માણસ સુધી પહોંચે છે. કેજરીવાલની દાનત ખોરી છે, એ માણસ જ સાવ ખોટ્ટો છે, જુઠ્ઠાડો છે. (યાદ છે, એમણે પોતાની દીકરીના સોગંદ ખાઈને કહ્યું હતું કે પોતે રાજકારણમાં પગ નહીં મૂકે) કેજરીવાલ સરકારી પૈસાની ખૈરાત કરે છે ત્યારે એ તમામ પૈસા જનતા સુધી પહોંચવાને બદલે પોતાના ઓળખીતા-પાળખીતાઓના ગજવામાં મૂકી દે છે. કેજરીવાલે સત્તામાં બેસીને સક્ષમ વહીવટ ચલાવવાનું કોઈ તંત્ર જ ઊભું નથી કર્યું કારણ કે એમની એવી કોઈ દાનત જ નથી. દરેક મીડિયા હાઉસને નિયમિત કરોડો રૂપિયાની જાહેરખબરો તેમજ બીજી રસમલાઈઓ આપીને કેજરીવાલ પોતાનો તદ્દન વરવો ચહેરો મેકઅપ લગાડીને પબ્લિક આગળ પેશ કરે છે. ‘ખાસ-ખબર’ દ્વારા આર.ટી.આઈ. કરીને આવા અનેક જુઠ્ઠાણાં બહાર આવ્યા છે. સોશિયલ મીડિયા પર કેજરીવાલના બોલવામાં અને કેજરીવાલના કામમાં કેટલું મોટું અંતર છે એના પુરાવાઓ ફરે છે આમ છતાં આ બેશરમ લોકો પોતાના નિર્વસ્ત્રપણાથી સહેજ પણ લજ્જાતા નથી, સાવ નફફટ છે.

પાંચ: આપિયાઓને બેફામ બોલવાની તાલિમ ગળથૂંથીમાંથી મળેલી છે. ચાહે એ ઈટાલિયા કે ઈસુદાન જેવા સ્થાનિક છછુંદરો હોય કે પછી કેજરીવાલ, સિસોદિયા, સંજય સિંહ જેવા દિલ્હીના છછુંદરો હોય. ગયા અઠવાડિયે મનીષ સિસોદિયાએ શું કહ્યું? ‘ભાજપે કેજરીવાલની હત્યા કરવાનો પ્લાન કર્યો છે.’ અને ‘આપ’નાં બિસ્કિટ ખાઈને પૂંછડી પટપટાવતાં ગલૂડિયાંઓએ આ બેવકૂફીભર્યા સ્ટેટમેન્ટ બ્રેકિંગ ન્યુઝ બનાવ્યા, ફ્રન્ટ પેજ પર છાપ્યાં, કોઈએ આ ‘સમાચાર’ આપતાં પહેલાં સિસોદિયાને પૂછવાની તસ્દી લીધી ખરી કે તમે ક્યા પુરાવાના આધારે આવું કહો છો? સજ્જડ પુરાવો હોય તો પોલીસમાં ફરિયાદ નોંધાવો અને પુરાવો ન હોય તો ભસવાનું બંધ કરો- આવું એક પણ મીડિયાવાળાએ સિસોદિયાને પૂછયું?
મતદાનના દિવસ આડે હવે જ્યારે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે મોદીના વિરોધીઓ હડકાયા કૂતરાની જેમ બેફામ બોલવાનું શરૂ કરશે અને ડેસ્પરેટ થઈ ચૂકેલા રાષ્ટ્રવિરોધી મીડિયાકર્મીઓ બમણા જોરથી ગુજરાતના મતદારોની આંખોમાં ધૂળ નાખવા માંડશે.

