એનિમલના આ ફર્સ્ટ લુક પોસ્ટરની રીલીઝ ડેટની જાહેરાત 30 ડિસેમ્બરે કરી દેવામાં આવી હતી. એવામાં નવા વર્ષની અડધી રાત્રે એનિમલના ફર્સ્ટ લુક પોસ્ટર પ્રશંસકોની આતુરતા વધારવા માટે આવી ગયુ છે. એનિમલના આ પોસ્ટરમાં રણબીર કપૂર ખૂબ ખુંખાર અંદાજમાં જોવા મળી રહ્યો છે.
- Advertisement -
View this post on Instagram
સામે આવ્યું ‘એનિમલ’નુ ફર્સ્ટ લુક પોસ્ટર
- Advertisement -
નવા વર્ષની મધ્ય રાત્રિએ આશરે 12 વાગ્યે ફિલ્મ સમીક્ષક તરણ આદર્શ તરફથી સત્તાવાર ઈન્સ્ટાગ્રામ પર એનિમલના ફર્સ્ટ લુક પોસ્ટરને શેર કરવામાં આવ્યું છે. આ પોસ્ટરમાં તમે જોઇ શકો છો કે સુપરસ્ટાર એક નવા અંદાજમાં જોવા મળી રહ્યાં છે. હાથમાં કુહાડી, મોંઢામાં સિગરેટ અને લોહીમાં લથપથ રણબીર કપૂર ખૂબ ખતરનાક દેખાઈ રહ્યાં છે. એનિમલના આ ફર્સ્ટ લુક પોસ્ટર પરથી સ્પષ્ટપણે અંદાજ લગાવી શકાય છે કે ફિલ્મ શમશેરાની જેમ આ વખતે પણ દર્શકોને રણબીરનો એક્શન અવતાર દેખાશે. એનિમલના આ પોસ્ટરે પ્રશંસકોની આતુરતાને ડબલ કરી દીધી છે. સોશિયલ મીડિયામાં એનિમલના આ લેટેસ્ટ પોસ્ટરને વધુ પસંદ કરાઈ રહ્યું છે.
View this post on Instagram
ક્યારે રિલીઝ થશે ‘એનિમલ’
એનિમલનુ ફર્સ્ટ લુક પોસ્ટર સામે આવ્યાં બાદ આ ફિલ્મની રીલીઝ માટે પ્રશંસકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે 11 ઓગષ્ટ 2023ના રોજ રણબીર કપૂરની એનિમલ થિયેટરોમાં આવશે.