માસ્ક ના પહેર્યું હોય તેવા કિસ્સામાં ફોબિયા થી પીડાતો કર્મચારી પોસ્ટ ઓફિસ માં આવતા ગ્રાહકો સાથે મારા મારી પર ઉતરી આવતો
જૂનાગઢ હાલ કોરોના મહામારી ને લઇ અનેક લોકો અનેક રીતે પરેશાન છે ત્યારે ચિત્રવિચિત્ર ફરિયાદો લોકોમાંથી સામે આવી રહીછે આવીજ એક ફરિયાદ જૂનાગઢ મહાનગર માં કેવડા વાડી પોસ્ટ ઓફિસ માં ગ્રામ્ય ડાક સેવક તરીકે ફરજ બજાવતા આનંદ અશોકભાઈ બુદ્ધ ને માનસીક ફોબીયા થઈ ગયો હોવાની ફરિયાદ કરવામાં આવતા આ વિશય પોસ્ટ ના કર્મચારીઓ માં ચર્ચાનો વિષય બની છે

આ અંગે સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ આ કર્મચારી કોરોના ને લઇ તેની માનસિકતા વિચિત્ર થઈ ગઈ હોય અથવા કોરોના મહામારી ના કારણે માસ્ક ફોબિયા થઈ ગયો હોય તેવુ પોસ્ટ ઓફિસ પર આવતા જતા ગ્રાહકોને જણાય રહ્યું છે . આ કર્મચારી કેવડા વાડી પોસ્ટ ઑફિસ ખાતે આવતા ગ્રાહકોને માસ્ક પહેરવા ફરજ પાડતો હોઈ અને શરત ચૂકથી કે મૂંઝારો થતો હોય તેવા કારણોસર માસ્ક હટે અથવા હટાવે તો ગ્રાહકો સાથે ગેર વર્તન કરી ઝગડો અથવા મારામારી પર ઉતરી આવતા આ કર્મચારી ને માસ્ક ફોબિયા થઈ ગયો હોય અથવા કોરોના ને કારણે માનસિક રીતે પીડાતો હોઈ તેવું જણાય જેથી પોસ્ટ ઓફિસ પર આવતા જતા ગ્રાહકો આ કર્મચારીના વર્તનને લઈ દીધામાં મુકાયા છે .કેવડાવડી પોસ્ટ ઓફિસ માં મર્યાદિત ગ્રાહકો આવતા હોય સોશ્યિલ ડિસ્ટન્સ નો સવાલ ઉભો થતો જ ના હોય અને છતાં પણ જેતે જવાબદાર પોસ્ટ માસ્ટર કે અન્ય કર્મચારી ઓ આ આનંદ બુદ્ધ વિરુદ્ધ કંઈ બોલવા તૈયાર નથી અથવા તો તેનાથી ડરતા હોઈ એવું ઓફિસ કામે આવતા લોકોને જણાઈ રહ્યું છે યા તો એની માનસિક રીતે માસ્ક ફોબિયા થી પીડાતો હોવા છતાં તેની બીમારી ને છુપાવવા નો પ્રયાસ થઈ રહ્યો હોવાની વાતો લોકોમાં વહેતી થઈ છે કેટલાક કિસ્સામાં તો ગ્રાહકો ને મારવા દોડ્યા અને ગળુદબાવ્યા સુધીના બનાવો બનેલ છે જેના પોસ્ટ માસ્ટર પણ સાકશી છે છતાં પણ આ કર્મચારી સામે ઉપલા લેવલે કોઈ ફરિયાદ કરવા તૈયાર નથી કે તેની તબીબી તપાસ કરાવવા તૈયાર નથી જેથી આવા માનસિક રોગી કર્મચારી ને તાકીદે જન સંપર્ક વાળી જગ્યા એથી હટાવી મનોરોગી તબીબ પાસે ઈલાજ કરવી યોગ્ય માર્ગદર્શન બાદ જ પુન લોક સંપર્ક વાળી જગ્યા પર નિમણુંક આપવી જરૂરી અન્યથા આવનાર દિવસોમાં વધુ અનિચ્છનીય બનાવ બનશે તેવી ફરિયાદ અલ્હરમ એજ્યુકેશન ટ્રસ્ટ ના પ્રમુખ સોહેલ સિદ્દીકી એ જનરલ પોસ્ટ માસ્ટર ગાંધી ગ્રામ જૂનાગઢ તેમજ ચીફ પોસ્ટ માસ્ટર રાજકોટ તેમજ અમદાવાદ ને કરતા આ વાતને લઈને પોસ્ટ ઓફિસ કર્મચારી વર્તુળોમાં ચર્ચાઓ ઉઠવા પામી છે.સાથે ફરીયાદ ની તપાસ ઊપલા અધિકારીઓ એ કરી યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ તેવી લોકોમાં માંગ ઉઠવા પામી છે

  • હુસેન શાહ(જૂનાગઢ)