પંજાબમાં એક બેવડા કોમેડિયનને મુખ્યમંત્રી બનાવનાર કેજરીવાલે રાજકારણમાં પ્રવેશીને તમને શું કહ્યું હતું? ‘હું એકપણ ઉમેદવાર ક્રિમિનલ રેકોર્ડવાળો ઊભો નહીં રાખું’, આજે ગુજરાતમાં સૌથી વધુ ક્રિમિનલ રેકોર્ડવાળા ઉમેદવારો ‘આપ’ના છે

ઈટાલિયા, ઈસુદાન જેવાઓ મોદી વિરૂદ્ધ જેટલી ગાળાગાળ કરશે એટલું જ તેઓ પોતાનું અહિત કરશે, આ ગુજરાત છે: ઈવન ભારતમાં પણ કોઈ મોદી વિશે અપશબ્દ બોલે તો પ્રજા સાંખી લેતી નથી

છ: ગુજરાતમાં અઢાર-ઓગણીસ વર્ષના જે યુવા મતદારો છે એમણે 2002નું કે તે પહેલાંનું ગુજરાત જોયું જ નથી. આ વખતે જેઓ જિંદગીમાં સૌ પ્રથમ વાર મતદાન કરવાના છે તે મતદારોએ 2002 પછીનું સમૃદ્ધ ગુજરાત જ જોયું છે. એમના મનમાં મીડિયા દ્વારા ઠસાવવામાં આવી રહ્યું છે કે છેલ્લાં વીસ વરસમાં ગુજરાત ખાડે ગયું છે, ગુજરાત પછાત બની ગયું છે, ગુજરાતમાં ભ્રષ્ટાચાર, ગરીબી, મોંઘવારી, બેકારીએ માઝા મૂકી છે એટલે હવે એક મોકો કેજરીવાલને આપો.

આ ફર્સ્ટ ટાઈમ વોટર્સને મારે પૂછવાનું કે કોઈ તમને કહે કે મોદીએ આ દેશ બહુ ચલાવ્યો, હવે એક મોકો દાઉદ ઈબ્રાહિમને આપો-તો? કેજરીવાલ દાઉદ કરતાં પણ વધારે ખતરનાક છે કારણ કે આપણને સૌને ખબર છે કે દાઉદની અસલિયત શું છે? દાઉદ ઈબ્રાહિમે ક્યારેય તમને છેતર્યા છે? એણે માઈક પર હનુમાનચાલીસા ગાઈને તમને જતાવ્યું છે કે પોતે કેટલો મોટો હિન્દુવાદી છે? ના. એ આતંકવાદી છે એની આપણને સૌને ખબર છે. એની અસલિયત વિશે આપણે સહેજ પણ ભ્રમમાં નથી, પણ કેજરીવાલની સચ્ચાઈ બધા સુધી પહોંચી નથી. મસ્જિદના મૌલવીઓને મહિને હજારો રૂપિયાનો પગાર સરકારી તિજોરીમાંથી આપીને વરસે કરોડો રૂપિયા ખર્ચીને પોતાની વોટબેન્ક ઊભી કરનારો આ મુખ્યમંત્રી તમને ઉલ્લુ બનાવવા પોતાની પાર્ટીનો સફેદ-બ્લ્યુ ધ્વજ ગુજરાત પૂરતો કેસરી કરી નાખે છે, હનુમાનચાલીસા ગાવાનું શરૂ કરે છે. નવી પેઢીના શિક્ષણ માટે સ્કૂલો બનાવવાનાં વચનો આપીને સ્કૂલો બનાવવાનું બજેટ કરોડો રૂપિયાની જાહેરખબરોમાં વાપરે છે જેથી એમની સરકારની નવી દારૂનીતિ વિશે કોઈ વિરોધ ન કરે. પંજાબમાં એક બેવડા કોમેડિયનને મુખ્યમંત્રી બનાવનાર કેજરીવાલે રાજકારણમાં પ્રવેશીને તમને શું કહ્યું હતું? ‘હું એકપણ ઉમેદવાર ક્રિમિનલ રેકોર્ડવાળો ઊભો નહીં રાખું’, આજે ગુજરાતમાં સૌથી વધુ ક્રિમિનલ રેકોર્ડવાળા ઉમેદવારો ‘આપ’ના છે. દિલ્હીમાં એમ.સી.ડી.ની ચૂંટણીમાં પણ સૌથી વધુ ક્રિમિનલ રેકોર્ડવાળા ઉમેદવાર ‘આપ’ના છે. દિલ્હીનાં કોમી રમખાણોમાં પકડાયેલા આરોપીઓમાં સૌથી નામીચા માણસો ‘આપ’ના છે. ‘આપ’ જેટલી ભ્રષ્ટાચારી પાર્ટી બીજી કોઈ નથી. અને આ ભ્રષ્ટાચાર બદલ કેજરીવાલને ન તો કોઈ શરમ છે, ન અફસોસ.

