સાધુઓની વિકૃત કામલીલાની જવાબદારી
લેવી નથી પણ ફાલતૂ દલીલો કરવી છે
રાત-દિવસ બ્રેઈન વૉશ કરતાં સ્વામિનારાયણ સંપ્રદાયના ‘સંતો’નો દાવો, ‘અમે બ્રેઈન વૉશ કરતાં નથી!’
- Advertisement -
‘અમે જીવન પરિવર્તન કરીએ છીએ’ તેવો દાવો: કોનું જીવન પરિવર્તન કરે છે- તે વિશે ફોડ નહીં
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.22
રાજકોટ નજીક યોજાયેલા સંત સંમેલનમાં રમેશભાઈ ઓઝાએ સ્વામિનારાયણ સંપ્રદાયની કટ્ટરતા અને સનાતનવિરોધી માનસિકતા અંગે માર્મિક વાત કરી હતી અને આ ટકોર સંપ્રદાય પચાવી શક્યો નથી. સ્વામીઓ લાજવાને બદલે હવે ગાજ્યા છે અને સામા શિંગડા ભરાવ્યા છે. ગુજરાતમાં થોડા સમયથી સ્વામિનારાયણ સંપ્રદાયનો વિવાદ ચાલી રહ્યો છે. સ્વામિનારાયણના કેટલાક સંતોને વિવાદિત અને કથિત વીડિયો વાયરલ થયા હતા, જેના કારણ સમગ્ર સનાતન ધર્મને ઠેસ પહોંચી હતી. રમેશભાઈ ઓઝાએ કોઈપણ સંપ્રદાયનું નામ લીધા વિના બ્રેઇનવોશને લઈને નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ‘સાધુનું કામ બ્રેઈન વોશ નહીં હાર્ટ વોશનું છે’ વધુંમાં તેમણે વધુમાં કહ્યું હતું કે, ‘હું જ મોટો, મારા જ ગુરૂ મોટા, આવી વાત ન કરવી જોઇએ.’
- Advertisement -
ઉલ્લેખનીય છે કે, આડકતરી રીતે ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ સ્વામિનારાયણ સંપ્રદાયની વાત કરી હતી, ત્યારે રમેશભાઈ ઓઝાની નિવેદન પર સ્વામિનારાયણ સંપ્રદાયે કેમ્પેઈન શરૂ કર્યું છે. સ્વામિનારાયણ સંપ્રદાયનું કહેવું છે કે, ‘અમે અમે બ્રેઈન વોશ નહીં, જીવન પરિવર્તન કરીએ છીએ.’ ભાઈશ્રીના નિવેદન બાદ સ્વામિ નારાયણ સંપ્રદાય સોશિયલ મીડિયાના માધ્યમથી જવાબ આપ્યો છે.
અહીં પ્રશ્ર્ન એ થાય છે કે, સ્વામિનારાયણ સંપ્રદાય સાધુઓની લંપટ લીલાઓ પર તો હજી સુધી કોઈ જવાબ આપ્યો નથી, પરંતુ હા ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ બ્રેઈનવોશની વાત કરી તે સંપ્રદાયે સોશિયલ મીડિયામાં પોસ્ટરો દ્વારા બ્રેઈનવોશ અંગેનો જવાબ છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, અત્યારે સંપ્રદાય દ્વારા કેટલાક પોસ્ટરો દ્વારા ભાઈશ્રીને જવાબ આપવામાં આવ્યો છે. પોતાના સાધુઓ ધર્મના નામે ધતિંગો કરે તો તેમાં સંપ્રદાય સાવ ચૂપ કેમ થઈ જાય છે? નોંધનીય છે કે, વિવાદો વચ્ચે સ્વામિનારાયમ સંપ્રદાયે એક કેમપેઇન શરુ કર્યું છે. ‘શું સ્વામિનારાયણ સંપ્રદાય બ્રેનવોશ કરે છે?’ ના સવાલો સાથે કેમપેઇન શરૂ કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે, ભાઈશ્રી રમેશભાઈ ઓઝાને બ્રેઈનવોશનું સ્ટેટમેન્ટ આપ્યું હતું. તેમણે સંપ્રદાયનું નામ લીધા વિના બ્રેઇનવોશને લઈને નિવેદન આપ્યું હતું કે, ‘સાધુનું કામ બ્રેઈન વોશ નહીં હાર્ટ વોશનું છે’ હવે ભાઈશ્રીના સ્ટેટમેન્ટ બાદ સ્વામિનારાયણ સંપ્રદાયે જવાબ આપ્યો હતો.