કોરનાના સંકટ સામેની લડતમાં માનવતા મહેકાવનાર સહકાર ગ્રુપના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા(પિન્ટુભાઈ ખાટડી) કોરોના સંક્રમિત થતા તેઓ હોમ આઈસોલેટ થયા છે. તેઓ જલ્દીથી સાજા થઇ જાય તે માટે તેમના મિત્રો સહિતના શુભચિંતકો પ્રાર્થના કરી રહ્યા છે.
રાજકોટમાં લોકડાઉન વખતે લોકોએ ઘરમા રહી દેશ સેવા કરી ત્યારે ફરજનિષ્ઠ પોલીસકર્મીઓ
તબીબો, સફાઈ કર્મચારીઓ પણ પોતાની ફરજ પર અડીખમ ઉભા હતા.કોરોના સામેની લડાઈમાં ફરજ બજાવતા આ યોદ્ધાઓ માટે સહકાર ગ્રુપના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા અને તેમના ગ્રુપના સભ્યો દ્વારા અનોખો સેવા યજ્ઞ શરૂ કર્યો હતો.લોકડાઉન શરૂ થયું ત્યારેથી લઈ લોકડાઉનના છેલ્લા દિવસ સુધી આ અવિરત સેવા ચાલુ રાખવામાં આવી હતી. રાત્રિના ફરજ પર રહેલા પોલીસ કર્મચારીઓ તેમજ સફાઈ કર્મચારીઓને દરરોજ રાત્રે ગરમ નાસ્તાની વ્યવસ્થા કરી ફુડ પેકેટ વિતરણ કરવા આવ્યા હતા. તેમજ પુનિત નગર વિસ્તારમાં એક માસ સુધી રસોડું શરૂ કરવામાં આવ્યું હતું.જેમાં દરરોજ બંને ટાઇમ આ વિસ્તારના એક હજાર જેટલા લોકોને ભોજન આપવામાં આવતું હતું. સહકાર ગ્રુપ દ્વારા રાજકોટ આ સેવા કાર્યમાં સહકાર ગ્રુપના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા (પિન્ટુભાઈ ખાટડી) દિવસ અને રાત સતત ખડેપગે રહ્યા છે અને તેમણે અત્યાર સુધીમાં કોરોનાની પરવા કર્યા વગર સતત લોકસેવા માટે અનેક કાર્યો કર્યા છે ત્યારે સહકાર ગ્રુપના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા કોરોના સંક્રમિત થતા તેમના મિત્ર વર્તુળ અને શુભચિંતકો માં ભારે ચિંતા ફેલાઈ ગઈ છે હાલ તેઓ થઈ ગયા છે ધર્મેન્દ્રસિંહ ઝાલા જલ્દીથી જલ્દી સ્વસ્થ થઈને ફરી સેવાકીય પ્રવૃત્તિમાં લાગી જાય તે માટે તેમના મિત્ર વર્તુળ અને સગા સ્નેહીઓ એ ભગવાન પાસે પ્રાર્થના કરી છે.