સાત: ઈટાલિયા, ઈસુદાન જેવાઓ મોદી વિરૂદ્ધ જેટલી ગાળાગાળ કરશે એટલું જ તેઓ પોતાનું અહિત કરશે. આ ગુજરાત છે. ઈવન ભારતમાં પણ કોઈ મોદી વિશે અપશબ્દ બોલે તો પ્રજા સાંખી લેતી નથી. (મણિશંકર ઐય્યર, દિગ્વિજયસિંહ જેવા કોંગ્રેસી દિગ્ગજોના ફુગ્ગામાંથી કેવી હવા નીકળી ગયેલી યાદ છે? તો તમે તો વળી કઈ વાડીના મૂળા છો?) ખુદ ભાજપમાંના જ કેટલાક લોકો, ભાજપમાંથી દૂર કરવામાં આવે છે ત્યારે, મોદી વિશે સ્હેજ પણ ઘસાતું બોલે છે ત્યારે હિન્દુત્વ માટેનો એમનો ભવ્ય ભૂતકાળ હોવા છતાં પ્રજાની આંખમાંથી તેઓ ઉતરી જાય છે. જય નારાયણ વ્યાસ, ગોરધન ઝડફિયા અને મધુ શ્રીવાસ્તવ સહિત બીજા ડઝનબંધ આદરણીય નામો ગણાવી શકો તમે. ઈવન વિશ્ર્વ હિન્દુ પરિષદમાં રહીને હિન્દુત્વ માટે અભૂતપૂર્વ કામ કરી ચૂકેલા ડો. પ્રવીણ તોગડિયા જેવા મહાન હિન્દુવાદી પણ જ્યારે મોદી વિરૂદ્ધ બોલતા થયા ત્યારે ગુજરાતની પ્રજાની આંખોમાં એમનું સ્થાન નીચે આવી ગયું. મોદી માટેનો આ પ્રેમ ભાજપને જીતાડવામાં ઘણો મોટો ભાગ ભજવે છે આટલી એક વાત જો કેજરીવાલ અને ગુજરાતના એમના જી-હજુરિયાઓ સમજી ગયા હોત તો તેઓએ ક્યારેય મોદી વિરૂદ્ધ અનાપશનાપ બોલવાની ભૂલ ન કરી હોત. આ ભૂલ ‘આપ’ને ભારે પડી છે તે 8મી ડિસેમ્બરે પુરવાર થશે.

આઠ: કેજરીવાલ અને રાહુલ ગાંધીનો આરાધ્યદેવ જોસેફ ગોબેલ્સ છે જે એડોલ્ફ હિટલરના પ્રોપેગેન્ડા મિનિસ્ટર હતો. આ બેઉ ખેપાનીઓને ખબર છે કે અમે એક જુઠ્ઠાણું બોલીશું એટલે અમારી પગચંપી કરનારું મીડિયા છ નહીં છસોવાર એ જુઠ્ઠાણાનો પ્રચાર-પ્રસાર કરશે, અને સાચું શું છે તે વિશે સ્પષ્ટતા થાય એ દરમ્યાન સામાન્ય પ્રજાના ભોળા માનસમાં આ જુઠ્ઠાણાની અસર ઊંડે સુધી ઊતરી ચૂકી હશે.
તાજેતરના બે દાખલા લઈએ- બંને ગુજરાત બહારના છે પણ આગામી અઠવાડિયા-દસ દિવસ દરમ્યાન ગુજરાતમાં પણ આવાં કાંડ મોટેપાયે ખેલાશે. હું ઓળખું છું આ રાષ્ટ્ર વિરોધી મીડિયાના પત્રકારોને. એકે-એકને ઓળખું છું. દરેકની કુંડળી, દરેકના ભૂતકાળની ફાઈલો, દરેકનાં ડોઝિયર છે.

