આજે પોષ મહિનાના શુક્લ પક્ષની એકાદશી છે. જેને પવિત્રા અને પુત્રદા એકાદશી પણ કહેવામાં આવે છે. આ તિથિ પર ભગવાન વિષ્ણુની વિશેષ પૂજાની પરંપરા છે. પુત્રદા એકાદશી પર પોષ અને કમૂર્તા હોવાથી સૂર્ય દેવની પૂજા પણ ખાસ કરીને કરવી જોઈએ. આ દિવસે વ્રત-પૂજાથી સંતાનની ઈચ્છા રાખનારા લોકોની મનોકામના પૂરી થાય છે.

પાણીમાં તલ મિક્સ કરીને ન્હાવાની પરંપરા

પોષ મહિનામાં આવતી પુત્રદા એકાદશી પર પાણીમાં ગંગાજળ અને તલ મિક્સ કરીને ન્હાવાની પરંપરા છે. આમ કરવાથી જાણતા-અજાણતા થયેલા દરેક પ્રકારના પાપ અને દોષ ખત્મ થાય છે. આ અગિયારસે તલ ખાવ અને તેનુ દાન પણ આપવુ જોઈએ. આ વ્રતમાં ભગવાન વિષ્ણુની પૂજા દરમ્યાન શંખથી અભિષેક કરવાનુ વિધાન જણાવવામાં આવ્યું છે. આ સાથે ત્યારબાદ તુલસી પત્ર ચઢાવવુ જોઈએ. આમ કરવાથી મહાપૂજાનુ ફળ મળે છે.

પોષ મહિનામાં ભગવાન વિષ્ણુ અને સૂર્ય પૂજાનુ મહત્વ

પુરીના જ્યોતિષાચાર્ય ડૉ. ગણેશ મિશ્ર જણાવે છે કે હિન્દુ કેલેન્ડરના પોષ મહિનાના દેવ ભગવાન વિષ્ણુ અને સૂર્ય છે. આ મહિનામાં ભગવાન સૂર્યના ભગ રૂપની પૂજા કરવી જોઈએ. જેનાથી આરોગ્ય સારું રહે છે અને ઉંમર પણ વધે છે.

પોષ મહિનામાં આવતી પુત્રદા એકાદશીનુ વ્રત મનાય છે ખાસ

ખગોળીય દ્રષ્ટિથી જોઈએ તો આ મહિનામાં સૂર્યની રોશની ધરતીના ઉત્તર ગોળાર્ધ પર વધુ સમય સુધી રહે છે. તેથી આ દિવસે સૂર્ય પૂજાનુ ઘણુ મહત્વ છે. પોષ મહિનામાં ભગવાન વિષ્ણુના નારાયણ રૂપની પૂજાનુ વિધાન ગ્રંથોમાં જણાવવામાં આવ્યું છે. આ રૂપ માણસને સારા કર્મની શીખ આપે છે. ભગવાન રામ અને શ્રીકૃષ્ણ પણ નારાયણ રૂપના અવતાર હતા. તેથી પોષ મહિનામાં આવતી પુત્રદા એકાદશીનુ વ્રત ખાસ માનવામાં આવે છે.

આ દિવસે શું કામ કરશો?

-આ દિવસે સૂર્યોદય પહેલા ઉઠીને તીર્થ સ્નાન અને ઉગતા સૂર્યની પૂજા કરવી જોઈએ.
-શાલગ્રામ અને તુલસી પૂજાની સાથે તુલસીના છોડમાં જળ ચઢાવવુ જોઈએ.
-પીપળામાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે. તેથી સવારે જલ્દી પીપળાની પૂજા પણ કરો.
-કેળના વૃક્ષની પૂજા કરો. આમ કરવાથી પણ ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે.
-જરૂરીયાતમંદ લોકોને તલ, ગોળ અને ગરમ કપડાનુ દાન કરવુ જોઈએ.