હિન્દુત્વના પ્રહરીઓને બદનામ કરવા માગતા ઈટાલિયાઓએ મોરારિબાપુ માટે અને ઈસુદાને બીજાઓ માટે આ પ્રકારનાં દુષ્કર્મો કર્યા જ છે, તેઓ પહેલી ડિસેમ્બર પહેલાં અને પાંચમી ડિસેમ્બર પહેલાં મરણિયા થઈને ભાજપના સમર્થકોને, હિન્દુત્વના સમર્થકોને, મોદીના સમર્થકોને બદનામ કરવા આવું બીજું ઘણું કરશે જેથી પોતાની ડિપોઝીટ બચી જાય!

ગયા અઠવાડિયે મહારાષ્ટ્રના એક ચાય-બિસ્કુટ મીડિયાએ ગપગોળો ચલાવ્યો કે મુખ્યમંત્રી એકનાથ શિંદે નાસિક-શિરડીની મુલાકાત વખતે એક જ્યોતિષ પાસે જઈને પોતાનો હાથ બતાવી આવ્યા અને પૂછી આવ્યા કે પોતાની સત્તા ટકશે કે નહીં?
ગલીનો એક કૂતરો ભસે એટલે બીજાં કૂતરાં પણ કંઈ જોયા-કર્યા વિના ભસવાનું શરૂ કરે. મહારાષ્ટ્રના મીડિયાએ શરૂ કરી દીધું. શરદ પવારથી માંડીને જે કોઈ રસ્તામાં મળે તેના મોંઢામાં માઈક ઘાલીને પૂછવા માંડ્યા: ‘શિંદેએ આવું કર્યું… તમારી પ્રતિક્રિયા શું?’ સૌ કોઈ કહેવા લાગ્યું! ‘આ તો અંધશ્રદ્ધા કહેવાય… શિંદેને પોતાની સત્તા રહેશે કે નહીં તેનો ભરોસો નથી… ભાજપ શિંદેનો વિશ્ર્વાસઘાત કરશે એટલે શિંદેને ડર છે…. મહારાષ્ટ્રમાં અસ્થિર રાજકારણના દિવસો શરૂ થઈ ગયા છે વગેરે…
હકીકત શું હતી? શિંદેના પ્રવક્તા દીપક કેસરકરે ગાઈ-બજાવીને કહ્યું કે શિંદે કોઈ જ્યોતિષને મળ્યા જ નથી. શિંદેએ પોતે કહ્યું કે હું કોઈ જ્યોતિષને મળ્યો જ નથી. ધારો કે, શિંદે જ્યોતિષને મળ્યા હોત તો તે કોઈ બીજા કામસર મળ્યા હોત એવું પણ બને અને ધારો કે એમણે પોતાનો હાથ બતાવ્યો હતો તો પોતાની અંગત જિંદગીના કોઈ પ્રશ્ર્નનો જવાબ મેળવવા કુતૂહલથી બતાવ્યો હોઈ શકે. જો કે, અહીં તો એવું પણ નથી. જ્યોતિષને મળ્યા જ નથી. પહેલા કૂતરાનું અનુકરણ કરીને ભસવાનું શરૂ દેવાને બદલે આ પત્રકારો શિંદેને કે એમના પ્રવક્તાને રૂબરૂ મળીને કે ફોન કરીને સાચી હકીકતની જાણકારી ન મેળવી શક્યા હોત?

બીજો કિસ્સો સ્વામી રામદેવનો છે. સ્વામીજીએ સ્ત્રીઓ કોઈ કપડાં ન પહેરે તો વધારે સુંદર લાગે એવું કહ્યું એ મતલબનું તમે બધે વાંચ્યું, સાંભળ્યું.
શું ખરેખર?
સ્વામી રામદેવ આવું બોલે? શું એમની જીભ લપસી પડી? શું આ કક્ષાની જવાબદાર વ્યક્તિની કોઈ દિવસ જાહેરમાં તો શું ખાનગી વાતચીતમાં પણ જીભ લપસે ખરી?
પણ મીડિયાએ ચલાવ્યું અને તમે માની લીધું.
થોડીક તસ્દી લઈને યુ-ટયુબ પર અનએડિટેડ વિડીયો જોજો. સ્વામી રામદેવ સ્ત્રીઓના પરિધાન વિશે વાત કરતાં કહે છે કે સાડી સ્ત્રીઓ માટે આદર્શ પહેરવેશ છે અને અહીં બેઠેલાં અમૃતા ફડણવીસ (મહારાષ્ટ્રના માનનીય ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના પત્ની)ની જેમ ચૂડીદાર-કમીઝ પણ સ્ત્રીઓને શોભે અને મારી જેમ તેઓ (બીજું) કંઈ પણ ના પહેરે (અને સાદાં ભગવાં વસ્ત્રો પહેરે) તો ય તેઓ શોભી ઊઠે.
સ્વામીજીએ ત્રુટક ત્રુટક બોલેલા શબ્દોનો આગળ-પાછળના રેફરન્સ સાથે આ ભાવાર્થ થાય. પણ નિર્વસ્ત્ર મીડિયાને બધે નાગું નાગું જ દેખાયું. મારે એક વાત પૂછવી છે મીડિયાના મારા આ જાતભાઈઓને (જેમાંના કેટલાક કમજાતભાઈઓ છે) કે સ્વામીજી જે બોલ્યા એકઝેટલી તે જ શબ્દો તમારા પિતાજીએ ઉચ્ચાર્યા હોત તો શું તે શબ્દોનું આવું અર્થઘટન કરીને તમે તમારા માતા કે બહેન આગળ રજૂ કરવાની ધૃષ્ટતા આચરી હોત?
હિન્દુત્વના પ્રહરીઓને બદનામ કરવા માગતા ઈટાલિયાઓએ મોરારિબાપુ માટે અને ઈસુદાને બીજાઓ માટે આ પ્રકારનાં દુષ્કર્મો કર્યા જ છે. તેઓ પહેલી ડિસેમ્બર પહેલાં અને પાંચમી ડિસેમ્બર પહેલાં મરણિયા થઈને ભાજપના સમર્થકોને, હિન્દુત્વના સમર્થકોને, મોદીના સમર્થકોને બદનામ કરવા આવું બીજું ઘણું કરશે જેથી પોતાની ડિપોઝીટ બચી જાય.

નવ: ભાજપના સંકલ્પ પત્રમાં જે 32 વચનો અપાયાં છે તેને કારણે મતદારોના બત્રીસે કોઠે દીવા થવાના છે. આ તો બધાં વધારાનાં વચનો છે, ઓલરેડી ગુજરાતની ભાજપ સરકાર વિકાસનાં જે કામ કરી રહી છે તે તો છે જ, અને એ ચાલુ જ રહેવાનાં છે. ચૂંટણી ઢંઢેરામાં એ ઉપરાંતના કામોનાં વચન અપાયાં છે. મારે હિસાબે આ 32માંથી સૌથી અગત્યનાં જે ત્રણ કામ આગામી પાંચ વર્ષમાં ગુજરાતને જોવા મળશે તે આ છે: 1. સમગ્ર રાજ્યના રસ્તાઓને 4 કે 6 લેનના ધોરી માર્ગને જોડનારો 3000 કિલોમીટરનો પ્રથમ પરિક્રમા પથ. 2. ગુજરાતની અર્થવ્યવસ્થાને 1 ટ્રિલિયન ડોલરની બનાવવા માટે 5 લાખ કરોડનું વિદેશી રોકાણ આકર્ષવું અને 3. કોમી રમખાણો કે વિરોધ પ્રદર્શનો, દેખાવો દરમ્યાન સરકારી કે ખાનગી પ્રોપર્ટીને થયેલા નુકસાનની વસુલી માટેનો કાયદો (અર્થાત્ યોગીજીનું બુલડોઝર હવે ગુજરાતમાં!) સાથોસાથ આતંકવાદી સંગઠનોને સ્થાનિક સપોર્ટ આપનારાં તત્ત્વોને જડમૂળથી ઉખેડી નાખવા માટે એન્ટી રેડિક્લાઈઝેશન સેલ.
ભાજપના શાસનમાં ભ્રષ્ટાચાર, મોંઘવારી, બેકારી, ગરીબીએ માઝા મૂકી છે એ આક્ષેપોમાં તથ્ય કેટલું છે? કેજરીવાલને ભૂલેચૂકેય જો મતદારોએ ચાન્સ આપ્યો અને ન કરે નારાયણ ને ઈસુદાન ગઢવી ગુજરાતનો મુખ્યમંત્રી બની ગયો તો ગુજરાતનાં આગામી પાંચ વર્ષ કેવા હશે?

આ ત્રણેય સવાલોના જવાબ માટે આવતી કાલે ‘ઈલેકશન એક્સપ્રેસ’નો બીજો હપ્તો વાંચવાનું ચૂકતા નહીં.

આજે બસ આટલું જ. શું વિધાનસભાની ચૂંટણીનું મહત્ત્વ માત્ર લોકલ પ્રશ્ર્નો હલ કરવા પૂરતું જ મર્યાદિત હોય છે? દિલ્હીમાં રહીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભવિષ્યના ભારત માટે જે અમુક કામ કરવા ધારે છે તે કામ માટે એમને લોકસભાની જ ચૂંટણીનાં પરિણામ મદદ કરશે, વિધાનસભાનાં નહીં?

 

 

You Might Also Like

રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યોનું લિસ્ટ જાહેર: ભાજપના 11 અને કોંગ્રેસના એક ઉમેદવારે ફોર્મ ભર્યું

રઘુવંશી પરિવાર માટે 7 ઓક્ટોબરે ‘હાલો ને આપણા મલકમાં’ ગરબા મહોત્સવ યોજાશે

પડધરીના મોવીયામાં ધોકાથી બઘડાટી, માતા – પુત્ર સહિત 3 ઈજાગ્રસ્ત

રાજકોટના લોકમેળામાં ૪૦થી વધુ જાલીનોટો વટાવી મોજશોખ કર્યા હોવાની કબૂલાત : એમપીના શખ્સને ઝડપી લેવા તજવીજ

ઢેબર રોડ પર બસ સ્ટેશનમાં સેન્ડલ વેલનેસ સેન્ટર નામના સ્પાની આડમાં કુટણખાનું ચલાવતુ દંપતિ ઝબ્બે

TAGGED: aap, arvindkejriwal, assemblyelection, BJP, Gujarat, narendramodi
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જૂનાગઢ: નજીવી બાબતે બે યુવાનો પર ટોળાએ કર્યો હૂમલો
Next Article તાલાળા રોડ ઉપરથી 1.34 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યોનું લિસ્ટ જાહેર: ભાજપના 11 અને કોંગ્રેસના એક ઉમેદવારે ફોર્મ ભર્યું

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
રઘુવંશી પરિવાર માટે 7 ઓક્ટોબરે ‘હાલો ને આપણા મલકમાં’ ગરબા મહોત્સવ યોજાશે
બાઘી નજીક બાઈક સ્લીપ થતા 18 વર્ષીય યુવકનું મોત
પડધરીના મોવીયામાં ધોકાથી બઘડાટી, માતા – પુત્ર સહિત 3 ઈજાગ્રસ્ત
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના અનીડા-સોનારીયા રોડ પર ‘મોતના કૂવા’ જેવા ખાડાઃ ગ્રામજનો ત્રસ્ત
સુપેડી ગામે નિવૃત તલાટી મંત્રીને APK ફાઈલમાં કંકોત્રી મોકલી ઓનલાઈન ફ્રોડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યોનું લિસ્ટ જાહેર: ભાજપના 11 અને કોંગ્રેસના એક ઉમેદવારે ફોર્મ ભર્યું

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
રાજકોટ

રઘુવંશી પરિવાર માટે 7 ઓક્ટોબરે ‘હાલો ને આપણા મલકમાં’ ગરબા મહોત્સવ યોજાશે

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
રાજકોટ

પડધરીના મોવીયામાં ધોકાથી બઘડાટી, માતા – પુત્ર સહિત 3 ઈજાગ્રસ્ત

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?